________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭ર
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
આત્મા પોતાને જાણવાનું છોડીને, જો પરને જાણવા જાય તો આત્માનો નાશ થઈ જાય! અને ગુણી અને ગુણનો ભેદ કરે તો અનુભવ ન થાય. બે વાત (સ-સાર) સેટિકાની ગાથામાં લીધી છે.
આ” અભ્યાસ કરે તો મજા આવે એવું છે. ત્યાં એમ કહ્યું કે: પરને જાણવાનો તારો અભિપ્રાય છે, તો (તારી દષ્ટિમાંથી) આત્માનો નાશ થશે, અને આત્મા આત્માને જાણે છેઆત્માનું જ્ઞાન આત્માને જાણે છે, તો તને સમ્યગ્દર્શન નહીં થાય! (કેમ કે) આત્મા ને આત્માનું જ્ઞાન એક (જ) વસ્તુ છે, બે વસ્તુ નથી-અભેદ છે! આહાહા ! એને અભેદશેય કહેવાય.
કહે છે કે તને અરિહંત ભગવાન એમ કહેતા નથી કે “તું મને જાણ” આહા! આત્મજ્ઞાની ગુરુ એમ કહેતા નથી કેઃ “તું મને જાણ” : “અને આત્મા પણ બધા આત્માની વાત ચાલે છે. એનું આત્માને જાણવાનું છોડીને પરને જાણવા જતું નથી. “પરલક્ષ અભાવાત્-કોઈ કાળે પણ જ્ઞાનને પરનું લક્ષ હોઈ શકે નહીં! પરનો પ્રતિભાસ ભલે અનંતનો હોય! એ બિંબ જુદું ને પ્રતિબિંબ જુદું!! અને આત્મજ્ઞાન અભેદ છે ઇ જુદું છે.
“એ ગુણ એમ કહેતા નથી કે “તું મને જાણ” અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને) એટલે પોતાને જાણવાનું છોડીને, પોતાના સ્થાનથી છૂટીને એટલે કે પોતાને જાણતું જ પ્રગટ થાય છે, બધાનું જ્ઞાન બાળ-ગોપાળ સૌને !! એ જ્ઞાન, આત્માને જાણવાનું છોડી અને પંચપરમેષ્ઠીને જાણવા જતું નથી. એના ગુણો એટલે પર્યાય-સિદ્ધભગવાનના આઠ ગુણ, અરિહંતના છેતાલીસ ગુણ ! આહા! સિદ્ધભગવાન એમ કહેતા નથી કે: “તું મારી સામે જો” એમ આત્મા પણ પોતાને જાણવાનું છોડીને એને જાણવા જતો નથી.
અહા! આવી સ્થિતિ હોવા છતાં મૂઢ પ્રાણી ! મનના વિષયને જ્ઞાનનો વિષય બનાવે છે! છે બુદ્ધિનો વિષય (એ પરપદાર્થો!) એક શુદ્ધાત્મા સિવાય-સ્વ સિવાય બધું પર (એ પર) બુદ્ધિનો વિષય છે.
(જુઓ !) પાંચ ઇન્દ્રિયમાં એકલું પુદ્ગલ લીધું. પહેલાં પાંચ ઇન્દ્રિય આવી ને? એમાં એકલા પુદ્ગલનાં પર્યાયો લીધાં. આમાં તો (મનના વિષયમાં તો) અનંતા જીવો, એનાં પરિણામ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ ને કાળ (રૂપી, અરૂપી બધાં પદાર્થો લીધાં)
આહા..હા ! જીવ અને પુદ્ગલ ગતિ કરે ત્યારે “ધર્માસ્તિકાય” ને નિમિત્ત કહેવાય, અને ગતિપૂર્વક સ્થિતિ કરે તો “અધર્માસ્તિકાય ” નિમિત્ત કહેવાય, કહે છે એ ધર્માસ્તિકાયનો
ગતિહેતુત્વ” જે (અસાધારણ ) ગુણ છે, એ જ્ઞાનનો વિષય નથી ! મનનો વિષય છે. ત્યારે પ્રવેશિકામાં અત્યાર સુધી ભણ્યા ઇ?! ભલે ભણ્યા, ભણ્યા એનો ક્યાં વાંધો છે? પણ એને જાયું મેં (મારા જ્ઞાને જાણ્યું) એ મિથ્યાત્વ છે!
આહા સર્વજ્ઞ ભગવાને કહેલું ( દિવ્યધ્વનિમાં આવેલું છે કે) ધર્માસ્તિકાય (નામનું એક દ્રવ્ય છે) એનો એક અસાધારણ ગુણ ગતિહત્ત્વ છે જ્યારે જીવ અને પુદ્ગલ ગમન કરે-ગતિ કરે ગતિ કરે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com