________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૧૮૮ વંચાતા. લેવા હોય તો તો આ ભાવ હું તમને કહું! મારે તમારા હીરા લેવા નથી વંચાતા. આ તો તમે કિંમત પૂછી છે એટલે કહું છું કે આની કોડીની કિંમત છે. કે પાંચ લાખના અઢીલાખ આવે કે નહીં? ભાઈ...તમે બજારમાં જાવ અને તમને છ લાખ આવે તો ખુશીથી હું રાજી છું. જાવ બજારમાં. બીજે ઠેકાણે ગયો. આરે....આ ક્યાં ભટકાઈ ગયા તમે, કોને! કે આ ભાઈ...મેં તો બીજાને ભરોસે લીધા છે.
એમ બીજાના ભરોસે તું સાંભળીશ, ઊંધું અને શલ્ય ગરી જાય, પછી નીકળવું મુશ્કેલ છે. (શ્રોતા ) બરાબર!
ઈ મુમુક્ષુ કહેવાનો ભાવ આવી ગ્યો પણ મેં કહ્યું નહીં. કે તમે ખોટા નિમિત્તની પાસેથી ગ્રહણ કર્યું છે તો હવે તમે કાઢો તો નીકળશે...આ શલ્ય! રાગને કરે છે આત્મા! આહા..હા! ભાઈ, અમારું આ નીકળતું નથી. અમને તો એમ જ લાગે છે કે આત્માજ રાગને કરે !!
આહા. હા! હવે ક્યાં...એનો આરો આવે! માટે શ્રોતાઓની કિંમત, શ્રોતાઓએ જાણવી જોઈએ. અમે પણ શરૂઆતમાં ગુરુદેવને અપનાવવામાં પહેલા ઘણી ઘણી પરીક્ષાઓ કરી, ઘણાંની પાસે ગયા, કેવળ પરીક્ષા કરવા માટે. સાંભળવા કે સમજવા માટે નહીં.
પણ ક્યાંય (કોઈ) જગ્યાએ આત્માની વાત અમને મળે નહીં. એમ શોધ કરતાં ગુરુદેવ જેવા સંત મળી ગયા અને જ્યાં સાંભળ્યું...બસ ! થઈ ગઈ પરીક્ષા ! આ પુરુષ સિવાય કોઈની પાસે સાંભળવા જેવું નથી.
ગુરુદેવ ને આંહી સ્થાપ્યા પછી, અમે કોઈની પાસેથી વ્યાખ્યાન સાંભળવા ગયા જ
નથી.
મુમુક્ષુઓને સાંભળીએ એ જુદી વાત છે પણ બહારના, અન્યમતિ કે કોઈ બીજા પાસેથી...એમ શ્રોતાઓની જવાબદારી બહુ છે.
આહા..હા! રાગને કરે છે ને રાગને જાણે છે ને! રાગને કોણ જાણે? કે આત્મા જાણે ! તો ઇન્દ્રિયજ્ઞાન કોને જાણે? એ એને કાંઈ ખબર ન હોય બિચારો શું કરે? હા માં હા મિલાવે!
અહીંયાં કહે છે ભાઈ ! આ વાત જે સાંભળી નથી ને! કે આત્મા પરનો જ્ઞાતા નથી. એ વાત તે કદી સાંભળી નથી, તે અનુભવમાં લીધી નથી અને તે એનો પરિચય કર્યો નથી કે આત્મા કોને કહે અને આત્માનું જ્ઞાન કોને કહે! એ વાત તને કહું છું, સાંભળ!
કે રૂપની વાત ચાલે છે. અત્યારે (શ્રોતાઃ) આત્મજ્ઞાન અને ઇન્દ્રિયજ્ઞાન વચ્ચેનો આંતરો સમજાતો નથી, ગરબડ થવાનું કારણ બીજું નથી કાંઈ ? ભાઈ ! જાણવું અને પ્રતિભાસવું ઈ બેમાં શું તફાવત છે?
(ઉત્તર) ઈ મોટો તફાવત છે. (શ્રોતા ) ઈ નથી ખ્યાલ આવતો માટે આ ગરબડ છે, ગરબડ કરનારની ગડબડ એટલા માટે થાય છે, એનો વાંક નથી?
(ઉત્તર) નહીં! પણ એને ખરેખર તો...કાં પોતાએ ચેતવું જોઈએ. (શ્રોતાઃ) ઈ ખોટું માને તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com