________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૯
પ્રવચન નં. - ૧૧ આત્માનું જ્ઞાન આત્માને છોડીને પરને જાણવા જાય તો જીવ (મટીને) અજીવ થઈ જાય! તો જીવ રહેતો નથી!
આહા..હા! અજ્ઞાની પ્રાણી! કણા કરીને કહે છે (આચાર્ય દેવ) હે! અજ્ઞાની જીવ! તને કાંઈ પણ કહ્યું નથી! તેને તો કાંઈ કોઈ કહેતું નથી! અહાહા ! અને તું એને જાણતો ય નથી, અને એને જાણે છે ઈ તારું જ્ઞાન નથી! એને જે જાણે છે તે તો તારું નહીં, પણ એને જે જાણનારું જ્ઞાન પ્રગટ થાય-ઇન્દ્રિયજ્ઞાન, તે પણ તારું નથી. અહાહા ! અને તારા જ્ઞાનમાં તો આત્મા જણાયા કરે છે! અહીં..હા ! એને તો ઇન્દ્રિયજ્ઞાનથી આમ-શયથી વ્યાવૃત્ત થઈને, જ્ઞાન અંદરમાં આવી જશે, તો હે! અજ્ઞાની જીવ ! તને (તો) કાંઈ પણ કહ્યું નથી. આચાર્ય ભગવાન કહે છે કે તને કાંઈ (પણ) કહેતા નથી. મફતનો આ કજિયો લઈ લ્ય છે. (જુઓ ને!) બે જણા બોલતા હોય વચ્ચમાં માથું મારે ! અહા..હા ! ઓલા બે ખસી જાય (ને) કજિયો એના ઉપર આવી જાય ! અહા..હા ! છરો એને મારી ધે ઓલો, એવું બને છે. તું મફતનો શું કામ માથું મારશે ?
મને તો મારો આત્મા જણાય છે (એમ) લે ને! અહા! ખૂણામાં બેસીને કામ કરી લે ને! તું અજ્ઞાની થયો થકો રોષ શા માટે કરે છે. ગુસ્સો શા માટે કરે છે!! તને કહ્યું નથી.
(આમ સમજને!) હું સાંભળતો” ય નથી અને સાંભળે છે ઈ...જ્ઞાન મારું નથી. એને જે સાંભળે છે ને એને! તે (ઇન્દ્રિય) જ્ઞાન મારું નથી. આહા..હા ! ઈ.અનાત્મા છે, સાંભળે છે ઈ...જ્ઞાન, જ્ઞાન નથી. ઈ.mય છે, એ જ્ઞય જ્ઞયની સાથે સંબંધ થાય, અને જ્ઞાનને જ્ઞાયકની સાથે સંબંધ છૂટે નહીં, અત્યાર સુધી છૂટયો નથી, છૂટવાનો ય નથી. સ્વીકાર કરે તો અનુભવ થાય-એટલીવાર છે. હવે આ બે ગાથા પૂરી થઈ, હવે દશ ગાથામાં મૂળ આ આપણી ત્રીજી ગાથા શરૂ થાય છે.
(જુઓ ભાઈ !) બે ગાથામાં સામાન્ય વાત કરી. હવે એક એક બોલ લઈને ઊતારશે. આ ગાથા બહુ સારી સમજવા જેવી છે ‘આ’...કોઈએ એમ ન જાણવું કે આ તો સૂક્ષ્મ વાત છે, એમ ન જાણવું. આપણા માટે લખ્યું છે. આપણને સમજાવવા માટે એને કરુણા આવી છે તો આપણે અપનાવી લેવી જોઈએ. સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે શું કહેવા માગે છે !!
અશુભ અથવા શુભ શબ્દ! શબ્દની આગળ અશુભ ને શુભ-સારા, નરસાં (વિશેષણના) શબ્દો આવે ને! તો ઠીક શબ્દ ને અઠીક શબ્દ, તેને શુભ, અશુભ વિશેષણ લગાડયું બાકી શબ્દ તો શબ્દ છે, શબ્દ છે, શબ્દમાં શુભ કે અશુભ-બે ભેદ નથી. પણ ભેદ કરીને સમજાવે છે. “અશુભ અથવા શુભ શબ્દ તને એમ નથી કહેતા કે “તું મને સાંભળ” અહાહા ! કોઈ શબ્દ એમ કહેતો નથી કેઃ “તું મને સાંભળ' ? અહાહા ! કોઈ શબ્દ એમ કહેતો નથી કે તું મને સાંભળ! દિવ્યધ્વનિ તો કહે ને કેઃ “તું મને સાંભળ’? અહાહા! કોઈ શબ્દ એમ કહેતા નથી કે તું મને સાંભળ! દિવ્યધ્વનિ શબ્દની પર્યાય છે ને! ઈ તો એમ કહે ને કે તું મને સાંભળ (અને) તારું જ્ઞાન (પણ) આત્માને છોડીને, દિવ્યધ્વનિને સાંભળવા જતું નથી ! અત્યાર સુધી કોઈએ (-આત્માના જ્ઞાને) દિવ્યધ્વનિ સાંભળી નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com