________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
પ્રવચન નં. ૯
૧૧૭
ઊપજે પણ અન્યદ્રવ્ય એના પર્યાયને ઉપજાવી શકતું નથી. એ વિસ્તારથી વાત એમાં છે. એમાં રાગે ય લઈ લેવો (સમજી લેવો) અને વીતરાગભાવ પણ લઈ લેવો! બીજાં દ્રવ્યથી સ્વ દ્રવ્યનાં પરિણામ ઉત્પન્ન કરી શકાતા નથી! અને આ દ્રવ્ય, બીજાં દ્રવ્યનાં પરિણામ ઉત્પન્ન કરી શકતું નથી! એક દ્રવ્ય બીજા દ્રવ્યનાં પરિણામને ઉત્પન્ન કરી શકતો નથી ને ! (તેથી ) ૫૨દ્રવ્યના પરિણામને ઉત્પન્ન આત્મા કરી શકતો નથી ! માટીથી ઘડો ઉત્પન્ન થાય છે પણ કુંભા૨થી ઘડો ઉત્પન્ન થઈ શકતો નથી એમ !
–
એમ...જ્ઞેયથી આત્મજ્ઞાન ઉત્પન્ન થઈ શકતું નથી, ને આત્મજ્ઞાન...૫૨શેયોને૫૨૫દાર્થોને શેય બનાવી શકતું નથી. શું કહ્યું? ૫૨૫દાર્થો (ને આત્મા જ્ઞેય બનાવી શકતો નથી !) / હવે તો આઠ દિવસ તો થઈ ગયા છે, હવે તો બે દિવસ રહ્યા, તો હવે એટલું તો જ્ઞાન ઉઘડી ગયું હોય ને બધાનું! (કે આત્માનું જ્ઞાન ૫૨ને જાણતું નથી!) સૂક્ષ્મ હોય (વાત ) પણ સમજાય! આહા...હા !
શું કહ્યું ? કે આત્મા છે ભગવાન જ્ઞાનમયી આત્મા ! અને જગતના પદાર્થો છે અસ્તિત્વરૂપે ! એ પદાર્થો કોઈ....આત્માના જ્ઞાનને ઉત્પન્ન કરી શકતા નથી. અને આત્મા જગતનાં કોઇ પદાર્થને જ્ઞેયપણ ઉત્પન્ન કરી શકતા નથી.
શું કહ્યું ? કે આ આત્મા છે ને! એનાં જ્ઞાનનું જ્ઞેય પોતાનો આત્મા છે. એનાં જ્ઞાનનું શેય...આત્માને છોડીને આખું વિશ્વ (જે છે) એ આત્મજ્ઞાનનું જ્ઞેય નથી! ઇન્દ્રિયજ્ઞાનનું શેય છે!! પણ આત્મજ્ઞાનનું જ્ઞેય નથી !!
શું...કહ્યું ?! શાતા-શેયનો સંબંધ છે ને? ૫૨ની હારે! કઈ નયનું કથન છે? (અસદ્ભૂત ) વ્યવહા૨નયનું કથન છે. આત્મા જ્ઞાતા ને જગતના પદાર્થો જ્ઞાનનું શેયઆત્મા સિવાય બહારના પદાર્થો! કઈ નયનું કથન છે નિશ્ચય નયનું કથન છે? કે વ્યવહા૨ નયનું કથન છે ? વિચારો !!
તો...અંદરમાંથી જવાબ આવશે કે...આત્માનું જ્ઞાન...એ તો એમાં આત્મા જ્ઞેય થાય છે, ૫૨૫દાર્થો એમાં શેય થતા નથી!
૫૨૫દાર્થો જ્ઞાનને ઉત્પન્ન કરી શકતા નથી, જ્ઞાનને એટલે આત્મજ્ઞાનને! ઉત્પન્ન તો કરી શકતા નથી...પણ આત્મજ્ઞાનમાં ૫૨૫દાર્થ, નિમિત્તપણે પણ ઉત્પાદક નથી- ઉપાદાનપણે પણ ઉત્પાદક નથી અને નિમિત્તપણે પણ અતીન્દ્રિય જ્ઞાનને ઉત્પન્ન કરી શક્તા નથી. આહા...હા ! ઝીણી વાત છે!!
આહા...હા ! શું કહ્યું પ્રભુ! શાંતિથી સાંભળવા જેવી છે વાત ! અહા! કે જગતના પદાર્થો....એ આત્મજ્ઞાનનું જ્ઞેય નથી. જગતના પદાર્થો...જ્યાં સુધી ઇન્દ્રિયજ્ઞાન છે ત્યાં સુધી ઇન્દ્રિયજ્ઞાનનું જ્ઞેય (જગતના પદાર્થો) ભલે હો ! પણ મારા જ્ઞાનનું જ્ઞેય તો મારો આત્મા છે! મારા...જ્ઞાનનું...શેય જગતના પદાર્થો નથી.
(લોકો દલીલ કરે ) પણ આવે છે ને વ્યવહારે, ૫૨ને જાણે છે આત્મા ! (સ્વપ૨પ્રકાશક છે ને!) ( જ્ઞાની કહે છે) વ્યવહારે જાણે છે એટલે શું? એનું સ્પષ્ટીકરણ જોઈએ. (દલીલ કરે કે) નિશ્ચયે નથી જાણતું ૫૨ને પણ વ્યવહારે જાણે છે તો નિશ્ચયે (જ) જાણે છે એમ કહેવામાં શું વાંધો હતો ? (જ્ઞાની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com