________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અર્થ ત્રણ રીતે થાય છે. (૧) પ્રતિભાસને પણ જાણવું કહેવાય, (૨) લક્ષ માટે પણ જાણવું,” કહેવાય અને (૩) લક્ષનું ફળ જ્ઞાનતત્ત્વ, તેનાં માટે પણ “જાણવું” શબ્દ વપરાય છે. આમ ત્રણે ધર્મો માટે જાણવું શબ્દનો પ્રયોગ થાય છે. એક સમયની એક જ જ્ઞાન પર્યાયમાં આ ત્રણે ધર્મો યુગપદ્ રહેલા છે.
આખા જગતને “જાણવું' જે જ્ઞાનત્વનો સ્વભાવ છે તેની જ ખબર છે. તેથી તેને જ આગળ કરે છે. અને જ્ઞાનનો લક્ષ રૂપ સ્વભાવ તેમજ પ્રતિભાસરૂપ સ્વભાવ અપ્રચલિત છે. તે જિનાગમની નિધિને પૂજ્ય ગુરુદેવશ્રી તેમજ પૂ. ભાઈશ્રી આપે જ ખોલી છે.
વળી આ દશ ગાથામાં જે જાણવું શબ્દ છે તે લક્ષના હેતુએ વપરાયેલ છે. “જીવ પણ જાણવા ન જાયે” વળી પૂ. ગુરુદેવશ્રીનાં પ્રવચનો ને જે સૂક્ષ્મદષ્ટિથી શ્રવણ કરે છે તેને ખ્યાલમાં જ હશે કે પૂ. ગુરુદેવ એક પ્રવચનમાં તો અનેક વખત લક્ષનું સ્વરૂપ બતાવે છે. “પુણ્ય પાપનું લક્ષ છોડ, અને ભગવાન આત્માનું લક્ષ કર” આત્મા ખરેખર પરને જાણતો જ નથી તો પછી ઉપયોગ મૂકવાની વાત ક્યાં રહી.” આ બધી જ વાત લક્ષના સ્વભાવથી છે.
(૬) લક્ષનું વાસ્તવિક સ્વરૂપ દર્શાવનાર પૂ. ભાઈ શ્રી..!
લક્ષ” એ જૈનદર્શનનો પ્રાણ છે. લક્ષની લીલા જ કોઇ ન્યારી છે. સંપૂર્ણ જૈનદર્શન લક્ષના ઊંડા અને મજબૂત સ્થંભ ઉપર ઉભેલું છે. આમ લક્ષ એ જૈનધર્મનું મૂળિયું છે. લક્ષ સમ્યક થયા વિના “જાણવું' કદી સમ્યક થતું નથી. લક્ષમાં સર્વ વિવિક્ષાનો અભાવ છે. લક્ષના વિષયમાં દ્રવ્યસ્વભાવમાં તો સ્યાદવાદ નથી, પણ લક્ષમાં એ પર્યાયસ્વભાવમાં સ્વાદ્વાદ નથી. લક્ષના સ્વભાવમાં અપેક્ષા લગાવે, કથંચિત્ લગાવે, તો લક્ષ રહેતું નથી. કારણ કે લક્ષ જ્ઞાનનો ઉપાદેય સ્વભાવ છે. ઉપાદેય સ્વભાવમાં અપેક્ષા ન હોય. લક્ષનાં લક્ષ, લક્ષ-લક્ષણનો પણ ભેદ ભાસતો નથી તેનું નામ લક્ષ છે. લક્ષ કહો કે જ્ઞાનનો સ્વપ્રકાશક સ્વભાવ કહો, બન્ને એકાર્થ છે. પરમ અધ્યાત્મ તરંગિણીમાં શુભચંદ્ર આચાર્ય લખે છે કે... “પર લક્ષ અભાવાત” આ જ્ઞાનનું વાસ્તવિક લક્ષણ છે. તેમણે “સ્વલક્ષ સ્વભાવાત ન કહ્યું. લક્ષના સ્વભાવની ઉપાદેયતા વિના કદી પ્રયોજનની સિદ્ધિ થતી નથી. આ જ્ઞાનનાં લક્ષવાળા ધર્મમાં સમ્યક એકાંત જ છે. સમ્યક અનેકાંત તેમાં નથી. લક્ષની પ્રાપ્તિ પણ અસ્તિ-નાસ્તિ અનેકાંતથી જ થાય છે. વળી પૂ. ભાઈ શ્રી આપની પ્રવચન શૈલી મુખ્યપણે લક્ષ પ્રધાનજ હતી. અને લક્ષ પૂર્વક જ્ઞાનતત્ત્વને આપે અનુભવથી સિદ્ધ કરી, અને ભવ્ય જીવો ને કેમ અનુભવ થાય? તે માટે આપે લક્ષનાં સ્વભાવને ખોલી અને ભવ્યજીવોને તેમાં આદ્યાનન કરવા માટે આમંત્રિત કર્યા. આપશ્રીએ નિશંકપણે લક્ષનું સ્વરૂપ દર્શાવ્યું.
પ્ર. સાર ૧૧૪ ગાથા- “સામાન્યને અવલોકતો વિશેષને નહીં અવલોકતો”
(૧) પર્યાયાર્થિક ચક્ષુ સર્વથા બંધ હોવાથી એકલા નિષ્ક્રિય પરમાત્માનું જ દર્શન થાય છે. પર્યાય ભેદો તો ત્રિકાળી ધ્રુવમાં નથી માટે દેખાતાજ નથી. અને ગુણભેદ ઉપર લક્ષ નથી માટે ગુણભેદ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com