________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૭
પ્રવચન નં. - ૧૪ નથી એવો કોઈ જબરજસ્ત નિષેધ આવવો જોઈએ, ઉપર ઉપરનો નિષેધ આમાં કામ આવે એમ નથી.
ઈ એક વાત કહી શબ્દની. હવે કહે છે રૂપ! પહેલાં આંહીથી કાનથી લીધું! નકર છે તો આમ- સ્પર્શ...રસ...ગંધ...વર્ણ અને કાન, આમ છે. એને બદલે આંહીથી લીધું શબ્દથી લીધું રે! શબ્દ તે નથી જ્ઞાન તેથી શબ્દ કંઈ જાણે નહિ, તે કારણે શબ્દ જુદું, જ્ઞાન જુદું જિન કહે';
આહા ! હવે રૂપની વાત કરે છે કાળું-ધોળું, લાંબુ-ટૂંકું બધા પદાર્થો પુદ્ગલનાં રૂપો છે. રૂપી પદાર્થનાં રૂપ હોય, અરૂપીનું રૂપ ન હોય-અરૂપીનું રૂપ હોય તો અરૂપી રૂપીપદાર્થોનું રૂપ છે ઈ. જડ છે. મૂર્તિક દ્રવ્ય છે બધાં !
“અશુભ અથવા શુભ રૂપ તને એમ નથી કહેતું કે તું મને જ! ઓમાં એમ હતું કે તું મને સાંભળ, એમ હતું આમાં તારી ચક્ષુઇન્દ્રિય દ્વારા, જે તને રૂપ દેખાય છે એ રૂપને...ચક્ષુ ભલે જાણે, પણ એ સમયે આત્માનું જ્ઞાન અને જાણતું નથી. આત્માના જ્ઞાનમાં ભાવઇન્દ્રિયનો સર્વથા અભાવ છે.
આહા..હા ! હજી તો રાગને સ્થાપે જીવમાં! રાગને કરે ! અરે...અરે ! દિલ્લી બહુ દૂર છે ભાઈ ! આવા ગુરુ મળ્યા પછી રાગનો કર્તા! એક મુમુક્ષુ મળ્યા 'તા લગભગ છ-બાર મહિના થયા, ગુરુદેવના અનુયાયી છે, ભક્ત છે અનન્ય! મને કર્યો કે ભાઈ ! અમને તો આ રાગનું કરવાપણું જ ભાસે છે રાગનો કર્તા છે, અકર્તા છે એ વાત અમને બેસતી નથી. સાંભળી લીધું. બીજું શું થાય!
આહાહા ! પણ...પહેલામાં પહેલી વાત તો ઈ છે, આ પહેલી વાત છે, વ્યવહારની વાત છે પણ છેપહેલી કે કયા શાસ્ત્ર વાંચવા ને યા ન વાંચવા! જેની પાસેથી તત્ત્વ સાંભળવું ને કેની પાસેથી શબ્દ, શબ્દ ન સાંભળવો, એનો નિમિત્તનો પણ જ્યાં વિવેક નથી જીવન, એની એટલી પરીક્ષા પણ નથી કે આ શું બકે છે? ઈ તો બકવાટ જ કરે ને! આત્માથી અજાણ છે બિચારાં! એને કંઈ ખબર નથી! અને આહાહા! “પ્રમાણ વચન”—બહુ સારું છે આ..હા...હા ! એમ કરી, કરીને જે જીવ વ્યવહારના વિષયની પ્રશંસા કરે અને નિશ્ચયની નિંદા કરે છે–આ ગુરુદેવના શબ્દો ! વ્યવહારની પ્રશંસા કરે અને નિશ્ચયની નિંદા કરે, એ મનુષ્ય ખરેખર મનુષ્ય નથી પણ..એ તો પશુસમાન છે. કંઈ વિવેક નથી. આહા...! માટે જવાબદારી શ્રોતાની છે વક્તાની નથી જરા ય! વક્તાની જરા ય જવાબદારી નથી!! એતો પોતાને ભાસે એવું વચન એને નીકળે ! પણ શ્રોતાની જવાબદારી છે.
આહાહા ! બજારમાં જઈને ક્યો માલ લેવો ને ક્યો ન લેવો માલ, એ તો ઘરાકની જવાબદારી છે ને પરીક્ષા કરવી જોઈએ ને! અમેરિકન “હીરા 'યે નીકળ્યા છે અને સાચા હીરા 'યે નીકળ્યા છે. અમેરિકન હીરા-ખોટા લઈ આવે, પાંચ લાખ રૂપિયાનાં, થોડો ક ટાઈમ ઘરમાં રાખે, પછી એને થાય કે લાવ પરીક્ષા તો કરું! કે આ પાંચ લાખની કિંમત હવે બહુ વધી છે હીરાની! દશ લાખ આવશે. ઈ જાય છે ઝવેરી પાસે. ઝવેરી આમ હીરો જુએ છે, અરે! આ તો ખોટો હીરો છે. કાંકરો છે. અરે!! પણ ભાઈ ! જરા જો શાંતિથી, મને ધીમે ધીમે કહેજો નહીંતર હાર્ટ (હૃદય) મારું બેસી જશે ! - હું કહું? ખોટાને સાચું. હું કહી શકતો નથી, મારું કામ નથી. છતાં મારે તમારા હીરા લેવા નથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com