________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૭૦
ત્યારે તમે આ શું ઓઢયું છે? એણે વિચાર કર્યો કે આ ચાલે એવું નથી. (સીલાઈના ) સો રૂપિયા ખરચવા પડશે, ગયા દરજી પાસે, દરજી ને કહ્યું ને કપડું બતાવ્યું એણે લીધી કાતર, હાં હાં કાપવું નથી (દરજીએ કહ્યું) જો કાપીશ નહી તો ઝભ્ભો નહીં થાય, એ પહેલાં કાપીશ અને પછી સાંધીશ અને એવું સાંધીશ કે ક્યાંય એનો સાંધો દેખાશે નહીં-સાંધો તો સાંધો રહેશે, પણ સાંધો દેખાશે નહીં, એવું સાંધીશ હું તો કહે ભલે એમ કરો! કાતર લગાવી પ્રથમ કાપ્યું ને પછી સીવ્યું! કાપ્યું ને પછી સીવ્યું!
(તેમ) ઉત્પાદવ્યય ધ્રૌવ્ય યુક્ત સત્ ના બે કટકા કર્યાં નવિભાગથી અને પછી અભેદ થઈને અનુભવ કર્યો ! આહા...હા ! અભેદ થયું પર્યાયથી ને એવું અભેદ થયું કે ભેદ ૨હી જાય ને ભેદ દેખાય નહીં એવું અભેદ થયું ! આહા...હા ! એ પર્યાયનાં ષટ્કા૨ક પર્યાયમાં છે કર્તા-કર્મ ( આદિ ) ને દ્રવ્યમાં નિષ્ક્રિય ષટ્કા૨ક પણ છે, પણ એ પર્યાયનાં ષટ્કા૨ક એમાં જ્યારે સંકેલો કરે છે ત્યારે એ પર્યાય અભિમુખ થાય છે આત્મામાં, ત્યારે પર્યાયના ષટ્કા૨કના ભેદ દેખાતા નથી. અભેદ એક વસ્તુ...અનુભવના કાળમાં! આહાહા! એવું છે ભાઈ!
ષટ્કારકના ભેદ, ભેદ છે પણ ભેદ દેખાતા નથી. એમ સાંધ્યુ ખરું, સાંધો તો રહી ગયો, પણ દેખાય નહીં એવો સાંધો છે. અનુભૂતિ તે આત્મા છે, સમ્યક્દર્શન તે આત્મા છે કચિત્! આહા...હા !
પણ, એ પર્યાય અડે છે તો એવી અડે છે... કે ઉત્પાદ, ધ્રુવ ન થાય ને ધ્રુવ, ઉત્પાદ ન થાય ને ધ્રુવ (કે ) ઉત્પાદનો ભેદ પણ દેખાય નહીં એવી અનુભૂતિના કાળની સ્થિતિ હોય છે એટલે ભેદનું લક્ષ છૂટી જાય છે. અને અભેદ આત્મા, અનુભવમાં આવે છે. અભેદ દ્વા૨ા અભેદ અનુભવમાં આવે છે! અભેદ દ્વારા-અભેદ ના લક્ષે-જુનાં અભેદ ના લક્ષે એક નવું અભેદ થઈ જાય છે એને ‘ સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગ:’ કહેવામાં આવે છે એક જૂનું અભેદ-ત્રિકાળ
અભેદ તેમાં ગુણભેદ નથી, અનુભૂતિના કાળે પર્યાયભેદ હોવા છતાં પર્યાયભેદ દેખાતો નથી. આહા...હા ! એવી વસ્તુસ્થિતિ છે.
હવે કહે છે. કે ‘એ ગુણ કહેતા નથી કે ‘તું મને જાણ.' અને આત્મા પણ પોતાને જાણવાનું છોડીને, બુદ્ધિ ના વિષયમાંઃ આવેલા.....જ્ઞાનનો વિષય નથી! ધર્માસ્તિકાય, એના ગુણો-પર્યાયો કે બહારના પદાર્થના સિદ્ધ ભગવાનના ગુણો, તે જ્ઞાનનો વિષય એક શુદ્ધ આત્મા જ છે.
‘ જેનું લક્ષ હોય એને જ જાણે ’–અતીન્દ્રિયજ્ઞાનનું લક્ષ નથી. જ્ઞાનીનું લક્ષતો આત્મા ઉપર લાગી ગયું છે એને એ જાણે છે. અને સિદ્ધભગવાન ઉપર લક્ષ નથી, માટે એને જાણતા નથી, પણ છતાં સ્વપરપ્રકાશની અપેક્ષાએ-પ્રતિભાસની અપેક્ષાએ, લોકાલોક ને જાણે છે એમ ઉપચાર થી કહેવામાં આવે છે.
‘પ્રતિભાસની વાત જુદી ને લક્ષની વાત જુદી ! માર્મિક છે લક્ષની વાત !
બુદ્ધિના વિષયમાં આવેલ ગુણને ગ્રહવા એટલે જાણવા જતો નથી આહા...હા! પોતાને જાણવાનું છોડે....તો પ૨ જણાય! પોતાને જાણવાનું છોડતો નથી, ૫૨ ક્યાંથી જણાય ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com