________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૧૫૬ આ બધો સંસાર કલેશમય છે! સુખની ભલે, કલ્પના કરે છે જગતના અજ્ઞાની પ્રાણી ! પણ સંયોગમાં કે સંયોગીભાવમાં ક્યાંય સુખ નથી. સુખ તો પોતાના નિજ આત્મામાં રહેલું છે. અને શોધે અંદર, એકાગ્ર થાય, તો એને પ્રાપ્તિ થાય, અને પર્યાયમાં સુખ પ્રગટ થાય ને દુઃખ જાય !
એની ગાથા ! ઊંચામાં ઊંચી ગાથાઓ છે. અહીંયાં તો આચાર્ય ભગવાન એમ કહે છે. જેમ ૧૭, ૧૮ ગાથામાં કહ્યું કેઃ આબાળ-ગોપાળ સૌને સદાકાળ, એવું એક જ્ઞાન પ્રગટ થાય છે કે જેમાં આત્મા જણાયા કરે છે. આત્મા જણાય ને એ જ્ઞાનમાં પર ન જણાય! એવું એક જ્ઞાન પ્રગટ થાય છે! એ પણ અનાદિ-અનંત છે! જ્ઞાન પણ પ્રગટ થાય છે અનાદિ અનત ! જ્ઞાનીઅજ્ઞાનીનો પ્રશ્ન નથી. જ્ઞાની કે અજ્ઞાનીનો પ્રશ્ન નથી. નાના-મોટાનો પ્રશ્ન નહીં, પ્રત્યેક જીવને, પ્રત્યેક સમયે એક જ્ઞાન પ્રગટ થાય છે કે જેને “ઉપયોગ લક્ષણ” કહેવામાં આવે છે! અને એ ઉપયોગમાં આત્મા-ઉપયોગમાં ઉપયોગ છે” એટલે જ્ઞાનમાં આત્મા છે તેથી જ્ઞાનમાં આત્મા જણાયા કરે છે! આને વિશ્વાસ નથી આવતો! કે: જાણનાર જણાય છે!
એવો વિશ્વાસ આવ્યો છે, અનંતકાળથી અજ્ઞાનભાવે વિશ્વાસ આવ્યો છે કે પરને હું જાણું છું ! આચાર્ય ભગવાન “ના” પાડે છે. જ્યાં સુધી તારા અભિપ્રાયમાં એમ છે કે પરને હું જાણું છું, ત્યાં સુધી તું મૂઢ-મિથ્યાદષ્ટિ-અજ્ઞાની રહીશ! આહા! માટે, અમે જે કહીએ છીએ ને સર્વજ્ઞ ભગવાને જે કહ્યું, એનો તું હવે સ્વીકાર કરી લે તો તારું કામ થઇ જશે.
એમાં (દશમાંથી) ત્રણ ગાથા ચાલી છે, ચોથી ગાથા એટલે “શબ્દ” ની એક ગાથા ચાલી. અહીંથી શરૂ થાય છે-શબ્દ, રૂપ, ગંધ, રસ, ને સ્પર્શ એ રીતે અહીંથી શરૂ થાય છે. પહેલાં શબ્દની વાત લીધી સાંભળવાની કે, શબ્દ છૂટે છે, પુદ્ગલ શબ્દરૂપે પરિણમે છે. એ વાત તો સાચી છે. બીજી વાત એ સાચી છે કે: શબ્દ કોઇને એમ કહેતો નથી કે “તું મને સાંભળ'! આજ સુધી જેટલા શબ્દ છુટયા, છુટી રહ્યા છે ને છૂટશે, કોઇ કાળ એવો નહીં આવે કે શબ્દ કહેશે કોઇને કે: તું મને સાંભળ! કેમ કે શબ્દ જડ છે, ઇ કાન વડે સાંભળનારને શબ્દ જાણતો નથી. જાણે તો તો કહે કે તું મને સાંભળ! શબ્દ તો જડ છે, શબ્દ કહેતો નથી કે “તું મને સાંભળ અને આત્મા આત્માને જાણવા રૂપે પરિણમે છે, ત્યાંથી છૂટીને શબ્દ સાંભળવા જતો નથી. આવી એક પરિસ્થિતિ ચાલુ છે. છતાં મૂઢ જીવ! એમ કહે છે “મને કહ્યું” “મેં સાંભળ્યું ? અને સારા શબ્દો હોય તો રાજી થાય, ખોટા શબ્દો ખરાબ આવે તો ગુસ્સે થાય!
એમ ભાવ ઈન્દ્રિય વડે જાણીને! જે જાણવાનું બંધ કરે તો તો મોહ, રાગ, દ્વેષ થવાનો પ્રશ્ન જ નથી. તેમ જ્ઞાન આત્માને જાણે છે માટે રાગ-દ્વેષ થાય છે એમ પણ નથી, પુદ્ગલ શબ્દરૂપે પરિણમે છે માટે અહીં રાગ-દ્વેષ થાય છે એમ પણ નથી.
પણ....(મને) જાણનાર જણાય છે એ ભૂલીને હું (પરને) જાણું છું. સાંભળું છું એમાં એને રાગ-દ્વેષ-મોહની ઉત્પત્તિ થઈ જાય છે. એમ એક ગાથામાં કહ્યું.
હવે બીજી ગાથા રૂપની આવે છે. આના (કાન) પછી આ ચક્ષુ ઇન્દ્રિય આંખ ! આંખનો ઉઘાડ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com