________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૧
પ્રવચન નં. - ૧૨ ( જ્ઞાનનો) ત્યાં સુધી આવે, પણ એનાથી આગળ જે “ઉપયોગમાં ઉપયોગ” છે એ
ઉપયોગમાં' એ ગંધ આવતી નથી.ને જ્ઞાયકમાં પણ ગંધ આવતી નથી. આહાહા ! “ઉપયોગ” તો એને-ગંધને જાણતો જ નથી! એ ગંધને ક્યારે જાણે? કે પોતાને જાણવાનું છોડે...તો !
(દલીલ છે ને!) સ્વ પર બેયને જાણે. કે એમ છે નહીં. અને જાણે ને પરને ન જાણે. એમાં ભેદજ્ઞાન થઇ..અને લક્ષણ જ્ઞાનનું છે એમાં અનુભવ થાય છે. આહા...હા! જ્ઞાનઉપયોગનું લક્ષણ “સ્વ” છે. અહા! કેવળ “સ્વ” ને જ જાણતાં જ આત્માનો અનુભવ થાય છે.
પરને જાણતો જ નથી પ્રથમથી જ પછી રૂપર પ્રકાશક ક્યાં રહ્યું! એ તો પ્રતિભાસની અપેક્ષાએ સ્વપર-પ્રકાશક આવે છે. પણ અહાહા ! પરને તો જાણતો નથી પણ પરના પ્રતિભાસને પણ જ્ઞાન જાણતું નથી.
પરના પ્રતિભાસને જાણે છે ઇ પરને જાણે છે. પરના પ્રતિભાસને જાણે...એવી જ્ઞાનની પર્યાયને જાણે! શું કહ્યું? દેહ આદિને પરપદાર્થોને તો જ્ઞાન જાણે નહીં, પણ પરપદાર્થ, જે જ્ઞાનની સ્વચ્છતામાં પ્રતિભાસે છે (ઝળકે છે, અવભાસે છે) એવી જ્ઞાનની પર્યાયને જાણે છે એને જ્ઞાન પ્રગટ નથી થતું! કેમ કે પ્રતિભાસને જાણે છે ઈ નૈમિત્તિકને જાણે છે એટલે નિમિત્તને જાણે છે.
આ વાત, ભાવનગરમાં ઘણાં વર્ષ પહેલાં કરી હતી. ધીરૂભાઈ તંબોલી આપણા મુમુક્ષુ છે. એ ત્રણ બેઠા હતા, ઘણાં વરસ પહેલાની વાત છે. ત્રણ બેઠા તા. એમ કહ્યું ભઇ ! આ સ્ફટિકમણિની સામે લાલ ફૂલ હોય, ત્યારે સ્ફટિકમણિ કેવું દેખાય? ફૂલને હટાવવાનું નથી કહ્યું હોં ધ્યાન રાખજો! ફૂલને રાખીને હું પૂછું છું. એટલે ગોટે ચડ્યા! સરખી રીતે! સમજી ગયા? કાચો-પાચો હોય તો ઊંધું જ વાળી દે ને! એ વખતે તો લાલ દેખાય છે....! ઠીક..! પછી એનાં ધર્મપત્નીને પૂછ્યું: તમને કેવું દેખાય છે? કહે કે લાલ. ફૂલ હટાવવાની ના પાડું છું. સખ્ત મનાઇ છે, ફૂલને અડતા નહીં. અડવાનું નહીં ફુલને. ફૂલને તો રાખવું (પાસ) તો ત્યારે કહે લાલ દેખાય છે. પછી તેના પુત્રને પૂછયું તને કેવું દેખાય છે? સફેદ, સફેદ ને સફેદ!
પણ તારી નજર તો સ્ફટિકમણિની સામે જે ફૂલની લાલ ઝાંય પડ છે, એની સામે છે? કે ના. લાલને હું દેખતો જ નથી ને? લાલ તો વાં છે અહીં ક્યાં છે? અહાહા ! અહીંયા તો ચંદ્ર છે! સફેદ! ચંદ્ર (ની ચાંદની) સફેદ હોય ને! મેં કહ્યું જા તું પાસ, બાકી બેય નાપાસ! માતા-પિતા નાપાસ થઇ ગયા. ભલે ! જે રીતે એણે પણ જવાબ તો સાચો આપ્યો કે નહી ? પછી...અહીંયાં ય પ્રશ્ન પૂછાણો” તો! આ તો ચાલતું” તું વર્ષો થયાં અમારે ! પહેલાં મૂળશંકરભાઈને આ રીતની વાત કરી હતી વરસોથી ચાલે છે અમારે, મોદીસાહેબ હતા ત્યાં! અહીંયાં એ પ્રશ્ન પૂછાણો રાત્રિ-ચર્ચામાં ! સાહેબ ! કે સાહેબ! ફૂલ સામે હોય ત્યારે સ્ફટિકમણિ, કેવા ભાવે પરિણમે છે? તો કહે લાલરૂપે પરિણમે છે. જવાબ આવી ગયો સમજી ગયા? મને કહ્યું તમારે કંઇ પૂછવું છે? મેં કહ્યું મારે કાંઇ પૂછવું નથી બીજે દિવસે કાંઈકે વાત કરી,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com