________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૭
પ્રવચન નં. - ૧૬ “વસ્તુ સ્વભાવથી વિચિત્ર પરિણતિને પામતો એવો મનોહર કે અમનોહર ઘટપટાદિ બાહ્યપદાર્થ જરાય વિક્રિયા ઉત્પન્ન કરતો નથી... આહા...હા ! એમ આત્માનું જ્ઞાન, પરનાશયના સર્ભાવમાં કે જ્ઞયના અભાવમાં જ્ઞાન તો આત્માથી જ થાય છે એને (પર) શયની અપેક્ષા બિલકુલ છે નહીં, આહાહા ! | (જુઓ!) એક “નિયમસાર' ની પાંચ રતનની ગાથા છે. “પરમાર્થ પ્રતિક્રમણ ” ૭૭ થી ૮૧ નંબરની ગાથા, પાંચ ગાથા છે. એમાં...આચાર્ય ભગવાન, પરમાર્થ પ્રતિક્રમણની વાત કરતાં કરતાં કહે છે કે: આત્મા, પરભાવ ને પરદ્રવ્યનો કર્તાય નથી, કારયિતા નથી, ને અનુમોદક નથી, અને કારણ પણ નથી.
એમાં ચોથાગુણસ્થાને તો એને કર્તબુદ્ધિ વઇ ગઇ હતી...તો “કર્તા નથી' એમ કેમ કહ્યું? પાછું રિપિટ કરવાનું કારણ શું એને? કર્તબુદ્ધિવાળો તો કહે કે કર્તા નથી પણ કર્તા બુદ્ધિ છૂટી ગઇ, પછી “કર્તા નથી” (કહ્યું છે તો એનું કારણ શું?
અહો! તો કહે કે નિર્મળ પરિણામ પ્રગટ થાય છે, એનો ઉપચારથી પણ કર્તા મારો આત્મા નથી. બધા કહે છે ને! વ્યવહાર કર્તા, વ્યવહારે કર્તા! ઉપચારથી પણ એનો કર્તા નથી.
એક વારની વાત છે આ, અકે ભાઈ આવ્યો હતો, તે દિવસે “ઈશ્વરીયા મહાદેવ” ( રાજકોટ પાસે આવેલ એક સ્થાન) આ વાતનો ખુલાસો કર્યો હતો. આહા..હા ! ઉપચારથી કર્તા નથી. અને આ વાત....ગુરુદેવે જયપુરમાં કરેલી છે. પ્રતિષ્ઠા હતી ભાઈની..ગોદિકાજીના મંદિરની પ્રતિષ્ઠા ! એ વખતે ગુરુદેવે કહ્યું: ઉપચારથી પણ પરિણામનો કર્તા આત્મા નથી.
આહા...! કર્તા તો નથી, પછી કહે છે કારણ નથી! એટલે કે એની ઉત્પત્તિમાં નિમિત્ત કારણ પણ નથી આહા..હા ! જો, એમાં નિમિત્તપણું-કારણપણું હોય, તો કારણ પરમાત્મા ત્રણે ય કાળ છે, કર્તા હોય ઈ કર્યા કરે ને નિમિત્ત હોય તો પણ થયા કરે ! બિલકુલ એમાં કોઇની હારે કાંઇ સંબંધ છે નહીં. (આત્મા) ઉપચારથી પણ કર્તા નથી.
હુજી તો રાગને આત્મા કરે, અરે ! બાપલા! શું તું આ કરે છે? ભાઈ ! રહેવા દે! આહા ! ગુરુદેવના શિષ્યના મુખમાં ન શોભે આ વાત! શું થાય પણ? જીવ સ્વતંત્ર છે. બીજો ઉપાય નથી આપણો ! (મુનિરાજને પણ) ચોથા ગુણસ્થાને કર્તબુદ્ધિ તો ગઇ હતી. પછી નિર્મળપર્યાય-પરિણમન થાય છે ને! તો કહે છે પર્યાયનો ય હું કર્તા નથી!
સાહેબ! કર્તા બુદ્ધિ તો (આપની) ગઇ છે, તો પછી “કર્તા નથી' એમ રિપિટ કેમ કરો છો? એ પ્રશ્ન થાય, થયો! કે: ઉપચારથી પણ હું એનો કર્તા નથી. પર્યાયનો કર્તા પર્યાય છે માટે હું કર્તા નથી એમ. એક સના બે કર્તા ન હોય. પરિણામ, પરિણામથી થાય અને આત્માથી પણ થાય, એમ ત્રણકાળમાં બને નહીં!
રાગનો કર્તા પર્યાય છે. પર્યાયથી રાગ થાય છે એનું કર્તાકર્મ એમાં છે. ઇ સત્ છે – અહેતુક છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com