________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૧
પ્રવચન નં. - ૪ હું પરને જાણતો નથી. આ પ્રતિમાના દર્શન કરવા ઊભા રહે ને! આપણે ઊભા રહીએ ત્યારે એ ચક્ષુ ઇન્દ્રિય પ્રતિમાના દર્શન કરે છે, હું તો મારા પરમાત્માના દર્શન કરું છું !
આહાહા! અંતરમાં ઉત્પન્ન થતો જે જ્ઞાન ઉપયોગ એમાં જાણનાર જણાય છે, એ ઉપયોગમાં પ્રતિમા જણાતા નથી! પ્રતિમા જણાય છે એટલી વાત સાચી, પણ એ ચક્ષુઇન્દ્રિયનો વિષય છે, બહિર્મુખ જ્ઞાનનો વિષય છે, અંતર્મુખ જ્ઞાનનો વિષય તો નિજ પરમાત્મા છે!
આહા! પરમાત્મા બે જગાએ છે, પરમાત્મા એક જગાએ નથી ! એ પરમાત્મા છે ને! આહા...હા ! એ આ પરમાત્માથી ભિન્ન છે અને એ પરમાત્માને જાણનારું જે જ્ઞાન, એ મારા જ્ઞાનથી ભિન્ન છે! ચક્ષુ-ઇન્દ્રિય દર્શન કરે છે, ચક્ષુઈન્દ્રિય દર્શન કરે ત્યારે એને શુભ ભાવ થાય છે... પણ મારું જ્ઞાન, મારા આત્માને જાણે છે તેથી મારામાં શુભભાવ થતો નથી ! શુભભાવનું કારણ ચક્ષુ-ઇન્દ્રિય છે. આત્મજ્ઞાન, રાગનું કારણ ન થાય!!
બે ભાગ છે. ઇન્દ્રિયજ્ઞાન અને અતીન્દ્રિયજ્ઞાનમય આત્માના બે ભાગ છે! કહે છે કેટલાક...કે આ વાત અંદરની નવી (છે) ! નવી તો નથી, જુની જ છે આહા ! ગુરુદેવ! ખૂબ આ વાતનું સ્પષ્ટીકરણ કરી ગયા છે. (કહે છે કે, ભગવાન! તારી પાસે પર પદાર્થને જાણવાની કોઈ ચહ્યું જ નથી. તારી પાસે બે (જ) ચક્ષુ છે. એક દ્રવ્યને જાણે અને (એક) કાં પર્યાયને જાણે ! એનાથી આગળ તારી પાસે કોઈ જ્ઞાન છે નહીં, અને છતાં તું એમ જાણતો હો-માનતો હો (કે) “હું પરને જાણું છું” તો એ દિગમ્બર જૈન નથી એટલે કે અજૈન છે એટલે કે મિથ્યાદષ્ટિ છે!! મને પરને જાણવા જતા મારો ભગવાન આત્મા ભૂલી જવાશે.
ત્યારે, શું દર્શન કરવાના બંધ કરી દેવા? અરે! ભાઈ, બંધ કરવાની વાત નથી, બંધ કરવાની તારામાં શક્તિ નથી, ઇન્દ્રિયજ્ઞાનને ઉત્પન્ન કરવાની શક્તિ નથી, માટે રોકવાની શક્તિ પણ તારામાં નથી અને વધારવાની શક્તિ પણ તારામાં નથી અને એનો અભાવ કરવાની શક્તિ પણ તારામાં નથી તારું કર્તવ્ય નથી. ઇન્દ્રિયજ્ઞાનને, ઇન્દ્રિયજ્ઞાનનું કામ કરવા દે! સાધકને ઈન્દ્રિયજ્ઞાન તો છે...ઈ એનું કામ કરે છે. હું મારું કામ કરું છું !!
આહા ! ઇન્દ્રિયજ્ઞાન, મારા કામમાં બાધક કંઈ થતું નથી અને હું મારું કામ કરું તેથી ઇન્દ્રિયજ્ઞાનનો અભાવ થાય, એમ પણ છે નહીં. એનાં “સ્વકાળે” એનું કામ કરશે. કાળ થશે (પાકશેત્યારે અભાવ થઈને કેવળજ્ઞાન થઈ જશે. આહા...હા ! એ સ્વયંકૃત છે. જીવકૃત નથી.
અહીંયા (કપાળ) કાપા થઈ જાય એવી વાત છે, થોડી ઝીણી છે! એમના ચહેરા ઉપરથી ખ્યાલ આવી જાય-ચહેરા ઉપરથી ખ્યાલ આવી જાય! ઝીણી છે, બહુ ઝીણી છે !! વાત સાચી છે (પરંતુ) ઝીણીનો અર્થ, ન સમજાય-એવો અર્થ નથી. ઝીણી છે એટલે આપણા ઉપયોગને એકાગ્ર કરીને (સમજવું!) આ (સૂક્ષ્મતત્ત્વ) આચાર્યભગવાન સમજાવવા માગે છે, એને સમજવામાં ઉપયોગ આપણે લગાવવો, તો ઉપયોગ સૂક્ષ્મ થઈ જશે, અને જણાઈ જશે અને આગળ જતાં આત્મા પણ જણાશે તને! આત્માનો અનુભવ કરવાની વિધિ બતાવી છે!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com