________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૯
પ્રવચન નં. - ૧૨ લક્ષ” એટલે ચૈતન્ય અનુવિધાયી પરિણામ–ઉપયોગ પ્રગટ થાય છે, એનું અવલંબનજ્ઞાનનું અવલંબન આત્માનું છે. પણ એનો સ્વીકાર કરતો નથી, એટલે આનંદ આવતો નથી, સ્વીકાર કરે ત્યારે આનંદ આવે! જ્ઞાન તો આત્માને જાણતું 'તું સ્વીકાર કરે એટલે પ્લસ થઇ જાય છે. આનંદ આવે છે આનંદ!!
આહા..જાણવાના પ્રયોગની ય જરૂર નથી! જ્ઞાન જાણ્યા કરે છે અને આત્મા જણાયા કરે છે અભેદપણે ! પણ સ્વીકાર કરે તો આનંદ આવે ! અને નકાર કરે તો ઇન્દ્રિયજ્ઞાન ઉત્પન્ન થાય અને મોહ ઉત્પન્ન થઇને રાગ-દ્વેષ, દુઃખી દુઃખી દાળિયા થઇ જાય !!
આહા...હા! “ચક્ષુઇન્દ્રિયના વિષયમાં આવેલા ચક્ષુગોચર રૂપને ગ્રહવા-જાણવા જતો નથી” ગ્રહવા એટલે પકડવા નહીં (પણ) ગ્રહવું એટલે જાણવું. ગ્રહવાનો અર્થ “ જાણવું” થાય છે “મોક્ષમાર્ગ-પ્રકાશક' કર્તાએ ઘણી જગ્યાએ લખ્યું છે, આમાં ય ગ્રહવું એટલે જાણવું (એ અર્થ છે.)
આ બે ગાથા થઇ-શબ્દની' ગાથા થઇ અને બીજી “રૂપની” ગાથા થઇ. “રૂપ નથી કહેતું કે “તુ મને જાણ” અને આત્મા પોતાને જાણવાનું છોડીને રૂપને જાણવા જતો નથી – આવી એક વસ્તુની સ્થિતિ છે! | ઇ સ્થિતિનો સ્વીકાર ન કરતાં..... હું પરને જાણું છું' એ જ્ઞાનનું અજ્ઞાન થઇ ગયું! અરે એ જ્ઞાનમાંથી એક અંશ ઇન્દ્રિયજ્ઞાનરૂપે પરિણમતું'તું ને ઓલો અંશ તો આત્માને જાણવાનું છોડતો નથી. બે અંશ છે! અજ્ઞાની પાસે બે અંશ છે, સાધકની પાસે પણ બે અંશ છે, એ પરમાત્માની પાસે એક અંશ અતીન્દ્રિયજ્ઞાન-કેવળજ્ઞાન બસ! એમને ઇન્દ્રિયજ્ઞાન હોતું (જ) નથી!
હવે ત્રીજી ગાથા આવે છે. “અશુભ અથવા શુભ ગંધ” ગંધ! સુગંધ અથવા દુર્ગધ આવે ને! એ ગંધ છે, ગંધ છે એ પુદ્ગલની પર્યાય છે. (એ) આત્માની પર્યાય નથી. આત્મા તો અમૂર્તિક-અરૂપી છે. એમાં ગંધ નામનો ગુણ નથી કે સુંગધ કે દુર્ગધ આત્મામાંથી આવે. એ પુદ્ગલ છે...એના ચાર ગુણ મુખ્ય છે, શબ્દ ઉપચારિક ગુણ છે. ચાર ગુણ મુખ્ય છે ( રૂપ, રસ, ગંધ, સ્પર્શ) એના વીસ ભેદ પડે છે. આમાં સુગંધ અને દુર્ગધ બે ભેદ પડે છે. કહે છે કે તને ગંધ એમ નથી કહેતી કે તું મને સૂંઘ” ફૂલ સામે પડ્યું હોય, એમાં સુગંધ છૂટે છે, વિષ્ણાહોય તો દુર્ગધ છૂટે. પણ સુગંધ કે દુર્ગધ એમ કહતી નથી કે “તું મને સ્વ”
આહા..! અને આત્મા પોતાને જાણવાનું છોડીને, એ સુગંધને કે દુર્ગધને જાણવા જતો નથી! છતાં મૂઢ પ્રાણી, “મને જાણનાર જણાય છે એમ ન સ્વીકાર કરતાં મને દુર્ગધ જણાય છે, દુર્ગધ જણાય છે, એમ જાણી સ્વભાવથી ભ્રષ્ટ થઈ જાય છે.
તું મને સુંઘ' અને આત્મા પણ આહા...હા! “પણ” લગાડયું! “આત્મા પણ' એમ કે કથંચિત્ એ સુગંધ-દુર્ગધ તરફ જાય. “ઉપયોગ” અને કથંચિત્ “ઉપયોગ” આત્મામાં આવે?
અનુપયોગ પર તરફ જાય છે ને ઉપયોગ સ્વમાં જ રહે છે. સ્ત્રનો ઉપયોગ અને જાણવાનું છોડીને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com