SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પ્રવચન નં. ૧૬૯ ચાર અઘાતિ !! અમે બહુ ભણેલાં પણ ભૂલી ગયાં! ભણ્યા' તા બધું ય હો? પણ ભૂલવા જેવું હતું ઇ...ભૂલી ગયા આહા..હા! આ ગુણસ્થાન અને આટલી કર્મની પ્રકૃતિ ઉદયમાં આવે ને આટલી છૂટેને...બધું ય હોં! ગોમ્મટસારમાં લખેલું છે. બધુંય મોઢે કર્યું તું! પણ બાપુ! આહા...હા ! ૫૨ને જાણતા જ્ઞાન પણ ન થાયને સુખ પણ ન થાય, કર્મમાં જ્ઞાન નથી ને શાનમાં કર્મ નથી! આઠ (પ્રકારના) કર્મને જાણતાં જ્ઞાન ન થાય ને સુખ પણ ન થાય. આત્માને જાણતાં જ્ઞાન ને સુખ થાય ! કેમ ? શા માટે થાય ? કે: આત્મામાં જ્ઞાન ને સુખ છે!! ‘તું મને સ્પર્શ’ આહા...! અને આત્મા પણ પોતાના સ્થાનેથી છૂટીને કાયાના સ્પર્શ ઇન્દ્રિયના વિષયમાં આવેલા' આહા ! ઇ સ્પર્શ ઇન્દ્રિયનો ઉઘાડ-ટાઢીઉની અવસ્થાને જાણે છે કોણ ? સ્પર્શ ઇન્દ્રિયનો ઉઘાડ (જાણે છે) જ્ઞાનનો ઉઘાડ નહીં. સ્પર્શ ઇન્દ્રિયનો ઉઘાડ જુદો ને જ્ઞાનનો ઉઘાડ જુદો ! જ્ઞાનનો ઉઘાડ જ્ઞાયકને જાણે ને સ્પર્શ ઇન્દ્રિયનો ઉઘાડ ટાઢી-ઊની અવસ્થાને જાણે ! કોણ ના પાડે છે? કે જાણનાર બતાવો અમને તો કહે છે જાણનાર આપી દઉં તને ! આપી દીધો! હવે તો છોડી દે કે હું જાણું છું (૫૨ને) એ છોડી દેતું! કાયાના સ્પર્શઇન્દ્રિયના વિષયમાં આવેલ સ્પર્શને ગ્રહવા જતો નથી (એટલે કે) જાણવા જતો નથી. - ૧૨ ભગવાન આત્મા તો આત્માને જાણે છે! બાળ-ગોપાળ સૌને ભગવાન આત્મા જણાય છે અહા...હા ! હું ૫૨ને જાણું છું એ પાપ છે. સ્વને જાણવું ઇ ધર્મ છે. (૫૨ને જાણતાં ) પુણ્યે ય નથી ! સ્વને જાણવું તે ધર્મ છે ! આહા...હા ! ધર્મ ક૨વો હોય તો ‘જાણનાર ને જાણ' બીજો કોઈ ઉપાય (નથી) છૂટવાનો એક જ ઉપાય છે! આત્મા જ શરણ છે બાકી જગતમાં શ૨ણ નથી ! જેને ઇન્દ્રિયજ્ઞાનનો રસ ચડયો છે તેને અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થતું નથી. જેમ રાગ એ વ્યભિચાર છે, તેમ ઇન્દ્રિયજ્ઞાનનો ૨સ એ વ્યભિચાર છે. (૫૨માગમસા૨ બોલ નં. ૫૦૩) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008239
Book TitleGyanthi Gyannu Bhedgyan
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy