________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૧
પ્રવચન નં. - ૧૧ (આવી પ્રક્રિયા નિરંતર હોવા છતાં) અનાદિ કાળનું અજ્ઞાન છે ને! એટલે... ભાવઇન્દ્રિય (જ્ઞાન) પણ પ્રગટ થાય છે (કેમ કે) આખા અંશમાં અભેદ ન થતાં, એક અંશ છૂટો પડી ગયો જરાક!
અહા....! જેવી રીતે જંગલમાં સિંહણ (એક સાથે) બે બચ્ચાંને જન્મ આપે, તેમાં એક બચ્ચે છૂટું પડી ગયું, (ભરવાડ લઈ ગયો) ઘેટાંની સાથે ઊછરવા માંડયું અને એક બચ્યું તો
ત્યાં જ રહ્યું! બચ્ચાં બેના બે ભાગ પડી ગયા, એક ત્યાં વયું ગયું ને એક અહીંયાં! ઈ તો બધા ઘેટા જ લાગે એને તો! પણ ( સિંહનું બચ્ચું) મોટું થઈ ગયું જરાક! પછી (ઘેટાં ભેગું ચરતું સિંહનું બચ્ચું) એક સિંહે સામે ડુંગર ઉપરથી જોયું. કે અરે! આ આપણી જાતનું સિંધુ (બચ્ચે) ઘેટાંમાં ક્યાંથી ગરી ગયું! પછી એણે એની ભાષામાં ત્રાડ મારી, પહેલાં તું મારી સામે જો અને પછી તું તારી સામે જો ! એને અવાજ આવ્યો, વૃત્તિ તો સિંહની હતી જ, ઘેટાંની વૃત્તિ તો હતી જ નહીં, એટલે આમ જોયું, પછી આમ જોયું આમ જોયું શું (પોતાની તરફ જોતાં વેંત જ ) જ્યાં આમ જોયું અરે ! હું તો સિંહ છું (ત્રાડ મારી) છૂટો પડી ગયો !
એમ આ અનાદિકાળથી જ્ઞાનની એકેક પર્યાયમાં ભેદ પડ્યો છે, છૂટી પડી ગઈ છે આહાહા ! ઇન્દ્રિયજ્ઞાનરૂપે (ભાવેન્દ્રિયનો ઉઘાડ) પ્રવર્તે છે ને એક જ્ઞાનનો અંશ આત્માને અભેદ થઈને જાણ્યા જ કરે છે, નથી જાણતો એમ છે નહીં. પણ એને (અજ્ઞાનીને) વિશ્વાસ નથી આવતો ! એટલે શું થાય ! એનું ફળ ન આવે !
“જાણનારો જણાય છે બાળ-ગોપાળ સહુને!! લખ્યું કે ન લખ્યું! સદાકાળ ઊંઘમાં પણ જણાય બોલો! આહા! સદાકાળ અને સૌને (લખ્યું છે!).
એકઇન્દ્રિય, બેઈન્દ્રિય, ત્રણઇન્દ્રિય, ચારઈન્દ્રિય, પંચેન્દ્રિય, સંજ્ઞ-અસંજ્ઞી સૌને એવું જ જ્ઞાન પ્રગટ થાય છે ! જેમાં આત્મા જણાય અને પર ન જણાય ! પણ પરને જાણનારું જ્ઞાન પણ એક પ્રગટ થાય છે ઈન્દ્રિયજ્ઞાન! અને ઇન્દ્રિયજ્ઞાન પરને જાણીને મમતા ને મોટું ને રાગદ્વષ (આદિ વિકાર) કરીને દુઃખી થઈ જાય છે.
આહ! જાણનારો જણાય છે એમ જ્યાં સિંહ ગર્જના આવી (અંતરમાંથી) આહાહા ! ત્યાં એ ભાવઈન્દ્રિય શિથિલ થઈ, તેનો વ્યાપાર બંધ થઈ (આત્મ) અનુભૂતિ થઈ જાય છે! અહા..હા! પછી ભલે! ઈન્દ્રિયજ્ઞાન ઉત્પન્ન થાય પણ એમાં (સાધકને) આત્મબુદ્ધિ ન થાય! એકતાબુદ્ધિ ન થાય! થોડો ટાઈમ ઇન્દ્રિયજ્ઞાન રહેશે પછી..કેવળજ્ઞાનનો ભડકો થવાનો છે!!
“શ્રોત્રઇન્દ્રિયના વિષયમાં..” ઈ શબ્દ કર્ણગોચર છે, ઈ કાનના ઉઘાડનો વિષય છે. જ્ઞાનનો વિષય શબ્દ નથી. કોઈનું જ્ઞાન અત્યારે શબ્દને જાણતું નથી. કોઈ પણ આત્માનું જ્ઞાન, આત્માને છોડીને, શબ્દને જાણવા જતું નથી. અને શબ્દને જે જાણનારું જે કર્ણ (ગોચર) ઇન્દ્રિયજ્ઞાન છે એ આત્માને જાણતું નથી. એક અંશ પર પ્રસિદ્ધ કરે છે ને એક અંશ અને પ્રસિદ્ધ કરતું પ્રગટ થાય છે. બે અંશ એક સાથે પ્રગટ થાય છે - બે અંશ ( એક સમયે) પ્ર થાય છે એટલે તો સંસાર છે (છતાં) પણ એક અંશનો અભાવ થયો નથી માટે મોક્ષનો માર્ગ મળી જાય છે. હાથમાં આવી જાય છે. (સાધન પ્રગટ છે).
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com