________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી સમયસારાય નમ: શ્રી શુદ્ધાત્મને નમ: શ્રી પરમાત્મ નમ:
શ્રી સમયસાર ગાથા ૩૭૩૩૮ર |
તા. ર૩-૯-૧૯૯૬ રાજકોટ પ્રવચન નં.-૧૪
આજે સાતમો દિવસ છે. ભાદરવા સુદ પાંચમને દિવસે “ઉત્તમ ક્ષમા ધર્મ' કહેવાય છે અને આજે અગિયારમે દિવસે “ઉત્તમ તપ ધર્મ' કહેવાય છે. પણ તેથી એમ ન સમજવું કે પાંચમને દિવસે ક્ષમા સિવાય બીજા ધર્મો હોય જ નહીં ને અગિયારમે દિવસે તપ ધર્મ કહેવાય, ખરેખર તો આત્માના વીતરાગભાવના ઉત્તમક્ષમાદિ દશેય ધર્મો” એક સાથે જ છે. કહેવા માટે દશ દિવસ છે. બાકી એક સાથે ભાવ રહેલા છે. પરંતુ એક સાથે બધાય ધર્મોનું વ્યાખ્યાન થઇ શકે નહીં તેથી ક્રમસર એક એક ધર્મનું વ્યાખ્યાન કરવાની પદ્ધતિ છે.
હવે આ ધર્મ છે તે ચારિત્રસ્વરૂપમાં લીન થતાં એ વીતરાગભાવ પ્રગટ થાય અને ઉત્તમ ક્ષમા આદિ ધર્મો કહેવાય છે. એ ચારિત્રદશા પ્રગટ થવા પહેલાં બધા જીવોને નિયમ છે કે સમ્યગ્દર્શન હોય જ છે. સમ્યગ્દર્શન વિના ચારિત્રધર્મ ત્રણકાળમાં હોઇ શકતું નથી. નિયમ છે.
હવે, સમ્યગ્દર્શન પ્રગટ ન થવામાં બે કારણો રહેલા છે. જીવની ભૂલ (બે) એક તો આત્મા સ્વભાવથી અકર્તા હોવા છતાં પણ પોતાને પરભાવનો-પદ્રવ્યનો “હું કર્તા છું” એમ એને ભાસે છે, એ એનું મોટું અજ્ઞાન છે. બીજી ભૂલ ઈ.છે કે આત્મા પરને જાણતો જ નથી/આચાર્ય ભગવાને એક વાત (સમયસારની) શરૂઆતમાં કહેલી છે કે તે બધી વાતો સાંભળી છે, કામ-ભોગ-બંધનની કથા પણ પરથી જુદા એકત્વની વાત તે સાંભળી નથી. તને એનો પરિચય થયો નથી, એનો અનુભવ થયો નથી એવા શુદ્ધ આત્માની વાત કહેવાનો મેં વ્યવસાય કર્યો ધાર્યો છે! કહીશ હું અને કહ્યું તો તું તારા અનુભવથી પ્રમાણ કરજે. કેવળ અનુમાનનો આ વિષય નથી, પણ અનુભવનો વિષય છે.
આજે આપણે એવા પ્રકારની ચર્ચામાં ચિંતવનમાં ઉતારવાનું છે કે જગતના જીવોએ આ વાત સાંભળી નથી.
અને સાંભળે તો...ગળે ઊતારવી પણ એને કઠણ પડે એવી છે કે આત્મા અનાદિઅનંત એકસમય માત્ર પણ, પરને જાણી લ્ય એવી ભૂલ કરતો નથી. પરને જાણે આત્મા એવી ભૂલ આત્મા કરતો નથી.
પણ..અનાદિકાળથી પોતે પોતાના અજ્ઞાનથી “હું પરને જાણું છું” એવું એક શલ્યને સેવતો-સેવતો આજ સુધી અહીંયાં આવ્યો! હું પરને જાણું છું ત્યાં સુધી મિથ્યાજ્ઞાન છે. અને ઇન્દ્રિયજ્ઞાન એટલે અજ્ઞાન ઉત્પન્ન થઈને એ પરને જ પ્રસિદ્ધ કરતું, પરમાં એકત્વ કરીને મો-રાગ- દ્વેષરૂપે પરિણમે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com