________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૧૬૪ ઘાણ ઇન્દ્રિયના વિષયમાં આવેલી ગંધને આત્મા જાણવા જતો નથી ” આ એક આવ્યું પછી આંખ આવી, હવે રસેન્દ્રિય આવે છે-ખાટામીઠા પદાર્થ! આ ખાટો-મીઠો પદાર્થ (જણાય) આ લીંબુ ખાટું છે ને સાકર ગળી છે-એમ પદાર્થ જાણવામાં આવે છે. કેમ? જે પદાર્થ જે સ્વરૂપે છે (એમ જ જાણું છું) સાકરને હું કડવી જાણું તો તમારી) ભૂલ! લીંબુને મીઠું જાણું તો ભૂલ! (પણ હું તો જાણું છું કે) લીંબુ ખાટું! સાકર મીઠી. અફીણ કડવું-જે પદાર્થ જે સ્વરૂપે છે એ જ સ્વરૂપે જાણવું ઈ તો સમ્યક (કાચું ) કહેવાય! આ તર્ક, તર્ક! અજ્ઞાનના તર્ક હોં?
આહાહા! ઈ જે સ્વરૂપે છે ઇ સ્વરૂપે જાણું ખાટાંને ખાટું, મીઠાને મીઠું ! આહાહા ! કહે: તારું એ જ્ઞાન નથી. તે છેતરાણોઈ તારું જ્ઞાન નથી! એક વખત જ્ઞાનમાં આત્માને જાણ.પછી તને ખ્યાલ આવશે કે આ ઇન્દ્રિયજ્ઞાનનો વિષય છે. મારો વિષય નથી માટે હું એને ખરેખર જાણતો નથી, આહા...હા! શેયાકાર જ્ઞાનનો તિરોભાવ થયો અને પછી રહ્યો !! આહા...હા...હા!
સામાન્યનો આવિર્ભાવ થયો તે થયો, આત્માનું જ્ઞાન (પરને જાણવા) જાય જ નહીં. આત્માનું જ્ઞાન તો એને હતું પણ એનો સ્વીકાર નહોતો, ત્યાંસુધી ઇન્દ્રિયજ્ઞાનમાં આત્મબુદ્ધિ હતી.
પણ જાણનાર જણાય છે એટલે ઇન્દ્રિયજ્ઞાન રહી ગયું પણ એમાં આત્મબુદ્ધિ (છૂટી ગઈ), એના વડે હું જાણું છું એ માઠી બુદ્ધિ વઈ ગઈ! ઇન્દ્રિયજ્ઞાન વડે, આ આત્મા જાણતો નથી. એ તો...અતીન્દ્રિયજ્ઞાન વડે આત્માને જાણે છે.
હવે રસનો બોલ આવે છે. “અશુભ અથવા શુભ રસ” તને એમ નથી કહેતો. ખાટો મીઠો છે પદાર્થ કે “તું મને ચાખકેમ? ચાખે તો છે, ચાખી લ્ય છે માલ બધાય. તો ચાખ્યું કણે આ? ચાખનારો કોણ છે? રસ તો છે ખાટો મીઠો એ તો પુદ્ગલની અવસ્થા છે. પણ એને “જાણનાર' કયું તત્ત્વ છે? ઇ આત્માનું તત્ત્વ છે કે અનાત્મતત્ત્વ છે, એને કોણ જાણે છે?
“ઉપયોગ' નથી જાણતો, “અનુપયોગ”—અનાત્મા જાણે છે એને ! “ઉપયોગ' તો આત્માને જાણે છે. પોતાને જાણવાનું છોડતો નથી. અને એનું “લક્ષ' કરતો નથી. દ્રવ્યનું આહીંથી “લક્ષ ” છૂટે નહીં ને ખાટાં-મીઠાંનું “લક્ષ” થાય નહીં. આહાહા!
કઠણ પડે પણ છે અમૃત!
આહા! (લોકોને) એવું એક શલ્ય ગરી ગયું છે: “હું પરને જાણું છું શું નથી જાણતો? આ...ઘડિયાલ રહી! આ ઓસ્કાર છે!! બોલો, આ શું જણાય છે? કહે, આ તો ઓકાર છે ઇ જણાય છે.
આમાં ઓમ્કાર છે ઇ જણાય છે? કે તારું જ્ઞાન જણાય છે? કે તારો જ્ઞાયક જણાય છે? જો તો ખરો જરાક! (ઉપયોગને સૂક્ષ્મ કરીને!) આંખ ભલે એની સામે હોય, પણ જ્ઞાન અંદર વળી જાય છે! આંખ વાં રહે છે ને જ્ઞાન અંદરમાં વળી જાય છે! ને અનુભવ કરી લે ને આમ આંખ ફાટી રહે! આંખ આમ જોયા કરે હોં? (શ્રોતા:) ઇ તો આ ફોટામાં એમ જ છે, (ઉત્તર) ફોટામાં એમ જ છે, આમ જાણ્યા કરે છે પણ આંખનો ઉઘાડ ન્યાં છે અને જ્ઞાનનો ઉઘાડ અંદરમાં છે “મને તો જાણનાર જણાય છે” ત્યાં આંખ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com