________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૫
પ્રવચન નં. - ૧૨ ફાટી રીએ! જડ આંખ-ચામડાની, જ્ઞાન અંદરમાં વળીને...અહહા!(અભેદનો અનુભવ !)
એ બહેનશ્રીનાં વચનામૃતમાં પણ બે બોલ આવ્યા છે. આપણે છપાવ્યા છે. આમાં (“ઈન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી” પુસ્તકમાં) છપાવ્યા છે. કહે-બહિદ્દષ્ટિ-બહિચક્ષુ એ પ્રતિમાના દર્શન કરે છે ને અંતર્થક્ષુ-અંતરદષ્ટિ આત્માને જાણે છે”
જ્યારે, પ્રતિમાની સામે ઊભા છે સાધક (સમ્યગ્દષ્ટિ) ત્યારની વાત કરી એમણે. ઘરમાં બેઠાં બેઠાં નથી કરી !! પ્રતિમાની સામે છે જ્યારે, ત્યારે પોતે લખે છે, કહે છે, કહી ગયા છે. એ આપણે છપાવ્યું છે કેઃ બહિરદષ્ટિ એને (પ્રતિમાને) જાણે છે, અંતરદષ્ટિ તો આત્માને જાણે છે !
અંતરચક્ષુ ને બહિચક્ષુ બે જુદાં છે! આહા..હા. હા!
પણ, વિશ્વાસ ન આવે! વિશ્વાસ ન આવે! કેટલાંક તો બહેનશ્રી (ચંપાબેનને) ય નથી માનતા (સમ્યગ્દષ્ટિ!) જ્ઞાની! હવે આવું! પંચમકાળનું !! આહા! શું વાત કરવી ! સેંકડોહજારો વખત જે પુરુષે કહ્યું (પૂજ્ય ગુરુદેવે કહ્યું)
“એક વખત પુરુષ પ્રમાણ, વચનપ્રમાણ હોવું જોઈએ ” એક વખત...પુરુષની આપણે પરીક્ષા કરી અને આપણે હૃદયમાં સ્થાપ્યા, પછી ઇ એમ કહે કે આ ગાયને સમ્યગ્દર્શન થયું છે, તો દર્શન કરી લેવા જોઈએ ! પૂછવું નહીં એમને, ક્યારે થયું? કેમ થયું? કઈ દેશનાલબ્ધિ એણે સાંભળી? કઈ તારીખે થયું?
અરે ! તારીખ–બારીખની વાત કર નહીં! આહા! પણ આ તો !! હવે..મનુષ્યને સમ્યગ્દર્શન થયું છે એ ય માને નહીં તો ગાયને સમ્યગ્દર્શન થયું છે ક્યાંથી માને? હું! ગાયને થાય છે હો ! ચારે ય ગતિમાં થાય છે, સંજ્ઞીપંચેન્દ્રિયને ! ઈ તો પાઠ છે (શાસ્ત્રમાં) ઓલા ભૂંડને પણ થયું ને! ભૂંડને ને હાથીને (પણ થયું) નહીં! આવે છે ને? ઋષભદેવ ભગવાનના ઓલા-જીવનચરિત્રમાં આવે છે. વાંદરો, નોળિયો-ચારને થયું (સમ્યગ્દર્શન) બોલો!
આહા...! અરે, મનુષ્યને થયું એમ માને નહીં તો, એને તો વાંદરાને થયું, કયાંથી માને ? આહા...હા ! “સમ્યગ્દર્શન કોઈ અપૂર્વ ચીજ છે! ” એ જ્ઞાનીની વાણી અફર હોય છે.
સમ્યગ્દર્શનને ન માને! તો આને આટલા ભવે મોક્ષ છે એમ તો કયાંથી માને ? આહા! “ભવાન્તરનું જ્ઞાન થાય છે... શ્રીમદ્જીએ કહ્યું: ભવાન્તર (એટલે) આગલા, પાછલા પોતાના ને પરના (ભવનું) જ્ઞાન થાય છે, ન થતું હોય તો અનુભૂતિ નથી એમ ત્યાં સુધી કહ્યું ! અનુભૂતિ છે કે નહીં એ વિચારવા જેવી વાત એમ કાંઈક શબ્દ મૂક્યો છે અંદર !
આહાહા! અરે! જ્ઞાનમાં આત્મા જણાયા કરે છે એમાં સમ્યગ્દર્શન થાય છે, આત્મા પરને જાણે છે એમાં મિથ્યાદર્શન થાય છે લે! આ મિથ્યાદર્શન ને સમ્યગ્દર્શનના બે ભાગ છે. હું પરને જાણું છું એવા અભિપ્રાયમાં મિથ્યાદર્શન ને મિથ્યાજ્ઞાન ને મિથ્યાચારિત્ર છે. અને જાણનાર જણાય છે અને એવા શ્રદ્ધા અને જ્ઞાનમાં આવતાં એને સમ્યગ્દર્શન થઈ જાય છે.
એ વાત કહે છે (આચાર્યદવ) “અશુભ અથવા શુભ રસ તને એમ નથી કહેતો કે “તું મને ચાખ'
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com