________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૧૬૨
ગુરુદેવને ! બનેલો બનાવ છે આ! હો? તત્ત્વની વાત છે. ટીકાની વાત નથી. આ તત્ત્વ તો બધાએ સમજવા જેવું છે. હાં...કે બીજે દિવસે એમને કો' કે વાત કરી. કે સાહેબ! આપે તો આમ કહ્યું ! કે ફૂલ હોય સામે ત્યારે સ્ફટિકમણિ લાલરૂપે પરિણમે છે અને લાલભાઈએ તો આમ કહ્યું હતું ! એણે શું કહ્યું કે લાલભાઈએ? કે સ્ફટિકમણિની સામે ફૂલ હોય ને ત્યારે સ્ફટિકમણિ સ્વચ્છ, સ્વચ્છ ને સ્વચ્છ!
(જુઓ ભાઈ!) સ્ફટિકમણિ સામે લાલ ફૂલ હોય ને તો તે વખતે સ્ફટિકમણિ લાલરૂપે પરિણમે છે. એટલે કહેવાય કે અજ્ઞાનીને લાલ દેખાય છે. સમજી ગયા? કે એ ‘બંધ અધિકાર' માં કહ્યું છે. બંધ અધિકારમાં એટલે મિથ્યાદષ્ટિની દૃષ્ટિમાં એ લાલ દેખાય છે. ભાવબંધ થઇ જાય છે, ‘બંધ ’ સિદ્ધ કરવોતો કહે. બાકી તો સફેદ જ છે. કેમ લાલભાઈ તમે કાલ વાં કહ્યું ' તું ને કહે. સફેદ જ છે-જી. હા.
આહા ! એમાં શું બનાવ બન્યો? એક ભાઈ હતો મદ્રાસનો ને એકભાઈ હતો કલકત્તાનો. મદ્રાસવાળાએ સાંભળી લીધું કે ફૂલ હોય ત્યારે લાલરૂપે પરિણમે છે, તેને ઉતાવળ હતી તે ટ્રેનમાં વયો ગયો. લકત્તાવાળો રોકાણો. પછી...સૌ સૌ પોત પોતાને ગામ તો જાય ને! ગુરુદેવ સોનગઢ જાય એટલે ! પછી એક-બીજાને ટેલિફોનમાં વાત થઇ. ઓલો કહે છે કે લાલ (રૂપે ) પરિણમે છે, ઓલો કહે મેં ય ગુરુદેવ પાસેથી જ સાંભળ્યું છે. ઓલો કર્યો કે પણ મેં સાંભળ્યું ત્યારે તમે ય હતા. (પેલો કહેઃ) ઇ વાત તમારી સાચી છે, પહેલે દિ' તો સાંભળ્યું !
( પછી ) બીજે દિ' ( ગુરુદેવે ) ખુલાસો કર્યો કેઃ ‘ભાવબંધ’ ની સિદ્ધિ કરી હતી અમે. અહા...હા ! એક અજ્ઞાનીની દૃષ્ટિ એવી હતી તો એ દૃષ્ટિની મુખ્યતાથી વાત કરી એમ. પર્યાયદષ્ટિથી વાત કરી' તી દ્રવ્યદષ્ટિથી તો ‘સ્વચ્છ જ છે’! તો કહે તમે એવું સાંભળ્યું ? તો કહે ‘હા’ તો ( તે ) કહે મારે સુધારી લેવું? તો કહે ‘હા' તમે સુધારી લ્યો, નહીં તો મરી જશો. નહીં તો તમારું મોત !
એમ કર્મનો રાગ, જ્ઞાનમાં જણાય છે ત્યારે...હું રાગી છું (એમ માને) તો મિથ્યાદષ્ટિ છે. અને જ્ઞાનમાં રાગ જણાય છે એ મિથ્યાદષ્ટિ છે.
અને જ્ઞાનમાં શાયક જણાય છે ઈ...સમ્યગ્દષ્ટિ છે. અહા..હા! જ્ઞાનમાં શાયક જ જણાય છે. અને રાગ તો જણાતો નથી, પણ રાગનો પ્રતિભાસ પણ જણાતો નથી. અરે ! પ્રતિભાસવાળી શાનની પર્યાય પણ જણાતી નથી. અને જે જ્ઞાનમાં આત્મા જણાય છે એવી એકલી જ્ઞાનની પર્યાય પણ જણાતી નથી, અને એકલો શાયક પણ જણાતો નથી !
પણ શેય જણાઈ જાય છે અભેદપણે !( શાતા-જ્ઞાન-શેય અભેદ એક શેય !)
દિવાળી છે ને આજ તો! ‘દિ’ વળી જાય હોં? માઠા ‘દિ’ વહ્યા જાય સંસારના અને મોક્ષમારગ પ્રગટ થઈ જાય! અલ્પકાળમાં પૂર્ણાનંદની પ્રપ્તિ થાય. આહા..હા! આત્માનો મોક્ષ નહીં થાય તો કોનો થશે ?
અરે! ગુરુના શિષ્યો નહીં પામે તો કોણ પામશે ? અન્યમતમાં તો ‘આ’ વાત છે નહીં. માટે...આચાર્ય ભગવાન કહે છે કે ‘તને તારું જ્ઞાન જણાય છે-આત્મા જણાય છે. જ્ઞાન નહીં પણ આત્મા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com