________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૫
પ્રવચન નં. - ૧૪ એટલે આચાર્યદવ ફરમાવે છે દશ ગાથામાં, ત્રણસો તોતેરથી ત્રણસો બાસી ગાથા ઘણી ઊંચી છે. કોઈને પૂછવાની જરૂર ન પડે, એવી દશગાથા સ્પષ્ટ છે.
અન્વયાર્થ અત્યારે ચાલે છે અને પછી એની ટીકા પણ લેશું.
કયા નયથી પરને જાણતો નથી? કે એમાં સ્વભાવને સિદ્ધ કરવા માટે કોઈ નયની જરૂર નથી. “અગ્નિ ઉષ્ણ છે” એ કયા નયથી ઉષ્ણ છે? કે એમાં નયથી જરૂર નથી. સ્વભાવથી ઉષ્ણ છે. એમ.આ આત્મા/બધા આત્માની વાત ચાલે છે, જ્ઞાની- અજ્ઞાનીની વાત નથી. સામાન્ય બધા આત્માઓ, એના જ્ઞાનનો સ્વભાવ અને જાણવાનો છે અને પરને ન જાણે ” એવો જ એનો કોઈ અચિંત્યસ્વભાવ રહેલો છે. છતાં પોતે..આડોડાઈ કરીને..હું પરને જાણું છું ઈ શલ્ય છોડતો નથી. હવે જ્યાં સુધી હું પરને જાણું છું' એવા અભિપ્રાય પૂર્વકનું પરિણમન છે જ્ઞાનમાં ત્યાં સુધી એને આત્મદર્શન થતાં નથી.
અશુભ અથવા શુભ શબ્દ તને એમ નથી કહેતા કે '/આચાર્ય ભગવાન આપણને સંબોધીને કહે છે કે તને એમ નથી કહેતો શબ્દ! કે તું મને સાંભળ! (જુઓ !) શબ્દ છૂટે છે, જગતમાં, પુદ્ગલનું પરિણમન શબ્દ છે! પણ શબ્દો એમ કહેતા નથી...કે તું મને સાંભળ. એ સાઇડથી પહેલી વાત કરી. પછી આ સાઇડથી વાત કરે છે કે “અને આત્મા પણ '/શબ્દો તો કહેતા નથી કે તું મને સાંભળ, “અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીનેએ જ્ઞાન આત્માથી અભેદ થઈને આત્માને જાણ્યા જ કરે છે, એવું જે જ્ઞાન પોતાના સ્થાનને છોડીનેપોતાને જાણવાનું છોડીને-પોતાના જાણવાનો જે સ્વભાવ એનો ત્યાગ કરીને, “શ્રોત્ર ઇન્દ્રિયના વિષયમાં-આ કાનનો ઉઘાડ, આ દ્રવ્યઇન્દ્રિય છે એનો ઉઘાડ ભાવ ઇન્દ્રિય એને શ્રોત્રઇન્દ્રિય કહેવામાં આવે છે. (એટલે) સાંભળવું!
શ્રોત્રઇન્દ્રિયના વિષયમાં આવેલા” જો જ્ઞાનનો વિષય નથી શબ્દ ! શબ્દ! જ્ઞાનનો વિષય નથી. શબ્દ છે ઈ ભાવઇન્દ્રિયનો વિષય છે. ભાવઇન્દ્રિયના પાંચને એક જ પ્રકાર છે. અને છઠું મન ને પાંચ ઇન્દ્રિય, એમાં પહેલો શબ્દ લીધો છે. પહેલો શબ્દ કેમ લીધો? કે જગતને અનાદિકાળથી શલ્ય છે કે દેશનાલબ્ધિ સાંભળીએ, તો આત્મજ્ઞાન પ્રગટ થાય! એટલે કે...આત્માનો જાણે શબ્દને સાંભળવાનો સ્વભાવ હોય !! અને એને સાંભળતાં જાણે આત્મજ્ઞાન થાય! એવું.નિમિત્ત ઉપાદાનની એકત્વબુદ્ધિ અને અનાદિકાળથી છે.
એટલે દેશનાલબ્ધિ પહેલી લીધી. પછી સાક્ષાત્ તીર્થંકર પરમાત્માની દિવ્યધ્વનિ હોય કે સાધકનો ક્રમે ઉત્પન્ન થતો ઉપદેશ હોય, એ શબ્દ કહેતો નથી કે તું મને સાંભળ અને આત્મા પણ પોતાને જાણવાનું છોડીને, ઈ શબ્દને જાણવા જતો નથી'
આત્માનું જ્ઞાન શબ્દની સન્મુખ થઈ શકતું નથી. શબ્દની સન્મુખ થાય.તો તો શબ્દને સાંભળે! પણ..આત્માનું જ્ઞાન પરની સન્મુખ-શબ્દની સન્મુખ થઈ શકતું નથી, અશક્ય છે!!
તેથી, આત્માનું જ્ઞાન પોતાને જાણવાનું છોડીને શબ્દને સાંભળવા જતું નથી. જઈ શક્યું નથી. અશક્ય છે. અત્યાર સુધી આત્માના જ્ઞાને, શબ્દો સાંભળ્યા નથી. અ! પણ શબ્દને સાંભળનાર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com