________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન કોઈવખતે ! રાગનો કર્તા થાય, પણ ત્રણે કાળ રાગનો કર્તા થાય, એવું ત્રણેકાળ અજ્ઞાન ઉત્પન્ન થાય, એવો પર્યાયનો પણ ધર્મ નથી. દ્રવ્યનો ધર્મ તો અજ્ઞાની થવાનો નથી! પ્રકાશ! અહીંયાં- જામનગરમાં તત્ત્વના પકડનારા છે, એટલે તો થોડું ક આકર્ષણ રહે છે (શ્રોતા ) આપની કૃપા છે!
આહા..! શું કહ્યું? કે “કથંચિત્' કર્તા છે (એમ લ્યો) તો તો એ વ્યવહારનયે કર્તા ત્રણે કાળ લાગૂ પડી જાય! પણ “કદાચિત્' કર્તા છે (અર્થાત્ ) કોઈ વખતે કદાચિનો અર્થ કોઈ વખતે, ક્યાં સુધી? કે, જ્યાં સુધી ભેદજ્ઞાનનો અભાવ હોય અને રાગને પોતાનો માને ત્યાં સુધી! એક સમય પૂરતો-કદાચિત્ કર્તા છે. બીજા સમયે, તો અકર્તા થઈ જાય છે!
કર્તાપણું પર્યાયમાં પણ, રાગનું પણ અનાદિ-અનંત નથી. ખરેખર તો સાદિ-સાંત છે. અનાદિ કહેવું એ પણ એક પ્રકારનો વ્યવહાર છે. સાદિ-સાંત એટલે? જે સમયે, સ્વભાવને ભૂલે અને રાગને પોતાનો માને તે સમયે! કદાચિત તે સમયે! કોઈ વખતે ! રાગનો કર્તા છું તેમ તેને ભાસે છે એ તેનું અજ્ઞાન છે. બીજા સમયે, અરે! હું તો જ્ઞાતા છું, હું રાગનો કર્તા નથી!
ત્યારે એક પ્રશ્ન થાય કે રાગ થાય છે ત્યારે અકર્તા બને? “હા” ઈ કેવી રીતે? રાગ પર્યાયમાં થાય છે, ત્યારે આત્મા અકર્તા થઈ જાય છે. ઈ કેવી રીતે? (અનુભવી કહે છે કે)
જ્યારે રાગ થાય છે ત્યારે દષ્ટિ ફરી જાય છે ને જ્ઞાયક ઉપર આવે છે, અકર્તાને લક્ષમાં લીધો તો કર્તા બુદ્ધિ છૂટી જાય છે ને રાગ રહ્યા કરે છે (પર્યાયમાં) ! તો રાગનો કર્તા (કોણ ?) પરિણામનો કર્તા પરિણામ છે” હું કર્તા છું નહીં. તેવું (દ્રવ્ય, પર્યાયનું) ભેદજ્ઞાન થઈને અનુભવ થઈ જાય છે. રાગ રહી જાય ને. કર્તાબુદ્ધિ મટી જાય ! ને શાયકના લક્ષ, સમ્યદષ્ટિ થઈ જાય!
અહાહા ! અદભુત ને ચમત્કારિક વાત ગુરુદેવ કરી ગયા છે, આ બધું ગુરુદેવ કહી ગયા છે, તેનું સ્પષ્ટીકરણ ચાલે છે. આહા! એક તો એની કર્તબુદ્ધિની ભૂલ છે. કે હું રાગને કર છું (એ) રાગને હું કરું છું એ ભૂલ છે. એનાથી આગળ જઈને.હું આ દુકાનનો વેપાર કરું છું... જમીનમાં વેપાર કરું છું ને મારા પુરુષાર્થથી પૈસા કમાઉં છું-એ બધી કલ્પના છે. અજ્ઞાનતા છે. આહા ! એમ છે નહીં. પૈસો પુણ્યથી આવે, એ પુણ્ય પણ નિમિત્ત છે, બાકી પૈસાની ક્ષણિક ઉપાદાનની-પર્યાય આવવાની હોય તો આવે ને જવાની હોય તો જાય, એ જાય ત્યારે પાપ નિમિત્ત કહેવાય, અને આવે ત્યારે પુણ્ય નિમિત્ત કહેવાય, પણ...નિમિત્તથી નિરપેક્ષ, જો તે તત્સમયની પરમાણુની પર્યાય, આવવાની હોય તો આવે ને ! જાવાની હોય તો જાય! પણ, જગતના જીવોને નિમિત્તથી સમજાવવામાં આવે છે, બાકી નિમિત્તથી કાંઈ પૈસો આવતો (જતો) નથી. પુણ્યના ઉદયથી પૈસો નથી આવતો! આહા! ક્યાં સુધી તમારે કાઢી નાખવું છે? કેઃ બધું બાદબાકી કરતાં કરતાં) જે રહે તે આત્મા છે. શ્રીમદ્જીએ કહ્યું છે. એ બાદબાકી કરતાં જે કચરો નીકળી જાય, ત્યારે જે શુદ્ધ આત્મા રહે છે, તે આત્મા છે. આવું છે!
આહા ! પુરુષાર્થથી તો પૈસો આવે નહીં, પુરુષાર્થથી તો આવે નહીં પણ પુણ્યથી પણ (પૈસો) ન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com