________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૭
પ્રવચન નં. - ૧૨ રૂપને જાણે છે. જ્ઞાનનો ઉઘાડ આત્માને જાણે છે. આ નિરંતર....જ્યાં સુધી અજ્ઞાની છે ત્યાં સુધી રહે છે. શું કહ્યું? પરમાત્મા થાય, પછી તો આંખ એને હોતી નથી. દ્રવ્યચક્ષુય નથી ને ભાવ ચક્ષુય નથી. પછી તો એકલું જ્ઞાન રહી જાય છે અજ્ઞાનીને બે પ્રકારના અંશ ઉભા થાય છે, એક પરાતિ ભાવઇન્દ્રિય ઉત્પન્ન થાય છે, અને ચૈતન્ય અનુવિધાયી પરિણામ ઉપયોગ પ્રગટ થાય છે. એ ઉપયોગથી આત્મા અનન્ય છે અને એમાં આત્મા જણાયા કરે છે, આ ચક્ષુઈન્દ્રિય જ્યારે રૂપને જાણે છે ત્યારે જ્ઞાન રૂપને જાણતું નથી. પણ....જ્ઞાન આત્માને જાણે છે એવું જ્ઞાન પ્રગટ થાય છે બધામાં! પણ એને વિશ્વાસ આવતો નથી! એને તો વિશ્વાસ આ આવે છે કે “હું આંખથી દેખું છું” આ લાંબા-ટૂંકા પદાર્થો છે, આ કાળા-ધોળા પદાર્થો છે, એમ એને.પરના પ્રતિભાસનો વિશ્વાસ છે પણ સ્વના પ્રતિભાસનો વિશ્વાસ આવતો નથી!
તે બોલ આવે છે. “અશુભ અથવા શુભ રૂપ–કે તને ગમતું કે અણગમતું એવા જે રૂપો છે, પદાર્થનાં! એ તને એમ નથી કહેતું કેઃ “તું મને જો ” અજ્ઞાનીને સંબોધીને આચાર્ય મહારાજ એમ કહે છે કે હું ભવ્ય પ્રાણી! હું મૂઢ આત્મા! મૂઢ શબ્દ કહે ને એ કરુણાવાચક શબ્દ છે. પિતા ન કહે, પુત્રને કે ગધેડો છો, સમજતો નથી? એટલે એમાં... એને વધારે સમજાવવાની ભાવના હતી, એટલે ગધેડો કહ્યો! હુવે નથી કહેતા, પહેલાં કેતા 'તા હુવે તો કોઇ સહુનેય કરતું નથી છોકરાઓ ! આહાહા ! એના લાભની વાતે ય સહન ન કરે ! પિતા, હંમેશા લાભ માટે કહેજે !
અહીંયાં કહે છે કે હે દુરાત્મન ! હે આત્મા! રૂપ તને એમ નથી કહેતું કે “તું મારી સામે જો” આચાર્ય ભગવાન અજ્ઞાની જીવને સંબોધે છે. એ રૂપ જે સામે પદાર્થો છે, રૂપી પદાર્થો કાળા-ધોળા પદાર્થો એ તને એમ કહેતા નથી કે “તું મને જો '! એક સાઇડથી એમ કહ્યું! કે એ એમ નથી કહેતું કે તું મારી સામે જો ! અને આત્મા પણ.../ઓલું કહેતું નથી કે “તું મને જાણ” અને આત્મા પણ એને જાણતો નથી-જાણવા જતો નથી. પહેલાં જાણવા જાય છે ને પછી જાણવાનું છોડે છે...એવું શયનું સ્વરૂપ નથી.
શું કહ્યું? એવું જ્ઞયનું સ્વરૂપ નથી! કે પહેલાં એને જાણવાનું કર્યું આત્માએ અને પછી જાણવાનું છોડયું ! એ..જાણે છે ય (ભાઈ) ભાવ ઇન્દ્રિય એને છોડે છે ય પણ ભાવઇન્દ્રિય. આત્મા તો પ્રથમથી જ જ્યાં એને જાણતો નહોતો પછી એને જાણવાનું બંધ કરવાનો પ્રશ્ન (જ) નથી! એ તો પ્રથમથીજ આત્માને જાણે છે જ્ઞાન આત્માનું!
ફરીને, ચલુઇન્દ્રિયનો વિષય જે છે આંખનો રૂપી પદાર્થ-લાંબા ટૂંકા પદાર્થ કાળાધોળા, એમ કહેતા નથી કે “તું મને જોઈ સાઈડથી વાત કરી. હવે આ સાઇડથી વાત કરે છે, હે આત્મા! અજ્ઞાનીને સંબોધે છે. એ રૂપીપદાર્થ એમ કહેતા નથી કે: “તું મારી સામે જો ” અને આત્મા પણ પોતાને જાણવાનું છોડીને... એકસમય માત્ર પણ... “એ પુગલના રૂપને જાણવા જતો નથી!” અત્યાર સુધી જ્ઞાને રૂપને જાણ્યું નથી. અત્યાર સુધી જો રૂપને જાણનાર હોય કોઇ...તો અજ્ઞાન છે એટલે કે ઇન્દ્રિયજ્ઞાન એટલે ભાવઇન્દ્રિય છે.
આત્મા, અત્યાર સુધી રૂપને જતો નથી. આત! અત્યાર સુધી એણે પ્રતિમાના દર્શન કર્યા નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com