________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી સમયસારાય નમ: શ્રી. સબયાસા.૨, ગાથા. ૩૭૩-૩૮૨
તા. ૧૪/૯/૯૧ જામનગર પ્રવચન ન. ૨
પર્વાધિરાજના માંગલિક દિવસો છે. એમાં આત્માની આરાધના કરવાના દિવસો છે. અનંતકાળથી પોતે પોતાની વિરાધના કરી છે. પરની વિરાધના તો કરી શકાતી નથી, પરંતુ પોતે પોતાને ભૂલી જવું-પોતાને “લક્ષમાં' ન લેવો-શુદ્ધ આત્માને જ્ઞાન અને શ્રદ્ધામાં ન લેવો એના જેવો દોષ-અપરાધ (બીજો) કાંઈ આ દુનિયામાં નથી. (અને) તે અનંત દુઃખનું કારણ છે.
પોતાને ભૂલીને પરને પોતાના માનવા એવી મિથ્યાજ્ઞાન એવી અવસ્થા આત્માને અનંતકાળથી છે. એનો અભાવ કેમ થાય. એની વિધિ સમયસારમાં છે.
દશલક્ષણ પર્વ મુખ્યપણે મુનિરાજને ચારિત્ર દશાના ભેદો છે. એના ઉપરનાં ગુરુદેવનાં વ્યાખ્યાનો છપાઈ ગયા છે. તો થોડું પહેલાં (દશલક્ષણ) એના ઉપર લેવાનું છે.
આજે દશલક્ષણ પર્વનો બીજો દિવસ છે. ગઈકાલે ઉત્તમ ક્ષમાધર્મનો દિવસ હતો. આજે ઉત્તમ માર્દવધર્મનો દિવસ છે. સનાતન જૈનધર્મના અનાદિ નિયમ પ્રમાણે આ ભાદરવા સુદ પાંચમથી ચૌદશ સુધીના દિવસોને દશલક્ષણપર્વ કહેવાય છે. અને તેજ સાચા પર્યુષણ છે. આજે ઉત્તમ માર્દવ ધર્મનો દિવસ હોવાથી; ક્રોધ-માન-માયા-લોભ (તેમાં) ક્રોધને જીતે તો ઉત્તમ ક્ષમાં પ્રગટ થાય છે. માનને જીતે તો ઉત્તમ માર્દવ ધર્મ પ્રગટ થાય છે.
પદ્મનંદી પંચવિશતીમાંથી તેનું વર્ણન થાય છે. તેના વર્ણનના બે શ્લોક છે. ઉત્તમ માર્દવ એટલે ઉત્તમ નિરાભિમાનતા માન રહિતની વીતરાગી દશા. સમ્યગ્દર્શન સહિત નિરાભિમાનતા તે ઉત્તમ માર્યવધર્મ છે. ઉત્તમ ક્ષમા, માર્દવ વગેરે દશધર્મો સમ્યગ્દર્શન સહિત જીવને હોય છે. આ ચારિત્રનાં ભેદ છે.
શ્લોક છે તેનો અર્થ:- ઉત્તમ જાતિ, કુળ, બળ, જ્ઞાન વગેરેના અભિમાનનો ત્યાગ તે માર્દવ છે. આ માર્દવ ધર્મનું અંગ છે. જેઓ પોતાની સમ્યજ્ઞાન રૂપી દષ્ટિ થી સમસ્ત જગતને સ્વપ્ન અને ઇન્દ્રજાળની સમાન દેખે છે. જ્ઞાનીઓ જગતનાં પદાર્થો ને (ઇન્દ્રજાળ) સમાન જુએ છે. (માનો કે) એ બધું ઇન્દ્રજાળ કેમ ન હોય ! અને એ દેખાય, તેમ આ બધું બાહ્યપદાર્થો અમને (ઇન્દ્રજાળસ્વરૂપે) દેખાણાં છે. અમારામાં એનો અભાવ છે. એને અમે દેખતા નથી. એ ઇન્દ્રજાળ સમાન છે. ઇન્દ્રજાળ એ સ્વપ્ના જેવું છે.
એક વખત સોગાનીજીને એક મુમુક્ષુ ભાઈએ પ્રશ્ન કર્યો !! આ બધું તમે, વ્યાખ્યાન આપો છો. સમજાવો છો: એમાં તમારો રસ છે. (તમને) ગમે છે. એમ કરીને ઘણી ટીકા કરી. (સોગાનીજી) તેને કહે! અમને (તો) આ (ચર્ચા) સ્વપ્ન દેખાય છે. (અમને) જાગૃત અવસ્થામાં આ કાંઈ ( જણાતું ) દેખાતું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com