________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૧૧૦ છે? (ગુર્દેવે કહ્યું:) કોણે કહ્યું પર્યાય હેય છે? પર દ્રવ્ય છે? પર્યાય (તો) આત્મા છે. ગુરુદેવ કહે ! ચોખવટ કરાવવા માટે સમજી ગયા?
કે જ્ઞાનની પર્યાયને ઉડાડશો તો આત્માનો અનુભવ નહીં થાય. અને બહુ વધારશો તો તમને ચીજ મળશે નહીં. હા..કાચો પારો છે “આ”. એમને એમ “હળદરના ગાંઠિયે” કાંઈ ગાંધી થવાય એવું નથી.
પછી....એવું ચાલતુંતું બધું! ગુરુદેવ પાસે વાત આવે. ચર્ચાઓ થાય! કે આવો એક બનાવ મુંબઈમાં બની ગયો છે! મારી પાસે પણ એ વાત તો આવવા મંડી. એમાં યોગાનુયોગ મારે મુંબઈ જાવાનું થયું, મારા કામે, થોડો ટાઈમ રહેવા માટે, બાપુજી ની હારે ચર્ચા થઈ. બાપુજી! વો તો આવું ચાલે છે. કે તું તારે સ્પષ્ટીકરણ કરી દે તો બસ! આહા! મેં કહ્યું: સ્પષ્ટીકરણ તો કરીશ, પણ જો ઈ સાંભળવા આવશે ને...તો તો સુલટી જશે, પણ સાંભળવા નો આવે તો લાચાર! પણ અમારી છાપ, ઓલી દષ્ટિપ્રધાન કથનને કે આ તો એકલી દષ્ટિની વાત કરે છે, આપણે બધાંએ જાવું ત્યાં, પર્યાયની વાત કરે ને ત્યાં જવાય જ નહીં. ત્યાં જવાય જ નહીં. ત્યાં જાયેય નહીં એ લોકો ! તો બધા આવવા માંડ્યા, હું તો રાજી થયો! હું.હું આવ્યા છે સાંભળવા તો વાંધો નહીં આવે! ત્રણ મહિના સુધી ચલાવ્યું કે ધ્યેયપૂર્વક mય એક સમયમાં થાય છે. એને બે સમય લાગતા નથી ! ધ્યેય, પર્યાયથી રહિત છે અને જ્ઞય થાય છે ઈ..પર્યાયથી સહિત છે, જ્ઞાનમાં આખો આત્મા જ્ઞય થઈ જાય છે. આહા..હા !
એ ત્રણ મહિના ચલાવ્યું ધ્યેયપૂર્વકલ્શય! ધ્યેયપૂર્વક જ્ઞય!—એ ત્રણ મહિના બરાબર ચલાવ્યું ને ઓલું ઓપરેશન કરતાં પહેલાં એના બધા ટેસ્ટીંગ થાતાં હોય પછી ઓપરેશન સકસેસ થાય, એમને એમ સર્જન ઓપરેશન કરે નહીં. (એમ) મને થયું કે હવે ઓપરેશન કરવાનો કાળ પાડ્યો છે, એમાં બાબુભાઈ ઝવેરીને ત્યાં મને જમવાનું કહ્યું! એટલે બધાય ઈ.ગ્રુપના તો આવે જ ને!
એમાં વચ્ચે એક ભાઈએ એમ કહ્યું કે આ પર્યાયની વાત શું કરો છો તમે? શય, યતો છે જ નહીં. મેં કહ્યું: સાંભળો તમે થોડોક ટાઈમ, સાંભળશો તો ખ્યાલ આવશે. પછી નરમ પડ્યા, પછી જમવાને વાર હતી અર્ધા કલાકની, પછી મેં કહ્યું, દાખલો આપ્યો. મેં કહ્યું ભાઈ જુઓ! હાથ માં બળતરા થતી હોય હાથમાં, તો ઈ બળતરા થાતી 'તી સહન ન થયું એટલે એ ગયા વૈદરાજ પાસે કે: આનો કંઈ ઉપાય..બતાવો? કે: આનો ઉપાય સહેલો છે. કે શું સહેલો છે? કહે બરફની પાટ ઉપર હાથ મૂકી ધો! બિલકુલ ઉષ્ણતા લાગશે નહીં ઠંડક! ઠંડક ! ઠંડક થઈ જશે. એમ દાખલો આપ્યો બધાને !
એમ.આ પર્યાયને સર્વથા ભિન્ન કહી છે જ્ઞાનની પર્યાયને, કોઈ અપેક્ષાએ દષ્ટિપ્રધાન કથનથી, પણ સ્યાદ્વાદની અપેક્ષાએ જ્ઞાનની પર્યાય આત્માથી સહિત છે ત્યારે જ અનુભવ થાય છે. જ્ઞાનની પર્યાય ચડી જાય છે. જ્ઞાનની પર્યાય અડી જાય છે પણ નહીં અડી આવી અડી જશે! અડે ખરી પણ ન અડે એવી! અભેદ થાય પણ સર્વથા અભેદ ન થાય! એવું અભેદ છે!!
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com