________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૧
પ્રવચન . - ૧૩ પહેલાં પણ સમ્યગ્દર્શન થવા પહેલાં પણ અંદરમાં બે જ્ઞાન ભિન્ન ભિન્ન છે! એક આત્મા આશ્રિત જ્ઞાન અને એક પરઆશ્રિતજ્ઞાન એટલે ઇન્દ્રિયજ્ઞાન એટલે જડ-અચેતન (ચૈતન્યરહિત !)
એવા બે ભાગની અપૂર્વ વાત! બેસતા વર્ષના દિવસે! બેસતાં વર્ષની આ બોણી!! કેઃ મારું જ્ઞાન મને જ જાણે છે અને મારું જ્ઞાન પરને જાણતું નથી! (ત્યારે પરને કોણ જાણે છે?) જે આંખનો ઉઘાડ, કાનનો ઉઘાડ ને મનનો ઉઘાડ છે બધો એ કેવળ પરને જાણે છે. અને (એ ઇન્દ્રિયજ્ઞાન) મારા આત્માને જાણતું નથી.
એવા આત્મજ્ઞાન અને ઇન્દ્રિયજ્ઞાન વચ્ચેના ભેદજ્ઞાનની અપૂર્વ (આ દશ ગાથા) છે. આ દશ ગાથાનો મર્મ સમજે-ભાવભાસન થાય તો (આત્મ) અનુભવ થાય, તેવી ચીજ છે! આ બેસતા વર્ષની “બોણી છે.
એ પાંચ ઇન્દ્રિયનો વિસ્તાર થઈ ગયો, હવે આચાર્ય ભગવાન “મન” (વિષે) કહે છે. મન કહો કે બુદ્ધિ કહો (એકાર્થ છે) એ મનના બે પ્રકાર છે. એક દ્રવ્યમન” એક “ભાવમન" (જુઓ!) જેમ આ જે છે ને કઇન્દ્રિય (બહારનો કાન) આ તો જડ છે, પણ કાનનો ઉઘાડ જે છે ને, એ ઉઘાડ શબ્દને જાણે છે (એ ભાવઇન્દ્રિય છે) એ ઉઘાડ આત્માને જાણતો નથી (એવી રીતે બધી ઇન્દ્રિયો તથા) એક બુદ્ધિ (મન) અનાદિ કાળની (જે ભાવમન) એ ભાવમનની વાત ચાલે છે.
(કહે છે કે, “અશુભ અથવા શુભ ગુણ” ગુણની વાત ચાલે છે. અત્યાર સુધી (માં) સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, (શબ્દ) ની વાત આવી, હવે ગુણ એટલે છદ્રવ્યનાં પર્યાયો એમાં અનંતા જીવો આવી ગયા ! નિગોદથી માંડીને સિદ્ધપરમાત્મા (સર્વ જીવો) આવી ગયા ! સિદ્ધપરમાત્માનું સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર (આદિ સર્વગુણો) પરિપૂર્ણ થયાં, કેવળજ્ઞાન (પ્રગટયું) એ આત્મજ્ઞાનનો વિષય (ધ્યય) નથી. મનનો વિષય છે! આહા ! પંચપરમેષ્ઠીને આત્માનું જ્ઞાન જાણતું નથી! પંચપરમેષ્ઠી પર્યાય છે–ગુણ છે. જીવનો! નિર્મળ નિર્વિકારી વીતરાગી ગુણ અને પર્યાય એ પંચપરમેષ્ઠીની પર્યાય (તથા) અરિહંતની કેવળજ્ઞાનની પર્યાય-ગુણ, ગુણ એટલે પર્યાય, એ અરિહંતનો-પરમાત્માનો ગુણ એમ કહેતો નથી કેઃ “તું મારી સામે જો '
અહા! નિમિત્ત એમ કહેતું નથી કે “તું મારું લક્ષ કર' એ નિમિત્ત છે, નહીં કે ઉપાદાન! ઉપાદાન છે પંચપરમેષ્ઠી. એ નિમિત્ત છે અરિહંત પરમાત્મા! ઉપાદાન તો અહીંયા છે!! નિમિત્ત એમ કહેતું નથી કેઃ “તું મારી સામે જો ”—મારી ભક્તિ કર! મારી પૂજા કર! એમ કાંઈ કહેતા નથી. અરિહંત પરમાત્મા એનો ગુણ કહેતા નથી. અને આત્મા પણ...એ જે મનનો વિષય છે-બુદ્ધિનો વિષય છે. એને, પોતાને જાણવાનું છોડીને એને જાણવા જતો નથી!' એ તો પોતાને જ જાણ્યા કરે છે.
અજ્ઞાની હો! સાધક હો! કે પરમાત્મા હો !! જ્યાં જ્ઞાન કહ્યું ત્યાં જ્ઞાનનો અનન્ય - અભેદ આત્માને જ જાણતું (જ્ઞાન) પ્રગટ થાય છે, એ ઉત્પાદ, ધ્રુવને જ પ્રસિદ્ધ કરે છે. જ્ઞાનનો પર્યાય (ઉપયોગ ) જ્ઞાયકને પ્રસિદ્ધ કરે છે, શાયકનો પર્યાય પંચપરમેષ્ઠીને વિષય કરતું નથી!
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com