________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૩
પ્રવચન નં. - ૧૨ (અભેદ) જણાય છે!
જ્ઞાનના ભેદથી તો સમજાવવામાં આવે છે. એ ભેદમાં અટકવા જેવું નથી. (ભેદ) અનુસરવા યોગ્ય નથી (એ) વ્યવહાર! જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા એમ કહેવાય, પણ એમાં (ભેદમાં) અટકવા જેવું નથી, અહા....જ્ઞાન જણાતું નથી (તો પછી) રાગ જણાય ને રાગનો પ્રતિભાસ જણાય એ વાત તો ક્યાંયની ક્યાંય ગઈ આહા !
“જેને રાગનો પ્રતિભાસ જણાય છે ને એને રાગ જ જણાય છે” (જુઓને !) મોર (છે), મોરનો પ્રતિભાસ દેખે છેને અરીસામાં એ મોરને જ દેખે છે, અરીસાને દેખતો નથી. અરીસાની સ્વચ્છતા એને તિરોભૂત થઈ ગઈ છે!
ઘાણ ઇન્દ્રિયના વિષયમાં આવેલી ગંધને પોતાના સ્થાનથી વ્યુત થઈને પોતાના સ્થાનથી છૂટીને, અને એ ગંધને જાણવા જતો નથી.' આહા..હા ! આ ભાવઈન્દ્રિય અને અતીન્દ્રિયજ્ઞાનમય આત્મા-એ બે વચ્ચેના ભેદજ્ઞાનનો પ્રકાર ચાલે છે. “ઇન્દ્રિયજ્ઞાન, જ્ઞાન જ નથી ' ઇન્દ્રિયજ્ઞાન, જ્ઞાન નથી. લખ્યું છે જુઓ! આમાં શું લખ્યું છે? “ઇન્દ્રિયજ્ઞાન” જ્ઞાન નથી ને અહીં એની વાત ચાલે છે.
(વક્તા:) ઇન્દ્રિયજ્ઞાન? (શ્રોતા ) જ્ઞાન નથી ! (વક્તા:) જ્ઞાન કોને કહેવાય? કે જેમાં આત્મા જણાય એને જ્ઞાન કહેવાય ! જે જ્ઞાનમાં આત્મા ન જણાય એને જ્ઞાન કહેવાય નહીં. એને (તો) અજ્ઞાન કહેવાય.
આહા! (શ્રોતા ) ઉન ભાઈકી એક દિનની આયુ બાકી થી આપને ઉનકો કહા કિ મેં સર્વજ્ઞ ભગવાનને જો કહા વો બાત કહતા હૂં.
(ઉત્તર) મારે જવું” તું મુંબઈ. એક વાગ્યાનો મેલ હતો, સવારે ગયા અમે બધા, મેં કહ્યું એક સર્વજ્ઞ ભગવાને કહેલી વાત કહું છું એમ કહીને કહ્યું. ફૂલ સામે હોય ત્યારે
સ્ફટિકમણિ કેવું...દેખાય? કદાચ ફરી જાય પરિણતિ, ફરી પણ જાય છેલ્લી ઘડીએ જીવને સમ્યગ્દર્શન પણ થઈ શકે છે, એમાં કાંઈ...બહુ મોટી વાત નથી. પણ એમને એ ન બેઠું ! અહાહા ! ( ફૂલ) સામે હોય ત્યારે તો લાલ જ હોય (સ્ફટિકમણિ ) એનો ( ફૂલનો) અભાવ થાય ત્યારે સફેદ ! ( એનો અર્થ શો થયો?) કર્મનો ઉદય હોય ત્યાં સુધી આત્મા અશુદ્ધ જ હોય! અને કર્મનો અભાવ થાય ત્યારે શુદ્ધ દેખાય, ખોટો છે ઈ..!
કર્મ ને કર્મનો ઉદય એનાં ઘરમાં છે. આત્મા તો ત્રણે કાળ શુદ્ધ જ છે. આહાહા! કર્મના ઉદય વખતે આત્મા-શુદ્ધિના દર્શન થાય છે, ઉદય ઉદયમાં રહી જાય છે, પર્યાયમાં રહી જાય છે ને જ્ઞાનમાં ભગવાન આત્માનાં દર્શન થાય છે. (શ્રોતાઃ વાહ રે વાહ!).
કર્મનો ઉદય મટે ને ત્યારે (આત્મ) દર્શન થાય! હવે કર્મનો ઉદય ક્યાં તને નડે છે? તને અંદર જવામાં!
અરે! તને જાણનારો જણાઈ રહ્યો છે. સ્વીકાર કરે એટલી વાર! તારી વારે વાર છે! તારી વારે વાર છે!! એવું સ્વરૂપ ચોખું બહાર આવી ગયું બહુ!!
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com