________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
થયો છે ને છોડે છે એમ પણ નથી.
આહા....હા ! ‘ નાસ્તિ સર્વોપિ સમ્બન્ધ: પદ્રવ્યાત્મતત્ત્વયો: ' (સ. સાર. કળશ ૨૦૦) આ આત્માને ૫૨૫દાર્થની સાથે કર્તાકર્મસંબંધ નથી, નિમિત્ત-નૈમિત્તિકસંબંધ નથી અને જ્ઞાતાશેયનો સંબંધ પણ નથી. એવો શ્લોક છે એના ઉપર પણ...ગુરુદેવના વ્યાખ્યાન થઈ ગયા છે. અહા....હા! ગુરુદેવ બધી વાત કરી ગયા છે.
(નાસ્તિ સર્વોપિ સમ્વન્ધ:) આ કોઈ નવી વાત આવે છે એમ છે નહીં, જૂની વાતને ઉભય રીતે રજૂ કરવામાં આવે છે, વાત તો જૂની છે નવી નથી. ધ્યાન નહોતું ખેચાતું તો ધ્યાન ખેંચવાનું ચાલે છે બસ ! કોઈ નવી વાત છે નહીં. લ્યો! આ ગંધનું (સ્પષ્ટીકરણ ) થઈ ગયું. ‘ઘ્રાણઇન્દ્રિયના વિષયમાં આવેલી ગંધને પોતાના સ્થાનથી ચ્યુત થઈને ગ્રહવા જતો નથી ’–વે આગળ ‘ ટીકા’ આવવાની છે ને! બહુ ઊંચા પ્રકાર (ની છે.) એમાં માલ બહુ ભર્યો છે!
૫૪
(આ પાંચ ગાથાનો અન્વયાર્થ લઈ ) આ ટૂંકાણમાં સિદ્ધાંત સિદ્ધ કર્યો, આ એક સિદ્ધાંત સિદ્ધ થઈ ગયો, પછી બધામાં એપ્લાય કરી દેવો.
અશુભ અથવા શુભ૨સ તને એમ નથી કહેતો-ખાટોમીઠો રસ, કેરી એમ નથી કહેતી કે મને તું ચાખ, ફૂલ એમ કહેતું નથી કે તું મને સૂંઘ! અને કેરીનો રસ, એમ નથી કહેતો કે આ ખાટું છે-મીઠું છે, આ દહીં ખાટું છે કે મીઠું છે એમ દહીં કહેતું નથી, કે સાકર કહેતી નથી કે આ મીઠી છે તું ચાખ મને, લીંબુ એમ કહેતું નથી કે તું મને ચાખ! કાંઈ સંબંધ જ નથી તારે ૫૨૫દાર્થની સાથે! ૫૨૫દાર્થની સાથે, સંબંધ માને છે અને ધારે છે-એ વિસંવાદની કથા છે. શરૂઆતમાં કહી દીધું ૫૨૫દાર્થની સાથે સંબંધ માને છે એ દુઃખદાયક છે એ વિસંવાદિની કથા છે. વિસંવાદિની કથા એટલે દુ:ખદાયક કથા છે. મને આની સાથે આવો સંબંધ છે. મને આની સાથે આવો સંબંધ છે, મારા આ ભાઈ છે નાના અને હું એનો મોટોભાઈ છું! બે ભાઈ વચ્ચે નાના-મોટાના સંબંધનો અભાવ છે. કોણ કોનો ભાઈ ? અહા ! કોણ કોના માતા અને કોણ કોના પિતા ? કોણ કોના ભાઈ? ગિની, ભાર્યા (આદિ સાથે ) કાંઈ લેવાદેવા નથી, જ્ઞાતા-શેયનો સંબંધ ત્યાં નથી.
(અરે! ભાઈ) જ્ઞાતા-શેયનો સંબંધ અહીં (સ્વમાં) છે જોઈ લે ને! આહાહા! ચાલુ છે... પહેલાં ભેદથી જો તો....અભેદમાં આવી જઈશ! હું જ જ્ઞાતા ને હું જ શેય છું!!
આ રસ, રસ ખાટો-મીઠો રસ એમ કહેતો નથી કે ‘તું મને ચાખ '; ઈ તો ન કહે ઠીક છે (કારણકે) જડ છે, પણ આત્મા તો એ રસ ચાખવા જાય કે નહીં? ન જાય. એ જીવ ચાખે છે? (ના.) અંદરમાં એક ઉઘાડ છે જે ભાવેંદ્રિયનો એનામાં એ જ્ઞાન (જાણવું) થાય છે-એનું જ્ઞાન આત્મામાં થતું નથી. આહાહા! ખાટામીઠા પદાર્થનું જ્ઞાન, આત્માને થતું નથી અને આત્મા એ ખાટું મીઠું છે એમ જાણવા જતો નથી.
અહાહા! એને કયાં ફુરસદ છે કે પોતાને જાણવાનું છોડીને, એને જાણવા જાય! પોતાને જાણવાનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com