________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૯
પ્રવચન નં. - ૩ આવે. પરમાણુનો એવો કાળ છે તો ઈ ક્ષેત્રથી ક્ષેત્રમંતર થઈને (એટલે) બીજા ક્ષેત્રમાં હતો પરમાણુ તે આ ક્ષેત્રમાં આવ્યો પરમાણુ! એમાં તને શું લાભ મળ્યો ? (મમતા મળી !) આહાહા ! એ તો સમજાવવામાં આવે છે કે પુણ્યના નિમિત્તથી થાય; એનાં પુણ્યના નિમિત્તથી થાય એમ આવે! એમાં તો પુણ્યમાં કર્તબુદ્ધિ થઈ જશે! મારે પુણ્યથી નિરપેક્ષ, પરમાણુ આવવાનાં હોય તો આવે ને જવાનાં હોય તો જાય પરમાણુ! પરમાણુ ને નિરપેક્ષ જોને તું! પુણ્ય-સાપેક્ષ ન જો તું !! પુણ્યથી આવે તો આપણે પુણ્ય કરીએ તો પૈસો આવે, એમ એમાં બુદ્ધિ થઈ જાય !
આહા ! કહે છે કે બહુ એ હોંશિયાર છે ને....કારખાનું ચલાવે છે. ઈ તો અજ્ઞાન છે. “હું ચલાવું છું' તેમ માને તો (મિથ્યાત્વ છે) અરે! કોણ ચલાવે છે? “એક સડેલા તરણાનાં બે કટકા કરવાની શક્તિ પણ આત્મામાં નથી ! શ્રીમદ્ રાજચંદ્રજી એકાવતારી પુરુષ થઈ ગયા છે. અહીં ફોટો છે એનો અને તેઓશ્રીએ કહ્યું કે “એક સડેલું તરણું હો? ઓલું પાંદડું હોય ને લીલું એને તો વાર લાગે, આ તો અડે ત્યાં તૂટી જાય, પણ એને તોડતો નથી.
હવે, સડેલું તરણું તોડવાની શક્તિ તારામાં નથી. પરનું (કાર્યો કરવા માટે તું નપુંસક છો, સાંભળને! તારામાં શક્તિ (જ) નથી. આને આમ કરીને આમ કરી દઉં, તેને તેમ કરી દઉં, અરે! ભગવાન તું ક્યાં વયો ગયો, તું (તારાક્ષેત્રની) બહાર! અરે, પરિણામની ય બહાર ગયો? પ્રમાણની બહાર ગયો? આહા! કહે છે કે....કર્તાબુદ્ધિ, એક મોટી ભૂલ છે (અનાદિનું) એક મોટું ભૂત વળગ્યું છે ( તને!)
“હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ થાન તાણે” (નરસિંહુ મહેતા) અન્યમતિ થઈ ગયા છે, તે તો ઈશ્વરના કર્તાવાદી હતા પણ આપણે તો દષ્ટાંત લઈએ છીએ.
હું કરું! હું કરું! ગાડા નીચે આમ ચાલતું હોય કુતરું ને જરા'ક આમ અડે ઠાંઠાને તો (એને મનમાં એમ થાય કે) હું ચલાવું છું, એમાં એને જરી ખજવાળ આવી પગમાં, અને ઊભો રહી ગયો, કૂતરો ઊભો રહી ગયો, ગાડું તો (આગળ) ચાલવા માંડયું! ( વિચારે ચડયો) આ શું! આ શું! ગાડું તો મારાથી ચાલતું હતું અને હું ઊભો છું તો ય (ગાડું ) ચાલવા માંડયું! આહા! ભેદજ્ઞાન થઈ ગયું! “કર્તબુદ્ધિ' છૂટી અને કૂતરાને ત્યાં સમ્યગ્દર્શન થઈ ગયું. થાય, કૂતરાને પણ થાય, કૂતરાને ન થાય? સંજ્ઞી પંચેન્દ્રિય જીવ છે, આગમ કહે છેપોકાર કરે છે કે ચારે ય ગતિના જીવોમાં સંજ્ઞી પંચેન્દ્રિય હોય ને! (તેથી) આત્માનો અનુભવ થઈ શકે છે.
“આ કારખાનું મારાથી ચાલે છે.”—તારાથી કારખાનું કાંઈ ચાલતું નથી. એ હવે (પરની) કર્તબુદ્ધિ છોડી, જ્ઞાતાના પક્ષમાં આવી જા ! એ જ્ઞાતાના પક્ષમાં, આવશે તો જ્ઞાતાના દર્શન થશે, પણ કર્તાના પક્ષમાં (જે) રોકાણો છે એને જ્ઞાતાનાં-ભગવાનના, દર્શન થાશે નહીં, એને સમ્યગ્દર્શન નહીં થાય; ઊંચથી નીચે પછડાય, તોપણ આહા ! ઘણા દાન આપે, ઘણા મંદિર બંધાવે. વ્રત કરે ને તપ કરે કર્તાબદ્ધિથી (આહા...!)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com