________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
એનો કર્તા તું નથી રાગનો, પણ હવે બીજો પાઠ! સાહેબ! રાગનો કર્તા નથી. થવાયોગ્ય બધું થાય છે? કાં પુણ્યથી થાય છે ને કાં થવાયોગ્ય થાય છે... પણ હું કર્તા નથી, પણ ઈ (ભાવો) આવે, જાય છે એનો “હું જ્ઞાતા છું.'
પૈસો આવે ને જાય તેનો હું જ્ઞાતા છું અને જે શુભાશુભભાવ થાય, એનો હું કર્તા નથી પણ હું તો એનો જ્ઞાતા છું–આ બીજી ભૂલ! અજ્ઞાનીને એમ લાગે કે આનો જ્ઞાતા છું એ વાત સારી લાગી, હોય! પહેલાં-પ્રથમ કર્તા નથી તો જ્ઞાતા કહે, જ્ઞાની પણ કહે એમાં શું? (કર્તા બુદ્ધિથી હઠાવવા જ્ઞાતા કહે) પણ તું એનો જ્ઞાતા નથી! કર્તા તો નથી પણ એનો તું જ્ઞાતા ય નથી !! એને “જાણનાર' જ્ઞાન જુદું ને આત્માને જાણનાર જ્ઞાન” જુદું છે, બે જ્ઞાન (છે). અંદરમાં! જ્ઞાનની પર્યાય એકને ભાગલા બે પડ્યા છે અંદર!
એ વાત આપણે અહીંયાં સૂક્ષ્મ ચાલે છે!
અહા...હા! પર્યુષણ પર્વાધિરાજના દિવસો છે ને! એટલે રાગનું કર્તાપણું તો તું છોડી દે તું! એ તો “થવાયોગ્ય થાય છે.”—એનો કર્તા આત્મા ત્રણકાળમાં નથી. અશક્ય છે એવો પાઠ છે સમયસારમાં! કે “રાગને કરવાની શક્તિ, કોઈ ગુણ આત્મામાં નથી, કે રાગને ઉત્પન્ન કરે'- આહા! રાગને કરવાની શક્તિ, કોઈ ગુણ આત્મામાં નથી, કે રાગને ઉત્પન્ન કરે –આહા રાગને ઉત્પન્ન કરે એવી શક્તિ આત્મામાં નથી. જે ભાવે તીર્થકર કર્મની પ્રકૃતિનો બંધ થાય તેમાં નિમિત્તમાત્ર, સમ્યગ્દષ્ટિનો શુભભાવ થાય છે, માત્ર શુભભાવ થાય છે, એ શુભભાવનો કર્તા સમ્યગ્દષ્ટિ ધર્માત્મા છે નહીં. આહા! “કરવું” એ આત્માના સ્વભાવમાં (જ) નથી. આવો કોઈ ગુણ આત્મામાં નથી, કે એ રાગને ઉત્પન્ન કરે, તેની રચના કરે, શુભાશુભને કરે અને દુ:ખને ભોગવે, એવો આત્માનો સ્વભાવ નથી. તે વાત સાંભળી નથી માટે નથી? તે વાત સાંભળી નથી, સંતો પાસેથી, એટલે શું નથી? વસ્તુ નહીં ફરે, તારે ફરવું પડશે એમ ગુરુદેવ કહેતા હતા. હવે કર્તબુદ્ધિ તો, તું છોડ!
હવે, કર્તબુદ્ધિ કદાચિત મંદ પડી ગઈ હોય તો, બીજું એક ફસામણું, મોહરાજાએ મૂકયું છે એ પણ ફસામણું (છે). કદાચિત્ માનો કે તને સોનગઢના સંત મળી જાય અને તું કર્તા બુદ્ધિ છોડી દઈશ, તો તું એમ મારા સકંજામાંથી છૂટી જઈશ, એમ છે નહીં (મોહરાજા કહે છે) બીજો તને પકડી રાખે તેવો પોલીસ મૂક્યો છે આહા...! તને છૂટવા નહીં દે સંસારમાંથી, મોહરાજા કહે (તો તો ) મારા વસ્તી ઘટી જાય! માટે કદાચિત્ કર્તા નથી, અકર્તા છું-જ્ઞાતા છું. પુણ્ય પાપનો જ્ઞાતા, વિશ્વનો જ્ઞાતા, છ દ્રવ્યનો જ્ઞાતા, નવતત્ત્વનો જ્ઞાતા!
આહા! મોહરાજા કહે, આમાંથી (પરના જ્ઞાતામાંથી) તને છૂટવાનું મુશ્કેલ થશે. કોઈ વિરલો છટકશે ! છટકે તો છે, છટકીને કેટલાક પરમાત્મા પણ થઈ ગયા! દર છ મહિના ને આઠ સમયે, છસોને આઠ જીવો, મોક્ષમાં જાય છે.
શ્રી કુંદકુંદભગવાનને બે હજાર વર્ષ થયાં, બે હજાર વરસમાં પાંત્રીસ લાખ જીવ સિદ્ધ પરમાત્મા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com