________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૧૮ એક બનાવ એવો બન્યો, આ દાખલો આપું તો ખ્યાલ આવે કે શું છે પરિસ્થિતિ ! પરિસ્થિતિ શું છે આ? કે સાસુ વહુનો ઝઘડો રોજ થાય, અગાઉ ના કાળમાં, હવે તો ફેરફાર થઈ ગ્યો! હવે ઝઘડો થાય તો વહુ કહે મારે જુદું થવું છે. એટલે જુદા થઈ જાય પછી તો ઝઘડો મટી જાય, અત્યારે તો સંયુક્ત કુટુંબ જેવું કાંઈ છે નહીં, ક્યાંક ક્યાંક છે હજી આહા...હા! બહુ ઝઘડો થાય, બહુ બહુ ઝઘડો થાય અને સાસુ બોલે અને વહુ પણ પાછું ફટકારે ! સામસામા ! પછી વહુ થાકી. તે એક જ્યોતિષી પાસે ગઈ, કે ભઈ આ મારી સાસુ મને બહુ દુઃખ આપે છે. કહે કે શું થાય છે? તું ઈતિહાસ કહે મને. ઈ કહે કે ઈ બે બોલે તો હું ચાર બોલું-ઈ બે શબ્દ બોલે. તો એની સામે હું ચાર ફટકારું! ઠીક, આ ઝઘડો ચાલુ છે કેટલાક ટાઈમથી છે! ઘણાં ટાઈમથી ચાલુ છે, આનો કંઈક ઉપાય તમે બતાવો. મારે તો સુખી થાવું છે.
તો કહે કે જો હું તને એક દોરો કરીને આપું છું ને! એનો હું તને કહું એમ પ્રયોગ કરજે. મંત્ર-તંત્ર કાંઈ હતું નહીં, એણે ગાંઠો વાળી-સાત ગાંઠ વાળી ને એટલે ગાંઠ તો મોટી (જાડી) થાય ને, આ મંત્રેલી ગાંઠ છે, ઈ જ્યારે બોલે ત્યારે તારે બે દાઢની વચ્ચે આને દબાવી રાખવી, જરાય પોચી કરવા દઈશ મા, તો કર્યો પ્રયોગ એણે તો, જઈને. ઓલી (સાસુ) બોલ્યા કરે, બોલ્યા કરે અગાઉના કાળમાં રાંડની-નભાઈ (કહે છતાં ) વહુ કાંઈ બોલતી નથી. કાંઈક મોઢામાંથી ફાટને! ને બે દિ, ચાર દિ ઓલી (સાસુ) બોલવા મંડી પણ આણે એનો પ્રત્યુત્તર, આપે જ નહીં, ગાંઠ હતી તેને તો દબાવી રાખી એકદમ! થાકી ગઈ સાસુ, સાસુ થાકીને બંધ થઈ ગઈ અને એમાં (ઘરમાં) શાંતિ થઈ ગઈ.
કે: તને ક્યાં કાંઈ કહ્યું છે ! આચાર્ય ભગવાન કહે છે. વહુ ને કહે છે કે તને ક્યાં કાંઈ કહ્યું છે. શબ્દરૂપે પરિણમે તો ભલે પરિણમે. થાકીને બંધ થઈ જશે એની મે એમ, તારી કોઈ નિંદા અને સ્તુતિ કરતું હોય, તો ઈ શબ્દનો સ્વામી થઈશ મા ! મૌન રહેજે એમ. ગાંઠ પડી પણ મૌન રહેજે. આકુળો થાકી જશે.
એક વખત, પચાસ વર્ષ પહેલાની વાત છે. પચાસ, પંચાવન (આશરે) વર્ષ પહેલાં ગાંધીજીનો યુગ હતો. અને “હરિજન બંધુ' છાપું કાઢતા હતા. પોતે જ લેખ આમાં લખે. અઠવાડિક ! તો એક ગામડાની અંદર, કોઈ સેવક હતો. પ્રમાણિક સેવાભાવી! હવે એના પ્રત્યેની એની વાહ વાહ તો થાય. સેવા કરે એની વાહ વાહ તો થાય કે નહીં? એટલે કેટલાકને ગમે નહીં. ઇર્ષ્યા થઈ ગઈ, કે આને કેમ પાડી દઉં હવે ઇર્ષ્યાનો ધંધો એવો છે, એના પુણ્યના ઉદયને સહન કરી શકે નહીં. એટલે એના ઉપર આક્ષેપ મૂકવા મંડયા બધા ભેગાં થઈને કે આ ચોરી કરે છે ને ખાય જાય છે પૈસા ને આમ ને તેમ, ખૂબ એને હેરાન કરવા મંડયા. એટલે એણે પત્ર લખ્યો ગાંધીજીને કે હું પ્રમાણીકપણે સેવા કરું છું ગામની. આમ છતાં મારા ઉપર આ લોકો ખૂબ ખોટા આરોપ મૂકે છે ને મને હેરાન કરે છે. આનો ઉપાય શું? એ કૃપાકરી મને લખો એટલે ગાંધીજીએ બે લીટીમાં ઉપાય કહ્યો કે એનો તારે કાંઈ બચાવ કરવો નહીં, સ્વીકાર કરવો નહીં. બોલતાં બોલતાં બોલવા દ્યો એ થાકી જશે-એની મેળે થાકી જશે. ઈ મહિનો–મહિના ચાર મહિના થયા કે થાકી ગયા બધાં! સમજાણું?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com