________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૬૯
- ૫
પ્રવચન નં. જેને જાણે છે એને જાણવા જતો નથી. ઇંદ્રિયજ્ઞાન જેને જાણે છે-મન જેને જાણે છે એને આત્મજ્ઞાન જાણવા જતું નથી એટલે જાણતું જ નથી. આહા...હા !
વ્યવહારના પક્ષવાળાને કઠિન પડે એવું છે પણ અમૃત છે ભાઈ! એ જ્ઞાન, ધર્માસ્તિકાય આદિના ગુણોને જાણવા જતું નથી, જો જાણવા જાય તો આત્માનો નાશ થાય. એને જાણવા જાય તો આત્માનો નાશ થઈ જાય, ઈ-મય થઈ જાય, જ્ઞાન ઇમય થઈ જાયતન્મય થઈ જાય એમાં અને આંહીથી જ્ઞાનલક્ષણ છૂટું પડી જાય તો લક્ષનો અભાવ થાયઆત્માનો પણ અભાવ થાય! લક્ષ અને લક્ષણ કચિત્ અભેદ છે. નામભેદે ભેદ લક્ષણભેદે ભેદ, પ્રયોજનભેદે ભેદ, પણ વસ્તુવૃત્તિએ એક અખંડ સત્તા છે એક સત્તા છે. સત્તા એક છે પણ સત્ત બે છે એમાં-એક ત્રિકાળ સત્ત ને એક ક્ષણિક સત્!
શું કહ્યું ? સામાન્ય, વિશેષ પદાર્થનું સ્વરૂપ છે. સત્તા એક છે. જેમ, ‘ ઉત્પાદ-વ્યયધ્રૌવ્યયુક્ત સત્' સત્તા એક છે પણ એમાં સત્તુ ત્રણ છે. ઉત્પાદ સત્ત વ્યયસત્ ને ધ્રુવ સર્! ઈ સત્ત ક્યારે રહે કે એકમાં બીજાની નાસ્તિ હોય. ‘સત્તા' પદાર્થની સિદ્ધિ કરે છે અને ‘સત્' પ્રયોજનની સિદ્ધિ કરે છે.
‘સત્તા' પદાર્થની સિદ્ધિ કરે છે અને ‘સત્' પ્રયોજનની સિદ્ધિ કરે છે. ઘણા (લોકો ) પ્રશ્ન કરે છે મને કે : ઉત્પાદવ્યયધ્રુવ યુ ંસત્ એક સતા છે ને ત્રણ કટકા કાં કરો ? અહા....હા! ભાઈ ! દ્રવ્ય અપેક્ષા એ એક સત્તા છે-પ્રમાણ અપેક્ષાએ એક સત્તા છે, એની કાંઈ ના નથી. ‘તત્ત્વાર્થસૂત્ર' આંહી અમારા શિર ઉ૫૨ છે અહાહા! ઉમા સ્વામી ભગવાન પૂનિક છે, ભાલિંગી સંત હતા નિકટવર્તિ હતા, અલ્પકાળમાં તો મોક્ષ એમનો થવાનો છે. કોઈ એકાવતારી ને કોઈ એકાદ ભવ, જુદી વાત છે! આહા...! ‘સત્તા' એક છે ઉત્પાદવ્યયધ્રુવ યુક્તસત્ત્ની અપેક્ષાએ-પદાર્થની અપેક્ષાએ, પણ એ ઉપાદેય તત્ત્વ નથી, પરિણામી તત્ત્વ ઉપાદેય નથી.
આહા....હા...હા...! એ પર્યાય સાપેક્ષ દ્રવ્ય થયું! અહીંયા તો એમાં ભેદજ્ઞાન કરવાનું છે કે ઉત્પાદ વ્યયનો મારામાં અભાવ છે ને હું તો ધ્રુવસ્વરૂપે છું! ત્યારે બે સત્ થઈ જાય. એક સામાન્ય સત્ ને એક વિશેષસત્! સામાન્ય સાં વિશેષસત્નો અભાવ છે, એવું અસ્તિનાસ્તિ અનેકાંત, ભેદજ્ઞાન૫૨ક છે ઈ. મુંબઈમાં બહુ ચર્ચા ચાલી, પછી એક દૃષ્ટાંત આપ્યું, હવે આવું ચાલતું નથી ! આવું ક્યાંક ક્યાંક ચાલ્યા કરે !
ટૂંકામાં કહી દઉં કે મુંબઈમાં એવો બનાવ બની ગ્યો, ભાઈ ? કાપડ લીધું ને સિલાઈ પણ થઈ ગઈ, મોંઘી બહુ, પાઘડી તો ગઈ, ટોપી પણ ગઈ, ઉઘાડા માથા તો છે એમાં એક ભાઈએ વિચાર કર્યો કે આ ઝભ્ભાના સો રૂપિયા આપવા સિલાઈના ! · સોના કરતાં ઘડામણ મોંઘું’ એના કરતાં આપણે ઝભ્ભો સિવડાવવો જ નથી એટલે (કાપડ) ઓઢી ને નીકળ્યો ઝવેરી બજારમાં! સફેદ હો! સફેદ કપડું ઓઢીને એકલું ! ઓળખીતા મળેને...! કે ભાઈ, શું થયું કોણ મરી ગયું? કોણ ગુજરી ગયું? ભારે થઇ કહે આતો ! કોઈ ગુજરી ગયું નથી ત્યાં આગળ વધ્યા તો બીજા ભાઈ મળ્યા કહે કે ભાઈ, ક્યારે જવું છે સ્મશાને? સ્મશાન યાત્રા કોની છે ને ક્યારે જાવું છે? તો તે કહે સ્મશાન યાત્રા તો કોઈની નથી, તો પછી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com