________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૧૬૬
(૨સ જે છે ને!) ખાટો, મીઠો ! ‘અને આત્મા પણ...૨સના ઇન્દ્રિયના વિષયમાં આવેલા ’– જુઓ ! ત્યાં એક ઢાલ છે (ગ્રંથિ છે) આ જીભ છે ને, જીભનો ઉઘાડ ત્યાં સુધી ૨સ આવે છે. જીભ અને જીભની પાસે ઉઘાડ એની અંદરનો ‘ ઉપયોગ ’ (જ્ઞાન ઉપયોગ ), ‘ઉપયોગમાં ઉપયોગ છે' ત્યાં સુધી એ ૨સે ય (પુદ્દગલનો) આવતો નથી ને એ રસનું જ્ઞાન (ઉઘાડ) એ પણ એમાં આવતું નથી.
‘એમાં તો આત્માનું જ્ઞાન થયા કરે છે'! એ જ્ઞાનમાં તો આત્માનું જ્ઞાન થયા કરે છે...ને ભાવઇન્દ્રિયમાં ૨સનું જ્ઞાન થયા કરે છે ! બે ભાગ, જુદા જુદા છે! અહા...હા ! અજ્ઞાની પાસે બે ( જાતિના ) જ્ઞાન છે, એક સામાન્યજ્ઞાન ને એક વિશેષ-ભાવેન્દ્રિય-ખંડજ્ઞાન!
‘તું મને ચાખ’ અને આત્મા પણ રસના ઇન્દ્રિયના વિષયમાં આવેલા-આ કહે છે કે જ્ઞાનનો વિષય નથી ખાટો-મીઠો પદાર્થ! જ્ઞાનમાં નથી જણાતું! એ જ્ઞેયમાં જણાય છે જ્ઞેય (માં )! જ્ઞાનમાં જણાય છે આત્મા! શેય, શેયને જાણે છે ને જ્ઞાન તો આત્માને જાણે છે!
ઇન્દ્રિયજ્ઞાનને એ ‘ જ્ઞેય ’ કહ્યું ! ( સમયસાર ) ૩૧ ગાથામાં! એક વિદ્વાન (કહે કે: ) ઇન્દ્રિયજ્ઞાન એ ‘ જ્ઞેય ' છે એમ ક્યાં લખ્યું છે? બોલો ! હવે આમ ડિગ્રીવાળા (પંડિતની) હો ? આમ સાધારણ નહીં ! ‘ એ ઇન્દ્રિયજ્ઞાન છે ઇ જ્ઞેય કયાં લખ્યું છે ભલા !
અરે! ભાઈ, બાપુ! આ તો સમયસારમાં ‘શેય’ લખ્યું છે. એકત્રીસ ગાથા જોઈ લો બાપુ! શેયના ત્રણ ભેદઃ દ્રવ્યઇન્દ્રિય, ભાવઇન્દ્રિય અને ભાવઇન્દ્રિયના વિષયો જુઓ, આ તીર્થંકર પરમાત્મા-પંચપરમેષ્ઠી છે ને! ભાવઇન્દ્રિયનો વિષય છે! આત્મજ્ઞાનનો એ વિષય નથી. હાય ! હાય ! સિદ્ધભગવાનના આઠ ગુણો છે એને કોઈ જાણે છે? ભાવ ઇન્દ્રિયનો વિષય છે. આત્મજ્ઞાનનો વિષય એ નથી. આહા..હા ! ઝીણી વાત છે, છે અમૃત જેવી !
આહા ! શેયથી વ્યાવૃત થઈને અંદ૨માં અનુભવ થાય એવી વાત છે.
અરે ! સિદ્ધના આઠ ગુણ, અરિહંતના છેંતાલીસ ગુણ, એ આઠ કે છેંતાલીસ ગુણને આત્મજ્ઞાન જાણતું નથી, અરિહંતને જાણતું નથી, અરિહંતની દિવ્યધ્વનિ ને જાણતું નથી!
અહા ! એને જાણનારું જ્ઞાન જુદું ને મને જાણનારું જ્ઞાન જુદું. બે ભાગલા અંદર છે! (આ ૫૨મોત્કૃષ્ટ ભેદજ્ઞાન!) બે ભાગલાનો સ્વીકાર કરતાં ૫૨ ઉ૫૨થી વ્યાવૃત્ત થઈને અંદરમાં આવી જાય છે.
અહા...હા ! છ દ્રવ્યને કોણ જાણે છે કે ભાવ ઇન્દ્રિય! કે આત્મા નથી જાણતો ? કેઃ આત્મા, આત્માને જાણ્યા કરે છે બસ ! (અનુભવીનો અનુભવ છે કે) આત્માને જાણે છે એમાં એનો પ્રતિભાસ છે. ઇ પ્રતિભાસ નૈમિત્તિક છે ઓલું નિમિત્તભૂત છે. એમ કરીને પણ એને જાણે છે એમ લ્યો ને! કે ‘પહેલાં-પ્રથમ મને જાણે છે. બીજું જાણતો નથી એમ પ્રથમ લે ! પલાખાની વાત-વ્યવહારની વાત પછી શીખી લે જે પહેલાં નિશ્ચયની વાત સમજી લે !!
આહા...હા...હા ! નિશ્ચય વિના વ્યવહાર, સમ્યક્ ન હોય!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com