________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દેખાતા નથી. તેથી “સામાન્યનું દર્શન, વિશેષનું અદર્શન તેનું નામ જૈનદર્શન છે.” (૨) “સામાન્ય શુદ્ધમ્ વિશેષ અશુદ્ધમ્” જ્ઞાનનો લક્ષરૂપ સ્વભાવ સામાન્યનું લક્ષ છોડીને;
વિશેષને જાણવા જાય તો લક્ષ રહેતું નથી. જેનું અવલંબન છે, તેનું જ અવલોકન છે. પોતે
અપરિણામી થઇને અપરિણામી ને જાણે છે. તે ભેદોથી શૂન્ય છે, અને અભેદઘન છે. (૩) સ. સાર કળશટીકામાં કહ્યું કેઃ “જીવવસ્તુ ચેતના લક્ષણથી જીવને જ જાણે છે.” (૪) “જ્ઞાયક નથી ત્યમ પરતણો ” વળી જેના લક્ષે જ્ઞાન પ્રગટ થાય, વૃદ્ધિ પામે અને પૂર્ણ થાય,
તે જ જ્ઞાનનો વિષય હોય. (૫) નિયમસારમાં છે કે, “સ્વપ્રકાશક લક્ષણથી જ આત્મા લક્ષિત થાય છે”
લક્ષણનો સ્વભાવ અલક્ષ્યને તો પ્રસિદ્ધ કરવાનો નથી. પરંતુ લક્ષણનો સ્વભાવ લક્ષણને પણ પ્રસિદ્ધ કરવાનો નથી. માટે ઉપયોગ લક્ષણ પરને તો પ્રસિદ્ધ કરતું નથી, પરંતુ સ્વપરના સામર્થ્યને પણ પ્રસિદ્ધ કરતું નથી કેવળ....કેવળ...માત્ર સ્વને જ પ્રસિદ્ધ કરે છે. “પ્રતિભાસ બેનો અને લક્ષ એકનું.”
આમ હે ! પૂજ્ય ધર્મપિતા ! આપશ્રીએ જ્ઞાનનાં ત્રિરંગામુક્ત સ્વભાવને અત્યંત સ્પષ્ટપણે ખોલી...! ઉપયોગને અંતર્મુખ થવાની અનુપમ વિધિ દર્શાવી છે. આમ સંપૂર્ણ જૈનદર્શનના સમુદ્રને સંક્ષિપ્ત કરી ગાગરમાં સાગરને સમાવી દીધો છે. જે બે નો પ્રતિભાસ ન માને તે અજૈન મિથ્યાદષ્ટિ છે અને લક્ષ એક સમયે એકનું જ ન માને તે પણ અજૈન એટલે કે મિથ્યાષ્ટિ છે. આમ લક્ષનું સ્વરૂપ પરલક્ષી તો નથી, પરંતુ ભેદલક્ષી પણ નથી. પરંતુ માત્ર અભેદ જ્ઞાયક લક્ષી જ છે. આમ લક્ષના સ્વભાવની આ લક્ષ્મણ રેખા છે. હુર સમયે લક્ષનો સ્વર આવો જ છે. લક્ષ હંમેશા નિરપેક્ષ જ હોય. ઇષ્ટોપદેશમાં આવે છે કે... “વિશેષોથી અજ્ઞાત રહે, નિજ સ્વરૂપમાં લીન
(૭) લક્ષનું ફળ જ્ઞાનત્વ દર્શાવનાર પૂ. ભાઈ શ્રી..!
આમાં પ્રયોજનપૂર્વક પદાર્થની સિદ્ધિ થાય છે. નયપૂર્વક સમ્યક્ પ્રમાણ જ્ઞાનની સિદ્ધિ થાય છે. આ સમ્યજ્ઞાનના સ્વભાવમાં “અનેકાંતનીમુખ્યતા રહેલી છે. આખું સ્વજ્ઞય પ્રમાણ જ્ઞાનમાં પ્રમેય થાય છે. “ધ્યેય પૂર્વક જ્ઞય થાય છે.' અભેદના ભદને નથી જાણતો એવો લક્ષનો સ્વભાવ ચાલુ છે ત્યારે આનંદને પણ જાણી લે છે. કેમ કે એક વસ્તુ છે. એક સત્તા છે. એક પદાર્થ છે. આમાં પ્રદેશ ભેદ નથી.
ક્રમ વિના, લક્ષ વિના, ભેદવિના, વિકલ્પ વિના એક સમયમાં દ્રવ્યગુણપર્યાય ને અભેદજાણી લ્ય છે. “ઉત્પાદવ્યય ધ્રૌવ્યયુક્ત સત્' પદાર્થને જાણી લે છે. “સમયસારને જાણ્યું તેણે, પ્રવચન સાર, તત્ત્વાર્થ સૂત્ર જાણી લીધું સમય એકમાં” આ અધ્યાત્મ પ્રમાણજ્ઞાનનો વિષય છે.
આનંદને જાણવા માટે જ્ઞાને આનંદની સન્મુખ ન થવું પડે. આ જ્ઞાનનો કોઇ દિવ્ય અને અદભુત સ્વભાવ છે. દ્રવ્યનું લક્ષ કદી છૂટે નહીં, અને પર્યાયનું લક્ષ કદી થાય નહીં, અને પર્યાય જણાયા વિના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com