________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પપ
પ્રવચન નં. – ૪ છોડે તો તો એને જાણવા જાય, પણ પોતે પોતાને જાણવાનું કોઈ કાળે પણ છોડતો નથી, છોડે તો આત્મા જડ (અચેતન) થઈ જાય-જ્ઞાન વિનાનો-લક્ષણ વિનાનો-ઉપયોગ વિનાનો થાય! ઠરવાની વાત છે હોં?
(શ્રોતા:) આમ આપણામાં “જ્ઞાન' શબ્દનો ઉપયોગ કરે ને, એટલે ગોટાળો થઈ ગયો! એનું નામ બીજું પાડવાની જરૂર હતી !
(ઉત્તર) એનું નામ શય જ છે. પ્રચલિત “જ્ઞાન” (શબ્દ) છે-ઇન્દ્રિયજ્ઞાન! બાકી છે તો “શય” (પરય), જ્ઞાન એમાં નથી! નામ નિક્ષેપ છે, ભાવનિક્ષેપ એમાં નથી. જેમ મહાવીર' નામ પાડ્યું હોય છોકરાનું પણ જ્યાં ઉંદર નીકળે ને ભાગે ! બિલાડી નીકળે તો ભાગે! (અરે!) તારું નામ “મહાવીર” રાખ્યું છે-મહાવીર-વીર્યવાન ! એ તો (નામ નિક્ષેપે ) નામ માત્ર છે, સમજી ગયા? એમ આ “ઇન્દ્રિયજ્ઞાન” નામ માત્ર છે, ભાવ....એમાં જ્ઞાનનો ભાવ નથી. અહાહા! કેમકે એ (ઇન્દ્રિયજ્ઞાન) આત્માને જાણતું નથી ને! માટે જ્ઞાન નથી. જે જ્ઞાન આત્માને જાણેને, એને “જ્ઞાન” કહેવામાં આવે છે. એને જ્ઞાન કેમ ન કહેવાય ? આત્માને જાણતું નથી માટે તેને જ્ઞાન કહેવાય નહીં જે જ્ઞાન આત્માને જાણે છે તેને જ્ઞાન કહેવામાં આવે છે.
(કહે છે) “તું મને ચાખ” અને આત્મા પણ રસના ઇન્દ્રિયના વિષયમાં આવેલા રસને પોતાના સ્થાનથી છૂટીને ગ્રહવા-જાણવા જતો નથી. આત્મા રસને જાણતો જ નથી ! આહા...હા! આ સમર્થ આચાર્ય સિવાય કોણ કહે? અહાહા ! જેમનું ત્રીજું નામ છે (મંગલાચરણમાં) !
આ અભુતમાં અભુત વાત છે. સમયસાર એટલે સમયસાર! ! ભગવતી શાસ્ત્ર છેદૈવી શાસ્ત્ર છે!! રસના-ઇન્દ્રિયના વિષયમાં આવેલા રસને આહા! એ ભાવઇન્દ્રિયનો વિષય છે, જ્ઞાનનો વિષય નથી રસ. તેમ આ જીભનો ય વિષય નથી.
આત્માનો ય વિષય નથી, પણ જે ઉઘાડ છે ને ભાવઇન્દ્રિય, એનો વિષય છે. આ જીભ (એને) ન જાણે, રસ પણ જડ અને જીભ પણ જડ છે, જડ જડને જાણે? (ન જાણે.) પણ જે આ (દ્રવ્યેન્દ્રિય પાસે) ઉઘાડ છે ને! ઈ એને જાણે છે ને ત્યારે આત્મા આત્માને જાણવારૂપ પરિણમે છે, એમ એકસમયમાં બે ક્રિયા ચાલે છે !
શું કહ્યું? આબાળ-ગોપાળ સૌને ભગવાન આત્મા જણાય છે કે નહીં? જ્યારે ભાવેંદ્રિય રસને જાણે, ત્યારે આ જાણવાનું બંધ થઈ જતું હશે? શું શબ્દ છે કે સૌને સદાકાળ એક સમયના આંતરા વિના બાળગોપાળ (સૌને) ભગવાન આત્મા, એને જણાય રહ્યો છે-નિરંતર જણાય છે, એમ કહ્યું ને તો જ્યારે રસને ભાવઇન્દ્રિય-રસને ચાખતી હોય ત્યારે જ્ઞાન (માં) આત્માને જાણવાનું બંધ થતું હશે? વિચારો! ઊંડી મીમાંસા કરો, ઊંડી મીમાંસાની જરૂર છે.
અહા! જ્યારે તીખો રસ કે આઈસ્ક્રીમ જીભ ઉપર મૂકે, ત્યારે એ જે ભાવેંદ્રિય છે ને! ઈ એને રસને ચાખે છે, એ વખતે જ્ઞાન આત્માને જાણવાનું બંધ થતું નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com