________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૧૬૦
26
૫૨ને જાણવા જતો નથી. આહા...હા ! દિવાળીનો...દિવસ છે ને ! ‘ દિ વળે ’- િવળી જાય ! નથી કહેતા ? આહા...હા ! હવે એનો દિ વળતો છે. સમજી ગયા? એમ જેને આત્મા યાદ આવે એનો દિ’ વળતો છે, વળી જશે ને અનુભવ થઇ જશેને અનુભવ થઇ જશે! વળે તો વળતાં-વળતાં અનુભવ થાય અંદ૨ ! આમ જુએ કે અરે ! · મને જાણનાર જણાય છે’ આ શું કુંદકુંદ ભગવાન કહે છે! મને તો ‘ આ’ જણાય છે કે ‘ના’ ઇ તને જણાતું નથી, એનો જાણનારો બીજો છે આત્માય નથી ને આત્માનું જ્ઞાને ય (૫૨ને જાણનારું) નથી. ઇ શેયનું જ્ઞાન છે. ભાવઇન્દ્રિય છે ને ! એ આત્માનું જ્ઞાન નથી, એ શેયનું જ્ઞાન છે! જ્ઞેયનો ભાવ છે શેય આશ્રિત છે !
જેમ કર્મકૃત રાગ છે ને કર્મ આશ્રિત, ઇ તો જડઆશ્રિત એટલે રાગને જડ કહી ધે! એમ આ ઉઘાડ છે ને ઉઘાડ! એ ઉઘાડ છે ને એ જ્ઞેયનો છે. શેયના સંબંધથી, શેયના આશ્રયે છે, એ સુગંધ અને દુર્ગંધ, એ મારો વિષય નથી. એ જ્ઞાનનો વિષય એક છે. અને ભાવઇન્દ્રિયના વિષય અનેક છે.
જ્ઞાનનો વિષય ? એક. (સ્વપ્રશ્ન) ક્યારે કે? આત્માને જાણે ત્યારે ? ત્યાં સુધી તો જ્ઞાનનો વિષય ૫૨ છે ? ( શ્રોતાઃ ) ના, ના. (ઉત્ત૨:) નહીં. જ્યારે આત્માને જાણે ત્યારે તો જ્ઞાનનો વિષય આત્મા થાય ! પણ જ્યાં સુધી આત્માને ન જાણે અને ૫૨ને જાણે, ત્યાં સુધી તો જ્ઞાનનો વિષય ૫૨ હોય કે નહીં ?
એ...જ્ઞાનનો વિષય કોઇ કાળે ૫૨ હોય જ નહીં, એ અજ્ઞાનનો વિષય છે. ભાવઇન્દ્રિય કહો કે અ...જ્ઞાન કહો! જેમાં જ્ઞાન નથી.
અહા...! ‘ આ ’કઠણ પડયું! દસ વરસ પહેલાં જ્યારે વાત કરી. આઠેક વર્ષ પહેલાં, સ્વર્ગવાસ થ્યો ગુરુદેવનો, ત્યારપછી મેં કહ્યું: આત્મા ૫૨ને જાણતો નથી જાણનાર જણાય છે! આહા ! એમાં ઉહાપોહ થયો ! આહા...ઉહાપોહ થાવ તો થાવ ! આ તો અનાદિથી ચાલતી આવેલી વાત! એ ગુરુદેવ પાસે આવીને ગુરુદેવની વાત મારી પાસે આવી! મેં ગુરુદેવની વાત કહી હતી.
આહા...હા ! કુંદકુંદ ભગવાન પાસે આવી ભગવાન મહાવીરની પરંપરામાં, અમૃતચંદ્ર આચાર્ય પાસે આવી, અને ગુરુદેવ પાસે આવી કે: આત્મા આત્માને જાણે છે ૫૨ને જાણતો નથી. આ જ ગાથામાં છે કે આત્મા પોતાને જાણવાનું છોડીને ૫૨ને જાણવા જતો નથી. ઉઘાડી ગાથા? ગુજરાતી, કોઇ આંધળો પણ વાંચી શકે. સંસ્કૃતની જરૂર નથી આમાં ગુજરાતીમાં લખ્યું છે. ગુજરાતીમાં અર્થ ભર્યો છે આમાં ! આમાં છે ચોખ્ખું જુઓ !
આત્મા પણ ધાણેન્દ્રિયના વિષયમાં આવેલા' આહા...! ઘ્રાણઇન્દ્રિય કહેવાય આને (નાકને ) દ્રવ્યઇન્દ્રિય અને ભાવઇન્દ્રિય બેય અહીંયાં છે. આ દેખાય છે ને (નાક) ઈ તો દ્રવ્યઇન્દ્રિય છે પણ જે એના સંબંધનો જે જ્ઞાનનો ઉઘાડ થાય છે એ ભાવઇન્દ્રિય છે. તે.. એના વિષયમાં આવેલી ગંધને...એટલે.... ગંધ.... ભાવઇન્દ્રિય સુધી આવે છે પણ ‘ઉપયોગ’ સુધી નથી આવતી ને ‘ઉપયોગમાં ઉપયોગ’ છે ત્યાં સુધી જતી નથી.
આહા ! સુગંધ અને દુર્ગંધ, ક્યાં સુધી આવે છે? અહીંયા સુધી આવે, પછી એમાં જે
ઉઘાડ છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com