________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૭૧
પ્રવચન નં. - ૫
(જેમકે) રસોઈ થઈ ગઈ હતી, ભાણામાં પીરસાઈ ગયું હતું, જમવા બેઠા હતા એમાં કો'ક આવીને કહે ‘બાજુવાળા જમ્યા છે કે નહીં, જરા જોઈ આવો તો ખરા! (તો તે કહે ) કે મને પહેલાં જમી લેવા દે, પછી જોવાની વાત કર ! (તેમ ) હમણાં તો મને મારા આત્મા ને જાણી લેવા દે ને! છ દ્રવ્ય જણાય છે કે ન જણાય? પછી વાત રાખને, હમણાં રહેવા દેને થોડીક વા૨ ! અહા...હા ! પ્રતિભાસતો થયા કરશે. પરિણામ મારા કર્યા વિના થાય છે અને પરિણામ મારા જાણ્યા વિના જણાઈ જાય છે!
એવી એક સહજ સવિકલ્પ દશાની વાત છે, નિર્વિકલ્પ ધ્યાનમાં તો એ પરિણામ પણ દેખાતાં નથી, આવી અપૂર્વ વાતો છે !!
પરિણામ મારા, કર્યા વિના, થયા કરે છે–થાય જ છે!! તમારા કરવાથી થાય ? નહીં? આ બધી વ્યવસ્થા છે ને! (શ્રોતાઃ) થયા કરે છે એ (ઉત્તર:) થયા કરે છે આહાહા! અને પરિણામો, મારા જાણ્યા વિના એટલે એનું લક્ષ કર્યા વિના, સહજ મારી સત્તામાં જણાય છે! એ પરિણામને ઇંદ્રિય-જ્ઞાન જાણે છે, મારું જ્ઞાન એને જાણતું નથી. આહા...! એવી વસ્તુ છે! પછી એક બીજો શ્લોક (ગાથા) રહી છેલ્લી! એ પણ સાથે લઈ લઈએ ‘આવું’ જાણીને પણ મૂઢ જીવ ઉપશમને પામતો નથી' એટલે સમ્યગ્દર્શન-જ્ઞાનને પામતો નથી. અને શિવ બુદ્ધિનેકલ્યાણકારી બુદ્ધિ ને- સમ્યજ્ઞાનને નહીં પામેલો પોતે ૫૨ને જાણવાનું મન કરે છે. આહા...! ઈ અપરાધ છે એનો. હવે, એક રહી વાત. પછી અંદરમાં ઉતરશું આપણે, પહેલાં બહારની વાત લઈએ, ‘અશુભ અથવા શુભ દ્રવ્ય તને એમ નથી કહેતું, કે મને જાણ ' આહા..! બહારના (અર્થાત્ ) આત્મા સિવાય છ દ્રવ્ય-અનંતા જીવો, એમ કહેતા નથી કે તું મને જાણ !
અનંતા પુદ્દગલો ધર્મ, અધર્મ આકાશ અને અસંખ્યાત કાલાણુ-દ્રવ્યો એમ કહેતાં નથી કે તું મને જાણ અને આત્મા પોતાને જાણવાનું છોડીને એને જાણવા જતો નથી. છતાં પણઆવું હોવા છતાં મૂઢજીવ ઉપશમને પામતો નથી અને હું પ૨ને જાણું છું એવા પક્ષમાં પડયો છે, એટલે જાણનાર એને જણાતો નથી! લક્ષ ફરતું નથી. અને હું પરને જાણતો નથી જાણનાર જણાય છે એમાં લક્ષ ફરી જાય છે ને અનુભવ થઈ જાય છે!!
હવે, એ છ દ્રવ્ય એમ કહેતાં નથી કે ‘તું મને જાણ.' અને આત્મા પણ એ બુદ્ધિના વિષયમાં આવેલા દ્રવ્યને...જાણવા જતો....નથી. એ બહા૨ના ગુણ અને દ્રવ્યની વાત કરી.
હવે, અંદરમાં...ગુણ અને દ્રવ્ય, અંદરમાં ગુણ ને દ્રવ્ય! જે પર્યાય ઉત્પન્ન થાય છે ને સમયે –સમયે. આત્મામાં સમયે-સમયે એક અવસ્થા ઉત્પન્ન થાય છે. ચૌદગુણસ્થાન, ચૌદ માર્ગણાસ્થાન, જીવ સમાસ-એ બધા ક્રમે ક્રમે ઉત્પન્ન થાય છે ને એ જીવના ગુણ કહેવાય, અહીંયાં ગુણ-દોષની વાત નથી (પણ) પર્યાય ને ગુણ કહેવાય. એ સામાન્યનું વિશેષ છે. ચૌદગુણસ્થાન, માર્ગણા સ્થાન છે ને-એ સામાન્ય આત્મા છે તેના વિશેષ પર્યાયો છે. તેને ગુણ કહેવાય.
કહે છે કેઃ એ ચૌદગુણસ્થાન, માર્ગણા સ્થાન એમ કહેતાં નથી કે ‘તું મને જાણ ’ અને
આત્મા પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com