________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૫૦ ચક્ષુઇન્દ્રિયની વાત આવી. અહીંથી આમ શરૂ થાય છે, એક-બે-ત્રણ-ચાર અને પાંચ.
“અશુભ અથવા શુભ રૂપ તને એમ નથી કહેતું કે “તું મને જો ”; અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને), ચક્ષુ-ઇન્દ્રિયના વિષયમાં આવેલા (અર્થાત્ ચક્ષુગોચર થયેલા) રૂપને ગ્રહવા જતો નથી.'
અશુભ અથવા શુભરૂપ આ બધા રૂપી પદાર્થો છે ને! રૂપી પદાર્થના કાળા, ધોળા, પીળા, લાલ એવા બધા રૂપો છે. લાંબા-ટૂંકા-પહોળા (આદિ) પદાર્થોના જે રૂપ છે, એ રૂપ તને એમ નથી કહેતું કે “તું મને જો ”-રૂપી પદાર્થનું રૂપ એમ નથી કહેતું કે “તું મારી સામે જો –હું તારા જ્ઞાનનું જ્ઞય થવા તૈયાર છું, ત્યારે આત્મા કહે છે કે મારા જ્ઞાનનું જ્ઞય તો મારો આત્મા છે. મારા જ્ઞાનનું ય, રૂપી પદાર્થનું રૂપ (નથી) અને હું જાણતો નથી.
આહા હા ! મને તો જાણનાર જણાય છે, રૂપી પદાર્થ તો જણાતો નથી અને રૂપીનું રૂપ પણ જણાતું નથી!
રૂપ, એમ કહેતું નથી કે “તું મને જો ”—મારી સામે જો એમ કોઈરૂપ કહેતું નથી, અને આત્મા પણ....આ જ્ઞાનમયી આત્મા પણ....પોતાના સ્થાનથી છૂટીને એટલે પોતાને જાણવાનું છોડીને, ચક્ષુઇન્દ્રિયના વિષયમાં આવેલા આ જે રૂપીપદાર્થના રૂપ છે, એ જ્ઞાનનો વિષય નથી. (એ મને જણાય છે) એ ભ્રાંતિ છે અનાદિકાળથી અજ્ઞાનીને! કે આ બધા જાણવાના પદાર્થ છે ને! એ મારા શેય છે ને! હું એનો જાણનાર, એ ભીંત ભૂલી ગયો, એને (આત્માનો) અનુભવ ન થાય.
અહા ! એને સમ્યગ્દર્શન નહીં થાય આહા ! પર ઉપર લક્ષ રાખે, પરને જાણવાનો અભિપ્રાય ચાલુ રાખે અને આત્મા જણાઈ જાય એમ ત્રણકાળે બનવાનું નથી.
કેમકે છદ્મસ્થનો ઉપયોગ જ્યારે પરણેયને જાણવાનું “લક્ષ' કરે છે, ત્યારે એ ઇન્દ્રિયજ્ઞાનનો ઉપયોગ આત્માને જાણી શકતો નથી, અને (ઉપયોગ) અંતર્મુખ થઈને, શુદ્ધઉપયોગ થઈને, આત્મા જ્યારે જાણવામાં આવે છે, ત્યારે રૂપીનું રૂપ જાણવામાં આવતું નથી!
આત્મા પણ ચક્ષુ-ઇન્દ્રિયના વિષયમાં આવેલા એમ, ચક્ષુ-ઇન્દ્રિય એટલે ભાવઈન્દ્રિયઉઘાડ, ઇન્દ્રિયજ્ઞાનનો ઉઘાડ (અને) જ્ઞાનનો ઉઘાડ જુદો (જુદો છે) ને ઇન્દ્રિયજ્ઞાનનો ઉઘાડ જુદો છે, બે પ્રકારના ઉઘાડ છે. એક ઉપયોગ-ક્ષયોપશમ (જ્ઞાન) છે અંદરમાં ઉઘાડ, ‘ઉપયોગ લક્ષણ” એ તો “ઉપયોગ લક્ષણ' છે, એ તો ખરેખર પર્યાયાર્થિક નયનો પારિણામિક ભાવ છે, એને કોઈ કર્મની અપેક્ષા નથી (તે તો) સ્વભાવનો અંશ છે, એ કર્મકૃત નથી એ આત્મકૃત છે અથવા એ પર્યાયકત છે, પણ કર્મકત તો નથી. ઇન્દ્રિયજ્ઞાન કર્મકૃત છે, એ જીવકૃત નથી.
જેમ રાગ કર્મકૃત એમ ઇન્દ્રિય જ્ઞાન શેયકૃત છે અહાહા ! એને પરણેયનું અવલંબન હોય? ઇન્દ્રિયજ્ઞાનને, પરમાત્માનું અવલંબન હોય નહીં.
આહા....! ચક્ષુ-ઇન્દ્રિયના વિષયમાં આવે છે (રૂપ) ચક્ષુ ઇન્દ્રિય એને જાણે છે રૂપી પદાર્થને. એના વિષયમાં આવેલા અર્થાત્ ચક્ષુગોચર થયેલા-ચક્ષુને ગમ્ય-ગોચર ઈ જાણે છે આંખ જાણે છે પરને,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com