________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી શુદ્ધાત્મને નમઃ
શ્રી સમયસાર ગાથા ૩૭૩-૩૮ર
તા. ૭-૧૧-૧૯૯૧ રાજકોટ પ્રવચન નં.-૧૩
(શ્રી સમયસાર ગાથા-૩૭૩ થી ૩૮ર એ દશ ગાથા ચાલે છે.) એમાં સાત ગાથા થઈ ગઈ (અર્થાત સ્પષ્ટીકરણ થયું) છેલ્લી ત્રણ ગાથા છે. છેલ્લી ત્રીજી ગાથા (જુઓ !) અન્વયાર્થ:- આહા! વિષય એવો ચાલે છે ગંભીર! કેઃ જ્ઞાનનો વિષય એકલો આત્મા છે, અને ભાવેન્દ્રિયનો વિષય એકલો પર છે. “જ્ઞાન સ્વને જાણે છે અને પરને જાણતું જ નથી.” આત્મજ્ઞાન, જે આત્માને અવલંબીને પ્રવર્તે છે. સામાન્યનું જે વિશેષ છે તેને “ઉપયોગ લક્ષણ” કહેવામાં આવે છે, એ ઉપયોગ નામનું લક્ષણ, લક્ષ્યથી અભેદ છે. એટલે....એ ઉપયોગ પોતાના આત્માને જાણતો જ પ્રગટ થાય છે, અને (એ) ઉપયોગ પર નહીં જાણતો જ પ્રગટ થાય છે! અને ઇન્દ્રિયજ્ઞાન-ભાવેન્દ્રિય, પાંચ ઇન્દ્રિયનો ઉઘાડ...એ કેવળ પરને જાણતું પ્રગટ થાય છે, અને એ જ્ઞાન (એટલે ઇન્દ્રિયજ્ઞાન ) આત્માને નહીં જાણતું જ પ્રગટ થાય છે.
ત્યાં, એ સાઈડમાં (બાજુમાં) અસ્તિ-નાસ્તિ અનેકાંત છે. અને આ સાઈડમાં અસ્તિનાતિ, અનેકાંત છે. આત્માનું જ્ઞાન, આત્માને જાણે અને પરને ન જાણે! એનું નામ અતિનાસ્તિ અનેકાંત છે. ભેદજ્ઞાનનો પ્રકાશ છે “આ '!
બીજી સાઈડમાં ઇન્દ્રિયજ્ઞાન જે છે. આ દેખાય છે બધું બહારના પદાર્થો, તેને દેખનારું (જાણનારું) જે ઇન્દ્રિયજ્ઞાન....એ ઇન્દ્રિયજ્ઞાન કેવળ પરને પ્રસિદ્ધ કરે છે. અને આત્માને પ્રસિદ્ધ કરતું નથી. (આ) એની સાઈડમાં અસ્તિ-નાસ્તિ અનેકાંત છે. અને (ઓલું) એની સાઈડમાં અસ્તિ-નાસ્તિ અનેકાંત છે. જ્ઞાન અને શેયના બે ભાગ છે! પાંચ ઇન્દ્રિય (નું જ્ઞાન) ને છઠું મન એ જ્ઞાન નથી પણ “જ્ઞય' છે. “પરશેય છે, અશેય નથી. ઇન્દ્રિયજ્ઞાન પણ એ જ્ઞાન નથી અને ય પણ નથી! (એટલે કે) ઈન્દ્રિયજ્ઞાન, જ્ઞાન પણ નથી અને સ્પશેય પણ નથી, એ તો અત્યંત ભિન્ન છે આત્માથી! અને આત્માનું જ્ઞાન આત્માથી અનન્ય અભિન્ન છે (તેથી) અનન્ય થઇને અભિન્નપણે નિરંતર (સ્વને) જાણ્યા જ કરે છે, એવું
અભેદશેય” બધાની પાસે અનાદિઅનંત રહેલું છે અને એ જ્ઞાનમાં અભેદપણે આત્મા જ જણાયા કરે છે !!
આહા! નિરંતર બાળ-ગોપાળ સૌને, સદાકાળ, ભગવાન આત્મા જાણવામાં અનુભવમાં આવે છે! એ અનાદિ અનંત એવું જોય છે અને એક એવું “પરણેય ” છે. ભાવેન્દ્રિય કે જે પરને જ જાણે ને અને જાણે નહીં. એ બે ભાગ અજ્ઞાની પાસે પણ રહેલા છે.
આહાહા! જ્ઞાની થાય ત્યારે...પ્રત્યક્ષ અનુભૂતિ થાય અને આનંદ પણ આવે! આનંદ આવવા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com