________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧)
શબ્દને જાણવા રૂપે પરિણમે છે એટલે પ્રતિભાસ. પરંતુ શબ્દને જાણવા રૂપે પરિણમતો નથી? એટલે લક્ષ સ્વભાવ. જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જ જાણે છે એટલે લક્ષરૂપતા. ઉપયોગમાં ઉપયોગ છે. ને એટલે સ્વપ્રકાશકતા. આબાળ-ગોપાળ સહુને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. 7એટલે સામાન્ય જ્ઞાનની મુખ્યતા. “દેખે છતાં નહીં દેખતો” દેખમાં પ્રતિભાસ રાખ્યો, અને નહી દેખે કહીને લક્ષ છોડાવ્યું છે. સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદનપરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક શબ્દ વેદના પરિણામને પામીને શબ્દ સાંભળતો નથી માટે અશબ્દ છે. ને એટલે પ્રતિભાસની મુખ્યતાથી. ઘટનો જાણનાર ઘટને જાણતો નથી પણ જાણનારને જાણે છે. આ વાક્યમાં ઘટના જાણનાર –એટલે પ્રતિભાસ રાખ્યો અને ઘટને જાણતો નથી ને એટલે લક્ષ છોડાવ્યું
(૮)
(૯)
(૧૦)
૪૯ ગાથા-આત્મામાં ક્ષયોપશમ ભાવનો અભાવ હોવાથી એટલે ત્યાં ભાવેન્દ્રિયનો અભાવ. જે છ દ્રવ્યોનો સમૂહ તેના પ્રતિબિંબરૂપે પરિણમ્યું છે જે જ્ઞાન-પ્રતિભાસ પામીને શબ્દ સાંભળતો નથી. માટે અશબ્દ છે ? આમાં પ્રતિભાસની મુખ્યતા છે. જાણનારો જણાય છે, ખરેખર પર જણાતું નથી. આમાં પણ “ખરેખર પર જણાતું નથી' તેમાં પ્રતિભાસને સ્થાપ્યો અને લક્ષને મૂળમાંથી ઉથાપ્યું છે. આમ સંપૂર્ણ જૈન દર્શનનું રહસ્ય છે જ્ઞાન પરને લક્ષ કરીને જાણે નહીં, જ્ઞાનમાં પર જણાય પણ નહીં, છતાં જણાયા વિના રહે પણ નહીં. આમ સૌ આસાન ભવ્ય જીવો જ્ઞાનની લીલાને ઓળખી લીલાધર બનો તેવી ભવ્ય ભાવના સાથે વિરમું છું.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com