________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૧૫૦
અહા ! દિવ્યધ્વનિ સાંભળનારો જુદો અને આત્માને જાણનારો જુદો રહી ગયો છે. એવો ને એવો રહી ગયો છે! સાંભળવાના કાળે, જ્ઞાનમાં આત્મા જણાય છે એવું જ્ઞાન પ્રગટ થાય છે! સાંભળવાના કાળે, (શબ્દોને ) ઇન્દ્રિયજ્ઞાન સાંભળે છે અને (અતીન્દ્રિય) જ્ઞાન આત્માને જાણે છે! બે ક્રિયા એક સાથે ભિન્ન ભિન્ન થયા કરે છે. બે ક્રિયા એક સાથે થાય છે એક સમયમાં! જ્યારે ભાવઇન્દ્રિય દિવ્યધ્વનિ સાંભળતી હોય-દિવ્યધ્વનિ કર્ણગોચર છે. જ્ઞાનગોચર નથી !
અહા..હા! મેં દિવ્યધ્વનિ સાંભળી (એમ માને છે પણ) કોણે સાંભળી ? અહા..હા ! ભગવાન તો ના પાડે છે. (કહે છે) કેઃ શબ્દ તને કહેતું નથી કે: ‘તું મને સાંભળ’ અને તારું જ્ઞાન આત્માને છોડીને એને સાંભળવા જતું નથી. આહા..હા! એવી વસ્તુસ્થિતિ છે. એનો સ્વીકાર કરી લે ને !!
એ નીચે હવે એક પછી એક કહેશે, (આપણે) હારે લેશું આા! શબ્દ એમ કહેતો નથી કે: ‘તું મને સાંભળ' અને આત્મા પણ શ્રોત્રેન્દ્રિયના વિષયમાં આવેલા શબ્દને ગ્રહવાજાણવા જતો નથી.
(જોયું ?) ખૂબી અહીં છે. ઈ..શબ્દ છે ને! કર્ણગોચર છે, ઈ કર્ણનો વિષય છે, ઈ.. શબ્દ છે તે આત્માના જ્ઞાનનો વિષય નથી, આત્માનો...તો વિષય હોઈ શકે જ નહીં, પણ...જે આત્માનું જ્ઞાન પ્રગટ થાય છે (ઉપયોગ પ્રગટ થાય છે) એ પણ એને જાણતો નથી ! પ્રગટ થયેલું જ્ઞાન એને જાણતું નથી !
શું કહ્યું ? કેઃ તો સ્વ૫૨પ્રકાશક નહીં રહે ! ( અનુભવી કહે છે ) તો સ્વપ્રકાશ થઈ જશે અને તને અનુભવ થઈ જશે લે !!
શું કહ્યું? આચાર્ય ભગવાનને કરુણા આવી છે! હવે આ છેલ્લું-છેલ્લું કહી દઉં! સમજી ગ્યા ? અહીંથી લોકાંતિક દેવમાં પધાર્યાં છે, ત્યાંથી નીકળીને એમનો મોક્ષ થઈ જવાનો છે, નિશ્ચિત છે. આહા..હા ! કુંદ કુંદ આચાર્ય ભગવાન અને અમૃતચંદ્ર આચાર્ય (ભગવાન) બે સમર્થ આચાર્ય (દિગમ્બર જૈન ધર્મમાં) થઈ ગયા!
આપણે મૂળ ગાથા (ની સ્પષ્ટતા ) કરી અને તેની ટીકા પણ એટલી જ ગૂઢ(રહસ્યમય ) છે, એની ટીકા ઘણી ગૂઢ! ! ઘડી'ક માં તો સમજાય જ નહીં (કે) શું આ ( આચાર્યદેવ ) કહેવા માગે છે!
એ કહે છે કે: ‘ શ્રોત્રેન્દ્રિયના વિષયમાં આવેલા ' અહા ! ઈ શબ્દ (છે તે ) કર્ણગોચર છે, જ્ઞાનગોચર નથી ! ખૂબી અહીંયા છે. કર્ણગોચર એટલે કાનનો ઉઘાડ એને (શબ્દને ) જાણે છે, આત્માનો ઉઘાડ કર્ણને...એને (શબ્દને ) જાણતો નથી, આત્માનો ઉઘાડ આત્માને જાણે છે, આવી પ્રક્રિયા બધા (જીવોની ) પાસે અત્યારે ચાલુ છે! બાળ-ગોપાળ સહુને (સદા કાળ) ભગવાન આત્મા જણાય છે. જ્ઞાન (ઉપયોગ) એવો પ્રગટ થાય છે (કે જેમાં ) આત્મા જણાય, એવું જ જ્ઞાન પ્રગટ થાય છે! આત્મા ન જણાય એવું જ્ઞાન કોઈને (કદી ) પ્રગટ થતું જ નથી ! બધાનું ( સૌ જીવનું ) જ્ઞાન એવું પ્રગટ થાય છે વર્તમાન-અત્યારે !
અહા ! કે એમાં ચિદાનંદ ભગવાન પોતાનો ૫૨માત્મા દેવાધિદેવ જણાય રહ્યો છે! અને શબ્દોને જાણનારું જ્ઞાન જુદું અને આત્માને જાણનારું જ્ઞાન જુદું! સમય એક ! આહા...! સમય એક!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com