________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૧
પ્રવચન નં. - ૮ ઈ.સમજાવ્યું, હથિયાર હેઠા, ઓપરેશન સકસેસ થઈ ગયું! આ અમારી મોટી ભૂલ હતી, આ અમારી મોટી ભૂલ હતી ! પછી, બાબુભાઈ ગયા સોનગઢ સોનગઢમાં ગુરુદેવે બાબુભાઈને ઉઘડા લીધા! શું આ કરો છો બાબુભાઈ ? શું ચાલે છે? કે સાહેબ ! હવે તો આપે લાલચંદભાઈને મોકલ્યા છે ને એટલે અમે સવળા થઈ ગયા છીએ. કેવી રીતે થયા સવળા? કહે-લાલચંદભાઈએ તો આમ દષ્ટાંત આપ્યો ! એમ.લાલભાઈ એ આવો દષ્ટાંત આપ્યો ! એમ કહીને એના ખભા ઉપર હાથ મૂક્યો, ગુરુદેવ રાજી થ્યા! આહા..હા! આવો પણ બનાવ બની ગયો!
એમ.એકલા દષ્ટિના વિષયથી અનુભવ ન થાય, દષ્ટિના વિષય સાથે જ્ઞાન પણ આવે છે-સમ્યજ્ઞાન પ્રગટ થાય છે. આત્મામાં સ્યાદવાદનો અભાવ પણ....આત્મજ્ઞાનમાં ચાવ્યાજનો સભાવ છે !!
(શ્રોતાઃ) એક વાર ગુરુદેવે પરીક્ષા લીધી હતી, કર્તા થયો? (ઉત્તર) હા, ગુરુદેવે પરીક્ષા લીધી હતી બરાબર છે.
શું કહ્યું પ્રભુ? આતો કોઈ..અપૂર્વ વાત છે! શાંતિથી...ધીરજથી મધ્યસ્થ થઈને, કેવળ પોતાનું હિત કરી લેવું છે. પક્ષપાત છોડી ને પોતે સમજે તો સમજાય તેવું છે. આ દષ્ટાંત શા માટે દીધો અમારી પ્રશંસા માટે નહીં!
પણ, દષ્ટિપૂર્વક જ્ઞાન પ્રગટ થાય..થાયને...થાય જ ! આહાહા!
હવે કહે છે, “વસ્તુસ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી” શું કહ્યું? વસ્તુનો જે સ્વભાવ, વસ્તુ એટલે દ્રવ્ય, દ્રવ્યને વસ્તુ કહેવાય, જ્ઞાનગુણને પણ વસ્તુ કહેવાય, જ્ઞાનની પર્યાયને પણ વસ્તુ કહેવાય. (પર્યાય ) અવસ્તુ નથી આહા ! સમયવર્તી છે પણ વસ્તુ છે. એકસમય પૂરતું, પણ સત્ છે, અસત્ત નથી ! જ્ઞાનની પર્યાય છે એમાં આત્મા જણાય છે.
જો, જ્ઞાનની પર્યાયને ઉડાડશો તો બાળ-ગોપાળ સૌને ભગવાન આત્મા અનુભવમાં આવે છે, એ સૂત્ર ખોટું પડશે. આહા...હા ! અહીંયાં કહે છે “વસ્તુસ્વભાવવસ્તુનો સ્વભાવ! એટલે દ્રવ્ય, ગુણ ને પર્યાય ત્રણેય લેવા ( સમજવા.) આહા! જેમ દીવામાં, પ્રકાશક, પ્રકાશ અને પ્રકાશ્ય ઈ...અભેદ દીવામાં જ છે, એનું પ્રકાશ્ય ઘટપટ નથી. એની (દીવાની) અંદર ત્રણ ધર્મો છે, એમ આત્મામાં ત્રણ ધર્મો છે, -જ્ઞાતા જ્ઞાનને શેય!
વસ્તુસ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી' (એટલે કરી શકાતો) નહીં હોવાથી, આત્મામાં જે જ્ઞાન ઉત્પન્ન ( પ્રગટ) થાય છે, ઈ...શયથી (પરશેયથી) ઉત્પન્ન થતું નથી, એ જ્ઞાન તો આત્માથી જ ઉત્પન્ન થાય છે. આત્માથી ઉત્પન્ન થતું હોવાથી, આત્મા જ એ જ્ઞાનનો કર્તા છે. અને (પર) શયથી જ્ઞાન ઉત્પન્ન થતું નથી માટે (પર) જ્ઞય કર્તા અને અહીંયાં જ્ઞાનની પર્યાય, (પર) જ્ઞયનું કર્મ થઈ જાય, એમ ત્રણકાળમાં બનતું નથી.
ફરી ને....(શ્રોતા ) બે-ચાર વાર કહેશો ત્યારે સમજાશે! (ઉત્તર) બરાબર છે. ઈ સમજવાની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com