________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૧૪૮ પ્રતિભાસ...ઈ ક્યાં? એને (સાધકને) ખબર નથી, એ તો અંદર ડૂબી ગયો છે. આ શુદ્ધોપયોગ અને નિર્વિકલ્પ ધ્યાનની વાત ચાલે છે હો? એ બધું-સવિકલ્પમાં તો અનેક પ્રકાર (કથનનાં) આવે! જાણતો નથી ને પ્રતિભાસે છે ને, નિમિત્તભૂત (છે ને) નૈમિત્તિક ને
યાકારો ને! એ બધી વાતો (આવે) તે ભેદનાં કથનો છે. અભેદમાં તો કાંઈ આત્મા સિવાય બીજું કાંઈ જણાતું નથી! “હું તો કાંઈ બીજું જાણતો નથી. હું તો આનંદમાં ગરકાવ થઈ ગયો છું બસ!!”
અહા..હા! પુદ્ગલ દ્રવ્ય શબ્દપણે પરિણમ્યું છે, તેનો ગુણ તારાથી અન્ય છે, ગુણ એટલે પર્યાય! ગુણનો અર્થ શબ્દની પર્યાય. તો હું અજ્ઞાની જીવ! આહાહા...કરુણા કરીને કહે છે હું અજ્ઞાની પ્રાણી! તને કાંઈ પણ કહ્યું નથી! અહા ! તારા જ્ઞાનનું શેય તો આત્મા છે, તારા જ્ઞાનનું જ્ઞય આત્મા, છૂટે તો એ શય થઈ જાય! પણ (આચાર્યદેવ) કહે છે કે એમ કોઈ દિ' થયું જ નથી. શેય! જ્ઞાનનું શેય, આત્મા જ રહ્યો છે, જ્ઞાનનું જ્ઞય શબ્દ થયો જ નથી અત્યાર સુધી (માં)! અપૂર્વ વાત છે! (શ્રોતા ) પરમ સત્ય વાત છે.
અહા..હા! ત્રિકાળી તો ગુણથી અભેદ છે પણ “ઉપયોગ” થી પણ આત્મા અનન્ય છે. ઉપયોગમય આત્મા છે. આહાહા ! ઉપયોગ સ્વરૂપ જ આત્મા બિરાજમાન છે. “ઉપયોગમાં ઉપયોગ છે” બસ! આહા..હા ! અંદર જ્યાં જ્ઞાનગુણ અને ગુણી નો ભેદ દેખાતો નથી, ત્યાં પર જણાય છે ને પરના પ્રતિભાસ એમાં ઝળકે છે (અપર પ્રકાશક છે ને!) એને જાણે..એ બધી સવિકલ્પ દશાની વાતો છે, પણ બાપુ ! આહાહાહા ! આ તો કોઈ ઊંચા પ્રકારની વાત અહીંયાં આચાર્ય ભગવાન કહેવા માગે છે કે આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું છોડીને પરને જાણવા જતું જ નથી. બધાના આત્માની વાત કરે છે, સ્વીકાર કરે એને અનુભવ થાય છે. સ્વીકાર કરે કે “જાણનાર જણાય છે”- બાળગોપાળમાં હું આવી ગયો ! આમાં-બાળ ગોપાળમાં કોઈની બાદબાકી હશે?
(જુઓ ભાઈ !) બાળ-ગોપાળ સહુને આત્મા જણાય છે કે નહીં ? કહે-ના, સમ્યજ્ઞાન ( અનુભવ) થાય ત્યારે જણાય! (જ્ઞાની કહે ) કે, નહીં. આહાહા! સમ્યજ્ઞાનની અપેક્ષા નથી, એ તો સ્વભાવથી જ જ્ઞાનમાં (સૌને) આત્મા જણાયા કરે છે ! એવું જ્ઞાન પ્રગટ થાય છે કે જેમાં આત્મા જણાય અને પર જણાય નહીં. આ તો ગુણ અને ગુણીના અભેદ થવાની પ્રક્રિયા ચાલે છે. ગુણ એટલે જ્ઞાનની પર્યાય- ઉપયોગ” અને ગુણી એટલે (આત્મ) દ્રવ્ય! દ્રવ્ય, પર્યાયનો ભેદ દેખાતો નથી, ભેદ દેખાય તો પર જણાય, અહીંયાં ભેદ થાય તો પર જણાય ! અહીંયાં (નિજમાં) અભેદ થાય તો પર જણાતું નથી !!
આહા..હા! પુદ્ગલદ્રવ્ય શબ્દરૂપે પરિણમ્યું છે, તેનો ગુણ તો તારાથી અન્ય છે તો હે! અજ્ઞાની જીવ! એમ, ત્યાંથી માંડી !! હે! અજ્ઞાની પ્રાણી ! અહા ! તારી બુદ્ધિ કેમ આટલી ફરી ગઈ છે? (માને છે કે:) મને કહ્યું! મને કહ્યું! (આણે ) મને કહ્યું! (તેણે ) મને કહ્યું!...તને તો કહ્યું નથી. તારું જ્ઞાન એને તો જાણવા જતું નથી, તારું જ્ઞાન તો તને (જ્ઞાયકને ) જાણવાનું છોડતું જ નથી, કે, અજ્ઞાન અવસ્થામાં? કહેવું. ત્રિકાળ આ વસ્તુનો સ્વભાવ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com