________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૨૦ નથી. કાનનો મારામાં અભાવ! દ્રવ્ય ઇન્દ્રિયનો મારામાં અભાવ! અને ભાવ ઇન્દ્રિયનો ઉઘાડ, જે શબ્દને ગ્રહણ કરે એટલે જાણે ગ્રહણ કરે એટલે જાણે, શબ્દને જાણે છે કોણ? ભાવ ઇન્દ્રિય! આત્મા કે આત્માનું જ્ઞાન, શબ્દને જાણતું નથી અહા...હા !
તો તને ક્યાં કાંઈ કહે છે? શાંતિ રાખને મફતનો, એની મેળે બધું ઘીના ઠામમાં ઘી પડી રહેશે. તું તારું કામ કરને! અહા ! પોતે, પોતાનું કામ કરીને ચાલ્યા ગયા! અને આ પણ એક પ્રકારનો ઉપદેશ આપતા ગયા કે કોઈ તારો વિરોધ કરે તો શાંતિ રાખજે, પ્રતિકાર કરીશમાં ! આહા...હા ! જો પ્રતિકાર કરીશ તો તો ઈ વધારે થાશે, લડાઈ જામશે. આહા...હા !
પણ હવે એ લાઈન લેવી-અપનાવવી, એ કાંઈ સાધારણ વાત નથી. સમતાના ઘરમાં બેઠું રહેવું અને વિષમભાવ થવા દેવો નહીં અહાહા ! હું તો જાણનાર છું, મને તો કાંઈ કહેતા નથી. અને જેને કહે છે એ કાંઈ શરીર તો મારું છે નહીં. મારા આત્માને તો દેખતા નથી, કોને કહે છે? થઈ રહ્યું! થોડા ટાઈમમાં તો એ થાકી જશે બિચારો! બોલી બોલીને ઓલી સાસુ થાકી ગઈને, વાલામૂઈ, બોલતી નથી કાંઈ? ત્રણ, ત્રણ દિ થયાં હું તને કહું છું (વધુ) બરાબર તમારી વાત, એક શબ્દ બોલે નહીં, (સાસુ) થાકી ગઈ. એમ બધા થાકી જવાના છે. આહા....! ઈર્ષાની આગથી, શું થાય ને શું ન થાય? તે કહી શકાય નહીં, અજ્ઞાની શું કરે ને શું ન કરે, કોઈ એનો પત્તો નહીં. ટોડરમલ્લજી જેવા ( જ્ઞાની સાધક) એને હાથી નીચે જુઓને, એની સ્થિતિ, એ તો ઘણી, આમ ઘણી સ્થિતિ આવી.
ભૂતકાળમાં (ના પ્રસંગો) પ્રથમાનુયોગ વાંચીએ આપણે, તો એવો ઉપસર્ગ તો આવ્યા જ કરે જ્ઞાનીઓ ઉપર, આવે ! અહાહા! અરે, મારા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવમાં પરનો પ્રવેશ નથી.
પરિણામનો ય પ્રવેશ નથી, તો પરના શબ્દનો પ્રવેશ (ક્યાંથી થાય?) અને એનાં છાપામાં છાપે તો એનાં કાગળ બગડે ને શાહી બગડે, મને શું લેવા-દેવા! તો એને જાણતો ય નથી. (ઉપસર્ગ) સમયે શાસ્ત્ર વાંચજે, શાસ્ત્રનો સ્વાધ્યાય કરીશ તો શાંતિ થઈ જશે તને ! આહાહા ! આવું સંસારમાં તો ચાલ્યા જ કરે !
આહાહા! અરે! માનસિક શાંતિ પણ આમાં આવે અને આત્મિક શાંતિ પણ અંદર.. ઊંડો ઊતરે તો કામ થઈ જાય!
વખત થઈ ગ્યો! આજ ક્ષમાનો દિવસ છે ને આજે, આ ક્ષમાની વાત આવી, વ્યવહાર ક્ષમા હોં?
“પરલક્ષઅભાવાત્ ચંચલતારહિતમ્ અચલમ્ જ્ઞાનમ્” (શ્રી તત્ત્વજ્ઞાન તરંગિણી કલશ-૪૨, શુભચંદ્ર આચાર્યરચિત)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com