________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૭
પ્રવચન નં. - ૧૨ આહા “તું મને ચાખ” અને આત્મા પણ ..રસના ઈન્દ્રિયના વિષયમાં આવેલા રસને, પોતાના સ્થાનેથી છૂટીને.' અભેદજ્ઞાન!! આહા! જ્ઞાનાકારરૂપે એ જ્ઞાન પરિણમે છે! જ્ઞયાકારરૂપે પરિણમતું નથી. જ્ઞયાકારરૂપે પરિણમે તો જ્ઞાયક છે ઈ ય છે! જ્ઞાનાકારમાં પણ એક આત્મા ને જ્ઞયાકારમાં પણ એક આત્મા પરયને તો ઇ જ્ઞાન જાણતું ય નથી કેમ કે તેનું “લક્ષ' નથી.
જ્ઞાનનું “લક્ષ” પર ઉપર હોય જ નહીં, જ્ઞાનનું “લક્ષ” આત્મા ઉપર જ હોય. આત્માને આશ્રયે જ જ્ઞાન થાય! પરને આશ્રયે જ્ઞાન ન થાય. રસને પોતાના સ્થાનેથી છૂટી ગ્રહવા જતો નથી-જાણવા જતો નથી. માટે ખરેખર એને જાણતો નથી.
હવે સ્પર્શનો બોલ આવ્યો, સ્પર્શ! (અર્થાત્ ) ટાઢી, ઊની અવસ્થા! પછી, મનનો વિષય આવશે, બે. એ બે ગાથા સૂક્ષ્મ આવશે, કાલ આવશે.
‘આ’ આજે એક ગાથા લઈ લઈએ.
અશુભ અથવા શુભ સ્પર્શ તને એમ નથી કહેતો કેઃ “તું મને સ્પર્શ'-ટાઢી, ઊની અવસ્થા છે, બરફ કે (અગ્નિની) કે તને એમ નથી કહેતી કે “તું મને સ્પર્શ' આહાહા ! અને આત્મા પણ...ટાઢી ઊની અવસ્થાને સ્પર્શ કરવા જતો નથી. કેમ કે આત્મા તો આત્માને જાણ્યા કરે છે, એનું જ્ઞાન નવરું પડે તો સ્પર્શને જાણે ! એનું જ્ઞાન એકસમય નવરું પડતું નથી!
કેઃ પાંચેક મિનિટ નવરું પડી જાય અને તો તો આને (સ્પર્શાદિને) જાણી લ્ય! એક સેકન્ડ પણ નવરું ન પડે! એક સમય પણ નવરું ન પડે! અભેદને છોડતું નથી એ જ્ઞાન!! એ જ્ઞાન અભેદને છોડીને શેયને જાણતું નથી. એ જ્ઞાન આત્માને છોડીને પરમાં જતું નથી. આહા..હા! આ થાય એવી વાત છે! આહાહા ! એક સમય તો છોડ?! એક સેકન્ડ છૂટે તો બધાને જાણી લઉં હું? પણ છૂટે જ નહીં મૂર્ખ ! ભિખારીઓ ! સૂર્યનો પ્રકાશ છે ને! ઈ તમે કયો છે ઇ અભેદપણે એને જાણે છે પણ હું કહું છું એક સેકન્ડની રજા મળે એને તો તો મકાનને જાણે કે નહીં?
એક સમય એનાથી છૂટો પડી જાય, પ્રકાશ પ્રકાશકથી? પણ..પ્રકાશ, પ્રકાશકથી (એક સેકન્ડ પણ) છૂટો પડી શકે નહીં. તારો અયથાર્થ વિકલ્પ છે, તારો તર્ક ખોટો છે જા ! આહા...હા ! તો, પ્રકાશ ન રહે તે પ્રકાશક-સૂર્ય પણ ન રહે. (જગતમાં) અંધારું થઈ જાય, એ જ્ઞાન આત્માને જાણવાનું એકસમય છોડતું નથી! જાણ્યા જ કરે છે ને જણાયા કરે છે! એમ લે ને! તારું કામ થઈ જશે! લાંબું કરીશ ને તો લપસી જાઈશ! અને ટૂંકું કરીશ તો ટકી જાઈશ ! (શ્રોતાઓમાં હર્ષની લહેર તાળીઓ)
લાંબુ લાંબુ કરીશ ને તો તું લપસી જાઈશ અને આમ ટૂંકું કરીશ તો અંદરમાં ટકી જઈશ! (શ્રોતા.) બહુ સરસ!
આહા ! ભલે! સૂર્યને પ્રકાશે પણ એમ. એમ પણ મકાન આદિને પરને તો પ્રકાશેને? આહ! પ્રકાશતું નથી બસ, એ જ એને ખટકે છે. એ જીવને ખટકે છે! હા.... એ વ્યવહાર એને પ્રકાશે છે હા..! અમારો વ્યવહાર આવ્યો !! (ગળે વળગેલો) મર્યો તું....અહા ! “પ્રકાશતું નથી ને પ્રકાશે છે એમ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com