________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
અભેદ હોવાથી તે પણ પ૨ને જાણતી નથી. એક જ્ઞાનની પર્યાયમાં બે ભાગ પડી ગયા છે. જ્ઞાનધારા અને કર્મધારા અર્થાત્ જ્ઞેયધારા. બન્નેનું પરિણમન સ્વતંત્ર છે. માત્ર કથન પદ્ધતિ સાપેક્ષ છે. પણ પરિણમન નિરપેક્ષ છે. આમ જ્ઞાનનો એક સમયમાં ત્રિમુખી સ્વભાવ છે. લક્ષમાં અંતર્મુખતા, જ્ઞાનત્વ અર્થાત્ જાણવું તેમાં અંતર્મુખતા, અને પ્રતિભાસનાં સ્વભાવમાં પણ અંતર્મુખતા રહેલી છે. જ્ઞાનનાં એક પણ અવિભાવ પ્રતિચ્છેદમાં બહિર્મુખતા નથી. આમ એકજ્ઞાનની પર્યાયમાં ત્રિવેણી સંગમ છે. શ્રીમદ્જી પણ કહે છે કે અમે આત્મામાં બેઠા-બેઠા જગતની લીલાને નિહાળીએ છીએ.
(૯ ) કેવળજ્ઞાનનું ૫૨માર્થ સ્વરૂપ દર્શાવનાર પૂ. ભાઈશ્રી...
શ્રીમદ્દજી કહે છે...“ કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળજ્ઞાન તે દેહ છતાં નિર્વાણ ”
કેવળી ભગવાન અસદ્દભૂત નયે લોકાલોકને જાણે છે તેવું કથન આવે છે. તેનું રહસ્ય એ છે કે કેવળજ્ઞાનમાં લોકાલોકનો પ્રતિભાસ દેખીને કાર્યમાં કારણનો ઉપચાર કરીને કેવળી ભગવાન લોકાલોકને જાણે છે તેમ કહેવાય છે. કેવળી ભગવાન જાણે છે કેવળજ્ઞાનને અને કહેવાય કે લોકાલોકને જાણે છે, તો તે વ્યવહાર આવ્યો કેવી રીતે? પ્રતિભાસ દેખીને વ્યવહા૨ આવ્યો છે.
(૧) જો પ્રતિભાસ ન થતો હોત તો કેવળી લોકાલોકને જાણે છે તેવો વ્યવહાર ન આવત. (૨) કેવળી ભગવાન લોકાલોકનું લક્ષ કરીને જાણતા હોત તો કેવળજ્ઞાન ન હોત. (૩) લોકાલોક કેવળજ્ઞાનમાં તન્મય થઇ ગયું હોય તો પણ કેવળજ્ઞાન ન હોય.
(૧૦) સ્વપ૨ પ્રકાશકની સ્પષ્ટતા દર્શાવનાર પૂ. ભાઈશ્રી... ! !
અજ્ઞાની તો એકજ પ્રકારે સ્વપ૨પ્રકાશકને માને છે, પ૨નું લક્ષ કરી ને જાણવું તેવું સ્વપર પ્રકાશક જ્ઞાનનેજ માને છે. જ્ઞાની ધર્માત્મા કહે છે કે અમે તો ત્રણ પ્રકારના સ્વપરપ્રકાશકને માનીએ છીએ. પંચાસ્તિકાયની ૧૨૧ ગાથામાં કહ્યું તે સમસ્ત જીવોની સ્થિતિનું વર્ણન કરેલ છે તે સ્વપરની જ્ઞપ્તિરૂપ સ્વપ૨ પ્રકાશક તે નિશ્ચય નથી. તેમજ અજ્ઞાન પણ નથી કોરા સ્વપર પ્રકાશક છે. તેમાંથી વિધિ-નિષેધ કરી તે જ્ઞાન સ્વભાવ તરફ ઢળે છે ત્યારે તે જ્ઞાન સમ્યક્ નામ પામે છે.
(૧)
સ્વ પર પ્રકાશક
ખાલી
પ્રમાણરૂપ વ્યવહા૨
→
પ્રતિભાસની મુખ્યતાથી ઉપાદેયની મુખ્યતાથી
(૨)
સ્વપ્રકાશક
→ નિશ્ચય
(૩) સ્વ પર પ્રકાશક
→
નિશ્ચય
જાણવાની મુખ્યતાથી
(૪) સ્વપર પ્રકાશક → નિશ્ચય પૂર્વકના વ્યવહાર રૂપ છે.
→ જાણવાની મુખ્યતાથી
-
(૧૧) જિનવાણીનું કયું સૂત્ર ક્યાં બેસાડવું? તેની ખતવણી કેવી રીતે કરવી? તે દર્શાવનાર પૂ. ભાઈશ્રી... !
આચાર્ય ભગવાન એક જ વાક્યમાં કેવા કેવા ગંભીર ભાવોને અવિરોધપૂર્વક દર્શાવે છે તેનાં કેટલાક અવતરણો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com