________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૧૫૮ ત્યારે દર્શન કોણ કરે છે? ચક્ષુઇન્દ્રિય. ભાવઇન્દ્રિયનો વિષય છે એ! આંખનો ઉઘાડ એને જાણે છે. આ સીમંધરભગવાનની પ્રતિમા! આ નેમનાથ ભગવાનની ! મહાવીર પ્રભુની પ્રતિમા ! એ બધાં, આંખના ઉઘાડનો વિષય છે. જ્ઞાનનો વિષય નથી.
જે આંખનો વિષય છે અને જ્ઞાનનો વિષય માનવો, એનું નામ અજ્ઞાન-મૂઢતા છે! એ વખતે (ય) જ્ઞાનમાં તો આત્મા જણાય છે. અને એને ભ્રાંતિ થાય છે કે હું આ પ્રતિમાને જાણું છું! પ્રતિમાનો દાખલો. ઉત્કૃષ્ટ !!
આ સાડીનો વેપારી છે, તો આ સાડી (ને) કોણ જાણે છે? અત્યાર સુધી (માં) જ્ઞાન સાડીને જાણતું નથી અને (એ) માની બેઠો છે કેઃ “હું જાણું છું' એ..એણે “હું પણું –
મારા પણું” આંખમાં સ્થાપ્યું-ઉઘાડમાં સ્થાપ્યું, ફરી ફરી એને આંખ મળશે. પણ કેવળજ્ઞાનની આંખ એને નહીં મળે ! દિવ્ય ચક્ષુ નહીં મળે, ચામડાની આંખ મળશે ! અને ફરી, ફરી (એને) જોઇને રાગ-દ્વેષ-મોહ કરશે! આ...ઠીકને આ અઠીક! આ ઠીક ને આ અઠીક!તું મને જો ” અને “આત્મા પણ' -આ એક મહત્વની વાત છે.
આત્મા પણ પોતાને જાણવાનું છોડીને'...એ ચક્ષુઇન્દ્રિયના વિષયને જાણવા જતો નથી'—જો પોતાના આત્માને જાણવાનું છોડીને, એ રૂપી પદાર્થને જાણવા જાય, તો આત્મા જડ થઈ જાય !
તન્મય થાય તો જાણે, તન્મય થયા વિના જાણી શકાતું નથી, માટે આત્મા, પોતાના આત્માને જાણવાનું એ છોડતો જ નથી. આહાહા..હા! એ જ્ઞાનની દિવ્યતા છે કે જ્ઞાનમાં જ્ઞાયક બધાને જણાય છે. જ્ઞાન જાણે અને જ્ઞાયક એમાં જણાય!
એવા જ્ઞય, જ્ઞાયકના ભેદથી સમજાવે છે. છે તો અભેદ! જ્ઞાન અને આત્મા કાંઇ જુદા નથી. આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે...આત્મા જ છે. આત્માનું જ્ઞાન “થવાથી” લખ્યું નથી. આત્માનું જ્ઞાન હોવાથી ત્રણે કાળ જ્ઞાન, આત્માનું હોય. જ્ઞયનું જ્ઞાન ન હોય. રાગનું જ્ઞાન ન હોય, શરીરનું જ્ઞાન ન હોય, રૂપી પદાર્થનું જ્ઞાન ન હોય !
“આત્મા પણ પોતાના સ્થાનેથી છૂટીને ' એટલે પોતાને જાણવાનું છોડીને, “ચક્ષુઇન્દ્રિયના વિષયમાં આવેલા આહા..હા! ચક્ષુગોચર-ચક્ષુને ગમ્ય છે, આ જે રૂપી પદાર્થો છે એનાં રૂપ છે જે કાળા-ધોળા, એ ચક્ષુગોચર છે (ને) જ્ઞાનગોચર નથી. જ્ઞાનગોચર આત્મા છે ને ચક્ષુગોચર રૂપ છે. સામા! (અજ્ઞાનીને) રૂપને જાણીને એમ થયું કે મેં રૂપને જાણ્યું ! ભાઈ....! “તું રૂપને જાણતો જ નથી' રૂપને (તું જાણતો નથી). તું તો તને જાણી રહ્યો છો !
એમ લે ને અંદરમાં કે “જાણનાર જણાય છે, પર જણાતું નથી” તો..કામ થઈ જશે તારું.
ચક્ષુઇન્દ્રિયના વિષયમાં આવેલા ચક્ષગોચર થયેલા રૂપને જાણવા જતો નથી ? આહાહા! સોય તો લોહચુંબક તરફ ખેચાય છે. પણ, જ્ઞાન ઇ રીતે અહીથી છૂટું પડીને શયની સન્મુખ થાય એવું છે નહીં. અત્યાર સુધી.....કોઇનું આત્મજ્ઞાન, જ્ઞયની સન્મુખ થયું નથી. એણે જ્ઞયનું “લક્ષ” કર્યું નથી એવું એ જ્ઞાન પ્રગટ થાય છે ને આત્માનું “લક્ષ છૂટતું નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com