________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૧૮૬ શ્રોત્રઇન્દ્રિય છે ખરી. ભાવઈન્દ્રિય-કાનનો ઉઘાડ શબ્દને સાંભળતો આવ્યો છે અનાદિથી આજસુધી! સાંભળે છે ઈ શબ્દને! શબ્દને જાણે છે, એ ભાવઇન્દ્રિયનો ધર્મ છે. ભાવઇન્દ્રિય શબ્દને જાણે છે–સાંભળે છે એ જ વખતે એને ભાવઇન્દ્રિય અને અતીન્દ્રિયજ્ઞાનમય આત્મા, બે વચ્ચેના ભેદજ્ઞાનનો અનાદિથી અભાવ હોવાને કારણે... જાણે આ શબ્દને હું સાંભળું છું, એવી એની ભ્રાંતિ થઈ ગઈ છે.
એટલે.પ્રત્યક્ષ હું સાંભળું છું, અને આત્મા એને સાંભળતો નથી આ શું વાત છે? કે.વાત તારી સાચી છે, અમને ખબર છે, “કે શુદ્ધનયનો ઉપદેશ વિરલ છે!” આવી વાત...ના શાસ્ત્રો પણ ઓછા છે અને એને કહેનાર પણ ઓછા છે અમને ખબર છે.
પણ, મને તો એમ ચ્યું છે કે હું આ વાત કહું, અને મારી વાત સાંભળીને, થોડા-ઝાઝા કો'ક કો 'ક જીવ પણ સમ્યકત્વને પામશે. પણ હું કહીશ ને કોઈ પણ નહીં સમજે ને નહીં સાંભળે, એવું ત્રણકાળમાં બનશે નહિ! ભલે! થોડા સાંભળીને અપનાવે..પણ મારી વાત ઝીલનારાં..જગતમાં..પાકશે!! અને આ પાકયા પણ છે. તો જ આ વાણી બહાર આવી છે.
કે શ્રોત્રઇન્દ્રિયનો વિષય છે, એ કાનનો ઉઘાડ શબ્દને સાંભળે છે. એને.જાણવા આત્મા જતો નથી. શબ્દને..સાંભળે છે—જાણે છે શ્રોત્રઇન્દ્રિય, ભાવઇન્દ્રિય! ભાવઇન્દ્રિય પણ એને સાંભળે-જાણે અને આત્માનું જ્ઞાન પણ એને જાણે, એમ ત્રણકાળમાં બનતું નથી. આત્માનું જ્ઞાન ન જાણે અને ભાવઈન્દ્રિય એને જાણે ને જાણે! ને એમાં એકત્વ કરીને માને કે હું સાંભળું છું. મેં સાંભળ્યું!!
“સાંભળ્યું એટલે કે સાંભળ્યું કોણે? આત્માને તો કાન નથી, કાન વગરનો આત્મા છે. એમ નાક વગરનો છે આત્મા. (એમ) આંખ વગરનો છે. જીભ વગરનો આત્મા છે. એમ..શરીરના ચામડાં છે એના વગરનો આત્મા છે. અને “ભાવ” (વિચાર) વિનાનો આત્મા છેભાવમન” વિનાનો આત્મા છે. ઇન્દ્રિયાતીત આત્મા છે. ઇન્દ્રિયજ્ઞાન આત્માના સ્વભાવમાં નથી. ઇન્દ્રિયજ્ઞાન-પરાવલંબીજ્ઞાનની વિપરીતપર્યાયમાં, એ ઇન્દ્રિયજ્ઞાન ઊભું થયું છે, એ પરને જાણે છે.
જાણનારો ' તને બતાવું કે કોણ? કે શબ્દને કે શ્રોત્રઇન્દ્રિય જાણે છે. એ આત્મા ! શબ્દ એમ કહેતો નથી કે તું મને સાંભળ અને તારું જ્ઞાન, એને સાંભળવા જતું નથી. એમ તારા જ્ઞાનને અત્યારે અમે જાણીએ છીએ. તારું-આત્માનું જે જ્ઞાન પ્રગટ થાય છે “ઉપયોગ” એ ઉપયોગનો વિષય-લક્ષણનો વિષય (ધ્યય) એકલો પોતાનો આત્મા છે લક્ષ્યગત! લક્ષણ અને પ્રસિદ્ધ કરે, પણ પરને પ્રસિદ્ધ કરતું નથી. આહા! એવો જ્ઞાનનો સ્વભાવ જ છે, એકલો સ્વપ્રકાશક સ્વભાવ છે. પરને જાણવું ય નથી ને સ્વપરને જાણવુંય નથી એમાં આવતું નથી !!
માટે શ્રોત્રઇન્દ્રિયના વિષયમાં આવેલા વિષયને ગ્રહવા એટલે જાણવા જતો નથી. આત્મા...પોતે...પોતાને.જાણવાનું છોડીને પરને જાણવા જતો નથી. આમ જો એ વિચાર કરે કે હું શબ્દને સાંભળતો નથી, જાણતો નથી, “મને તો જાણનારો જણાય છે” જે અંતરથી આ ભાવ આવ્યો તો એજ સમયે એ વખતે અંતર્મુખ થઈ અતીન્દ્રિયજ્ઞાનમાં આત્માના દર્શન થઈ જાય છે! “પરને જાણતો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com