________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧૯
પ્રવચન નં. - ૧
એટલે ગાંધીજીએ એમ કહ્યું કે તું એની વાત સાંભળમાં એમ. એ મેળે મેળે થાકી જશે. એમ ગુરુદેવ! જ્યારે એમનો ઉદય થયો, ત્યારે મોટી હલચલ મચી ગઈ. છાપાઓમાં આહા ! ખૂબ આવે. આહા....હા! સ્થાનકવાસી, શ્વેતાંબરે કર્યો પહેલો હલ્લો અને પછી દિગમ્બરે હલ્લો કર્યો આહાહા! ત્યાગી અને વિદ્વાનોએ ય હલ્લો કર્યો બહુ!!
તો.....એ લોકો જવાબની રાહ જોયા કરે, એ જવાબની રાહ જોયા કરે કે એનાં ‘આત્મધર્મ' માં આપણી વિરુદ્ધ કાંઈક પણ આવશે હવે, આપણે એને ઉશ્કરીએ તો કાંઈક જવાબ તો આપશે ને! એમ કરતાં કરતાં.....સુરેન્દ્રનગરમાં એક ભાઈ કાદવ ઉછાળે, ગુરુદેવ વિરુદ્ધ! એમાં રામજીભાઈ એક વખત તૈયાર થઈ ગ્યા. ગુરુદેવને કહે હું સુરેન્દ્રનગર જાઉં છું, કેમ ભાઈ, જાવ છો સુરેન્દ્રનગર? શું એના મનમાં સમજે છે આપણા વિરુદ્ધ! બેસી જાવ, શાંતિથી બેસી જાવ! કાંઈ આપણે સુરેન્દ્રનગર જાવું નથી. એ તો વકીલને મૂળ, સમજી ગ્યા. ફાઈટ આપે હોં! આહા...હા! સૌરાષ્ટ્રમાં પહેલો નંબર વકીલ તરીકેનો, પ્રમાણિક મુરબ્બી રામજીભાઈ ! શાંતિ રાખો, આપણે કાંઈ કહેવું નથી, એની મેળે બધું શાંત થઈ જશે.
કોઈ દિવસ ગુરુદેવે પ્રત્યુત્તર, વિરોધી જીવોને, આપ્યો જ નથી ! આ હા હા ! કરુણા કરે અરે! એને સમજાતું નથીને એટલે વિરોધ કરે છે. આહા...હા ! જ્યારે સમજાશે ત્યારે વિરોધ એની મેળે મટી જશે ! આહાહા ! એવા બનાવ તો ગુરુદેવ ઉપર અવારનવાર બન્યા ! મુંબઈમાં પણ એક બનાવ બનેલો, ઈ તો બન્યા જ કરે ! સમજી ગ્યા ? હંમેશા જ્ઞાનીઓ જ્યારે પાકે છે ને ત્યારે સત્ય વાત કહે છે ત્યારે અસત્યના આગ્રહવાળા પણ હોય ને! વ્યવહારના પક્ષવાળા !! આહા ! એને ગમે ક્યાંથી ? એટલે વિરોધ તો કરે !
પછી, એક જણાએ કહ્યું અહા! આ એની જે પોલીસી છે, જવાબ ન આપવાની, એમાં એની જીત થઈ ગઈ. જો ઈ જવાબ આપત તો ઈ હારી જાત! આ ગુરુદેવ એટલે બહુ (વિચિક્ષણ ) ઈ આપણે શું? આપણે તો બસ! બીજું કાંઈ આપણું કામ નથી. એ આપણને કયાં કહે છે? અમે કયાં એને સાંભળીએ છીએ !
આહાહા ! એમ કરીને પોતે-પોતામાં રહેતા' તા! એની મેળે શાંતિ બધું થઈ ગ્યું આસ્તે આસ્તે ! એટલે બધું શાંત શાંત થઈ ગયું.
એને માટે અહીં ભગવાન કહે છેઃ તને કયાં કોઈ (કાંઈ ) કહે છે? તું શું કામ માથે ઓઢી લે છે? મફતનો દુ:ખી થાશ! મને કહ્યું, હું આમ કહું, મને આમ કહ્યું, હવે આમ કરી નાખું, હું આમ કરી નાખું. સામે પત્ર લખી નાખું ને! કોર્ટમાં જાઉંને નોટીસ આપું ને!
અરે! રહેવા દે ને તને કાંઈ કહેતા નથી, આચાર્ય ભગવાન કહે છે. તને કાંઈ કહ્યું નથી. કે સાહેબ! પણ મને કહ્યું છે ને? કે તને કહ્યું નથી. તું મતનો અજ્ઞાની થઈને (માને છે કે) મને કહ્યું, મને કહ્યું, મને કહ્યું,! ને દુઃખી થઈ રહ્યો છો! સુખી થાવું હોય તો મને ( કોઈ ) કાંઈ કહેતા નથી. મને કાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com