________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
આહા! ઇન્દ્રિયજ્ઞાન બહાર રખડે છે-રખડુ છે! ઇન્દ્રિયજ્ઞાન રખડુ છે! અરે ! ઇન્દ્રિયજ્ઞાન વ્યભિચારી છે. શું કહ્યું? ઇન્દ્રિયજ્ઞાન પરના સંગે થાય છે. આત્મજ્ઞાન, આત્માના સંગે થાય છે, એને પરના સંગની જરૂર નથી.
આહાહા! “ચક્ષુ-ઇન્દ્રિયના વિષયમાં આવેલા રૂપને ગ્રહવા જતો નથી.” જાણવા જતો નથી ! રૂપ કહેતું નથી કે તું મને જાણ ! અને આત્મા (પણ) પોતાને જાણવાનું છોડીને એને જાણવા જતો નથી. આવી સ્થિતિ છે આહા! આવી સ્થિતિ છે! સ્વીકાર કરે તો અનુભવ થાય, એવી સ્થિતિ છે.
ચાર ગાથા થઈ, પાંચમી ગાથા ગંધની (છે). પહેલાં આ આવ્યું (કર્ણ) પછી (ચક્ષુ), આ આવ્યું હવે (નાક) ! આત્માને નાક નથી, આત્મા નાક વિનાનો છે! એટલે દુર્ગધ અને સુગંધ એને જાણતો નથી. (નાક વિનાનો કહ્યો તો) આ સારા સેન્સમાં છે હોં? સમાજની વાત નથી. આનાક એટલે આ જે દ્રવ્ય ઇન્દ્રિય છે ને! જડ ઇન્દ્રિય એનો તો આત્મામાં અભાવ છે અને અહીંયાં જે ઉઘાડ છે જે સુગંધ-દુર્ગધ જાણવાનો, એ (ઉઘાડ) સુગંધને જાણે, દુર્ગધને જાણે એ ઇન્દ્રિયજ્ઞાન પણ (એ) આત્માને જાણે નહીં.
અશુભ અથવા શુભ ગંધ તને એમ નથી કહેતી કે “તું મને સુંઘ': અને આત્મા પણ ઘાણંદ્રિયના વિષયમાં આવેલી ગંધને (પોતાના સ્થાનથી વ્યુત થઈને) ગ્રહવા જતો નથી.”
અશુભ અથવા શુભ ગંધ તને એમ નથી કહતી કે “તું મને સૂંઘ –પદાર્થ એમ કહેતા નથી કે તું મને સૂંઘ અને આત્મા પણ આહા...! અંદર આત્મા બિરાજમાન છે. આ દ્રવ્ય ઇન્દ્રિયથી ભિન્ન! ક્ષયોપશમના ઉઘાડથી પણ ભિન્ન! અતીન્દ્રિય જ્ઞાનમય આત્મા અંદર બિરાજમાન છે–બધાના આત્માની વાત ચાલે છે. આહા! “ગંધ એમ નથી કહેતી કે “તું મને સુંઘ” અને આત્મા પણ ઘાણઇન્દ્રિયના વિષયમાં આવેલી ગંધને ' જુઓ! એ નાકનો વિષય છે, જ્ઞાનનો વિષય નથી.
મને સુગંધ આવી!” “મને દુર્ગધ આવી' મને એટલે કોને? મને એટલે કોને! શરીરને! નાકને! ઇન્દ્રિયજ્ઞાનને ! આત્માને ! અહા ! મને એટલે કોને? ગંધ કોને આવે છે? ગંધનો જ્ઞાતા કોણ થયો છે? કે આત્મા! કે આત્મા ગંધનો જ્ઞાતા નથી! અપૂર્વ વાત છે અસાધારણ (વાત છે) ! ગુરુદેવ કહેતા હતા-કોઈ વખતે એવી સૂક્ષ્મ વાત આવે (તો)
સમજાય એટલું સમજો (બાપુ) બીજો તો ઉપાય નથી ”—એ કહેતા હતા, જ્યારે...સૂક્ષ્મ આવે કોઈ વાત! “સમજાય એટલું સમજો ” –સમજવા જેવી તો છે આ વાત!
આહા....હા! “ગંધ એમ કહેતી નથી કે તું મને સૂંઘ અને આત્મા પણ...' ઘાણઇન્દ્રિયના વિષયમાં આવેલી ગંધનેભાવઇન્દ્રિય એને જાણે છે (ગંધને) અને ભાવ ઇન્દ્રિયમાં એ જણાય છે. ભાવેંદ્રિય એને-ગંધને જાણે છે, આત્માને જાણતી નથી. ગંધ છે એ ભાવેન્દ્રિય માં શેય થાય છે, આત્મામાં જ્ઞય થતું નથી. આત્મામાં તો “જ્ઞાયક' શેય થાય છે, ગંધ ય થતું નથી.
એ ગંધ જ્ઞય તો ખરું કે નહીં? કેવું? પ્રશ્ન મોટો ! ગંધ, mય તો ખરું ને? એ કેનું mય છે? એની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com