________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૩
પ્રવચન નં. – ૪ ઊંડી મીમાંસા (તો) કર, તો અંદરમાંથી નીકળશે કે, ઘાણઇન્દ્રિયનું જ્ઞય છે, મારા જ્ઞાનનું શેય થતું નથી ! અત્યાર સુધી થયું નથી ! (માત્ર!) તને ભ્રાંતિ થઈ ગઈ છે, તારા જ્ઞાનનું જ્ઞય તો ત્રિકાળી આત્મા’ થયા કરે છે. આબાળ-ગોપાળ સૌને ભગવાન આત્મા જણાયા કરે છે ! એટલે શય થયા કરે છે! જણાયા કરે છે !! એનો અર્થ શું? ( જ્ઞાયક) જ્ઞય થયા કરે છે અને ગંધ ” જ્ઞય થતી નથી, રૂપ” જ્ઞય થતું નથી, “શબ્દ” જ્ઞય થતો નથી.
આહા! શબ્દની સાથે, રૂપની સાથે, ગંધની સાથે જ્ઞાતા-શેયના સંબંધનો ત્રિકાળ અભાવ છે અને આત્માની સાથે જ્ઞાતા-શેયના સંબંધનો ત્રિકાળ સભાવ છે. માને તો સમ્યગ્દર્શન! ન માને તો...( મિથ્યાદર્શન તો છે જ અનાદિનું!) ત્રિકાળ સભાવ છે જ્ઞાનમાં જ્ઞાયક જણાયા જ કરે છે અને જ્ઞાન એને જાણ્યા જ કરે છે, મારા આત્માને પરપદાર્થોની સાથે જ્ઞાતા-શેયનો સંબંધ ત્રિકાળ અભાવરૂપ છે.
અહા! મારો આત્મા-જ્ઞાતા ભૂતકાળમાં થયો નથી (પર) શયનો, વર્તમાનમાં (પર) મારું ય નથી અને ભવિષ્યકાળે પણ પરપદાર્થ મારું ય થવાનું નથી. એક વાત ઓલી બાજુથી-નાસ્તિની વાત કરી, હવે અસ્તિથી મારો આત્મા મારા જ્ઞાનમાં ભૂતકાળમાં શેય થયા કરતો હતો, વર્તમાનમાં થાય છે, અને ભવિષ્યકાળે પણ મારો આત્મા જ શેય રહેવાનો છે. તેનું નામ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન ને આલોચના કહેવામાં આવે છે, આ પ્રતિક્રમણ છે ખરું (સાચું) ! ઓલું શુભભાવ રૂપ હોય એ ઠીક છે! હવે એનાથી કંઈક આગળ વધવાની વાત
પહેલી (પ્રાથમિક) ચોપડીમાં ક્યાં સુધી રહેવું હવે? આ તો સર્વજ્ઞ ભગવાનના શ્રી મુખેથી નીકળેલી (ખરેલી) “3ૐકાર ધ્વનિ' સાંભળીને અહીં પધાર્યા કુંદકુંદઆચાર્ય અને આ ગાથા (ઓની) રચના કરી છે. સાક્ષાત્ કેવળી, શ્રુતકેવળી સમીપે આઠ દીવસ રહ્યા હતા, અનુભવ તો હતો-ભાવલિંગી મુનિ (રાજ) તો હતા, પણ વિશેષ એમને (તીર્થકરના) દર્શન કરવાનો ભાવ આવ્યો! વિરહુ લાગ્યો વિરહુ! અરિહંત અત્યારે (ભરતભૂમિમાં) નથી સાક્ષાત્ !
અહાહા ! દ્રવ્યઅરિહંત (આ ક્ષેત્રે) અત્યારે નથી, ભાવ અરિહંતતો છે દ્રવ્ય અરિહંતના દર્શન કરવાનો ભાવ આવ્યા અને યોગાનુયોગ કોઈ ( એવી) એની પાત્રતા હતી કે ત્યાં (મહાવિદેહ) પધાર્યા, આઠ દિવસ રહ્યા !
આત્મા જ જ્ઞાતા, આત્મા જ શેય અને આત્મા જ જ્ઞાન છે.
આત્માનું જ્ઞાન (છે), પરપદાર્થ આત્માના જ્ઞાનનું શય થઈ શકે જ નહીં, જો પર પદાર્થ એ જ્ઞાનનું ય થાય તો એ “કર્મ” થઈ જાય અને આત્મા એનો “કર્તા” થાય! એમ તો બનતું નથી. માટે, જ્ઞાતા-ૉય અહીંથી છૂટે નહીં, અહીંથી છૂટે તો ત્યાં થાયને? શું કહ્યું? આત્મા, આત્માને જાણવાનું છોડે (એટલે ) અહીં જ્ઞાતા શયનો સંબંધ તોડે, તો પરની સાથે ( જ્ઞાતાયસંબંધ) થાયને? અહીંથી (તો) જ્ઞાતાયનો સંબંધ તોડતો (તૂટતો) નથી, માટે પરપદાર્થની સાથે જ્ઞાતા-શયનો સંબંધ થઈ શકતો નથી. (સંબંધ).
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com