SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૧૬૮ કહેવું એ તો ઉપચાર છે-ખોટું છે કથન ! “એમ નથી” વ્યવહાર કહે છે “એમ નથી ” આહા.. નિશ્ચય કહે છે એમ છે, (વસ્તુસ્વરૂપ!). (શ્રોતાઃ) આપે એમ કહ્યું ” તું એમ તે દિ' તો તે કહે પૂછશું ગુરુદેવને! (ઉત્તર) શું કરે પણ ગુરુદેવ! કે સાહેબ, વ્યવહારે જાણે કે...? કે: હા, જા! વ્યવહાર જાણે છે. (મારા સદ્ગુરુએ ) મને વાત કરી. આગળ વ્યવહાર, પાછળ વ્યવહાર અને “નિશ્ચયની વાત” કો'ક વખત કરું પણ આ સોગાનીજીએ તો આખી “નિશ્ચયની જ’ વાત કરી! પણ એને તો પોતાનું કરી લેવું હતું, અમારે તો આ બધાને ઉપદેશ આપવો...! શાસ્ત્ર (શાસન) ની શૈલી! આગળ વ્યવહાર પાછળ વ્યવહાર વચ્ચમાં “નિશ્ચયની વાત કરી દઈએ, કોઈ સમજે તો સમજે! અને (પછી) અમે બેય ખિલખિલાટ હસ્યા! આહા..હા “કહાન તારી આ લીલા' આ કોણ જાણે? આ આગળ જ્ઞાનને પાછળ જ્ઞાન..વચ્ચે દષ્ટિનો વિષય અમે આપી દઈ છીએ! એને તો, બધું સારું લાગે ! કે ગુરુવાણી છે! લાલફૂલ હોય ત્યારે (સ્ફટિકમણિ ) લાલરૂપે પરિણમે છે ( એમ પણ કહું) બોલો! આહા..હા ! આવા બધા કથનો વ્યવહારમાં આવે છે, પણ વ્યવહાર અસત્યાર્થ છે. વ્યવહારના જેટલા કથનો હોય, આ કથનો અસત્યાર્થ જાણી એનું શ્રદ્ધાના છોડ જે. અને નિશ્ચયનય વડે જે નિરૂપણ કરવામાં આવ્યું હોય તે સત્યાર્થીને ભૂતાર્થ છે એમ જાણી તેનું શ્રદ્ધાન અંગીકાર કરજે. આહા ! ટોડરમલ્લ સાહેબે (“મોક્ષમાર્ગ પ્રકાશકમાં ') આ બે વાત બહુ સરસ કરી છે. પણ હવે એના ઉપર ધ્યાન તો પોતે ખેંચે ત્યારે થાય ને! (શ્રોતાઃ) “કહાન લીલા” ને બરાબર ખોલી છે સાહેબ ! આપે ! (ઉત્તર) એ.પ્રકાશ કોઈ દિ' મકાનને પ્રસિદ્ધ કરતો જ નથી. (લોકો કહે) કે સૂર્ય ઊગે ત્યારે મકાન દેખાય! (તો કહે છે એમ નથી) સૂર્ય તો સૂર્યમાં રહ્યો પણ એની જે કાળીપર્યાય (મકાનની) રાત્રે હતી, એ પર્યાય (ઉજળાશરૂપે) થઈ પ્રકાશરૂપે તો મકાન પોતે પ્રકાશે છે. ઓલું (સૂર્યનો પ્રકાશ ) તો નિમિત્ત માત્ર છે. નિમિત્ત નથી, નિમિત્તમાત્ર ઉપચારથી કહ્યું! કે ઊગ્યો આ સૂર્યને દેખાણું ! અજ્ઞાની જીવને એમાં ગમે છે. અરે! સૂર્ય ઊગે કે ન ઊગે, મકાન મકાનમાં છે ને સૂર્ય, સૂર્યમાં છે. આહાહા! એકલો સ્વપ્રકાશક છે સૂર્ય!! સૂર્ય છે ઈ સ્વપ્રકાશક છે એમ આત્મા? “એકલો સ્વપ્રકાશક છે' એમાં સાધ્યની સિદ્ધિ થાય છે ને પછી પરનાં પ્રતિભાસ થાય છે ને પરને જાણે છે ને એવાં લાંબા-લાંબા (કથનો વ્યવહારમાં શાસ્ત્રોમાં પણ ઘણાં છે) “ એ લાંબુ લાંબુ કરીશ તો લપસી જઈશ ને ટૂંકુ કરીશ તો અંદરમાં ટકી જાઈશ” હવે આમાં આવી જા ને! શું એમાં (વ્યવહારમાં ભેદમાં) - છે માલ? (વ્યવહારના કથનોમાં આવે) એકસો અડતાલીસ કર્મની પ્રકૃતિ ને માર્ગણા સ્થાન ને ચાર ઘાતિ ને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008239
Book TitleGyanthi Gyannu Bhedgyan
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy